Tuesday, October 31, 2017

અમરેલીઃ સમઢિયાળામાં શિકાર કરવા આવેલી સિંહણ કુવામાં ખાબકી

Jaydev Varu, Amreli | Last Modified - Oct 31, 2017, 07:19 PM IST
વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગે ભારે જહેમત બાદ સિંહણને બચાવી હતી
+5 બીજી સ્લાઈડ્સ જુઓ
અમરેલીઃ રાજુલા તાલુકાના સમઢિયાળા ગામ ખાતે એક ખેડૂતની વાડીમાં પશુનો શિકાર કરવા માટે સિંહણ આવી હતી, જોકે શિકારનો પીછો કરતા-કરતા સિંહણ કુવામાં ખાબકી હતી. આ વાતની જાણ આસપાસના ખેડૂતોને થતાં તેમણે તુરંત જ વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગે ભારે જહેમત બાદ સિંહણને બચાવી હતી.
સ્થાનિક સિંહ પ્રેમી આતાભાઈ વાઘ પણ દોડી આવ્યા હતા, બાદમાં મોટી સંખ્યામાં સિંહ દર્શન કરવા માટે આસપાસના ગામ લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે સ્થાનિક ખેડૂતનો વાવેલા કપાસમાં ભારે નુક્સાન કરતા ખેડૂત વન વિભાગ અને સ્થાનિકો સામે રોષે ભરાયા હતા. ખેડૂત એ હદે રોષે ભરાયા હતા કે તેમણે વન વિભાગને જણાવ્યું હતું કે ખેતરમાં થયેલા નુક્સાનનું વળતર આપો ત્યારે જ તમારી ગાડી અને સિંહણને અહીંથી લઇ જવા દેવામાં આવશે.
પરિસ્થિતિ ઉગ્ર બને તે પહેલા પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. અમુક સમય માટે અહીંથી વન વિભાગને સિંહણને લઇ જવી મુશ્કેલ બની ગઇ હતી. વન વિભાગે સ્થાનિક ખેડૂતને વળતર આપવાનું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો.

વહેલી સવારે ધુમ્મસમાં તૃણભક્ષી પ્રાણીઓનું વિચરણ

Bhaskar News, Amreli | Last Modified - Oct 25, 2017, 11:52 PM IST
અહીના અંટાળીયા સહિતના વિસ્તારોમા હરણની સંખ્યા વધુ જોવા મળે છે.
+1 બીજી સ્લાઈડ્સ જુઓ
લીલીયા: લીલીયા બૃહદગીર વિસ્તારમા સાવજો સહિત અનેક તૃણભક્ષી પ્રાણીઓ પણ વસવાટ કરે છે. ખાસ કરીને અહીના અંટાળીયા સહિતના વિસ્તારોમા હરણની સંખ્યા વધુ જોવા મળે છે. ત્યારે આજે વહેલી સવારે ધુમ્મસ છવાતા અહી રમણીય સૌદર્ય સર્જાયુ હતુ. અહીથી પસાર થતા વાહન ચાલકોએ આ દ્રશ્ય મનભરીને માણ્યું હતુ.

આંબરડી પાર્કને 9.91લાખની આવક, વેકેશનમા પ્રવાસીઓથી ધમધમી ઉઠ્યું

Bhaskar News, Dhari | Last Modified - Oct 23, 2017, 01:43 AM IST
4 દિવસમાં સિંહદર્શન માટે 5358 પ્રવાસીઓ આવ્યા, સફાઇ પાર્ક માટે વધારાની 4 બસ મુકવી પડી, ગીરકાંઠા અને ધાર્મિક સ્થળો પર લોકો
4 દિવસમાં સિંહદર્શન માટે 5358 પ્રવાસીઓ આવ્યા, સફાઇ પાર્ક માટે વધારાની 4 બસ મુકવી પડી, ગીરકાંઠા અને ધાર્મિક સ્થળો પર લોકોની ભીડ
+3 બીજી સ્લાઈડ્સ જુઓ
4 દિવસમાં સિંહદર્શન માટે 5358 પ્રવાસીઓ આવ્યા, સફાઇ પાર્ક માટે વધારાની 4 બસ મુકવી પડી, ગીરકાંઠા અને ધાર્મિક સ્થળો પર લોકોની ભીડ
અમરેલી: દિપાવલી અને નવ વર્ષ પર ગીરનુ જંગલ પ્રવાસીઓથી ધમધમી ઉઠયું હતુ. તો અમરેલી જિલ્લાના અનેક ધાર્મિક અને પ્રવાસન સ્થાનો પર મોટી સંખ્યામા લોકો ઉમટી પડયા હતા. તો તાજેતરમા ધારી નજીક આંબરડી સફારી પાર્કને ખુલ્લુ મુકાતા અહી ચારેક દિવસમા મોટી સંખ્યામા પ્રવાસીઓ ઉમટી પડતા વનવિભાગને 9.91 લાખ જેટલી આવક થઇ હતી. તો ગીરકાંઠા નજીક આવેલા અન્ય ધાર્મિક સ્થાનો પર પણ લોકોએ દર્શન કરી નવ વર્ષની ઉજવણી કરી હતી.

ગીરનુ જંગલ અને ખાસ કરીને સિંહ દર્શન કરવા માટે લોકો હંમેશા તલપાપડ રહેતા હોય છે ત્યારે દિપાવલી અને નુતન વર્ષ પર મોટી સંખ્યામા પ્રવાસીઓ ગીર જંગલ પર પસંદગી ઉતારે છે. ઓણસાલ પણ નુતન વર્ષ નિમીતે પ્રવાસીઓ ગીર જંગલમા ઉમટી પડયા હતા અને કુદરતી નજારો માણ્યો હતો. તાજેતરમા ધારી નજીક આવેલ ખોડિયાર ડેમ નજીક આંબરડી સફારી પાર્કને ખુલ્લો મુકવામા આવ્યો છે.

દિવાળી પહેલા જ આ પાર્ક ખુલ્લો મુકવામા આવતાની સાથે જ અહી મોટી સંખ્યામા પ્રવાસીઓની ભીડ ઉમટી પડી હતી. અહી પ્રવાસીઓએ સિંહ દર્શનની સાથે ખોડિયાર મંદિરે દર્શનનો લ્હાવો પણ લીધો હતો. સવારથી સાંજ સુધી મોટી સંખ્યામા કાર, ટુ વ્હીલર તેમજ બસો ભરીને પ્રવાસીઓ સફારી પાર્કમા ઉમટયા હતા.તો ગીર મધ્યે આવેલ તુલશીશ્યામ ખાતે પણ પ્રવાસીઓએ દર્શનનો લ્હાવો લીધો હતો. આ ઉપરાંત મંદિરો અને આશ્રમમા પણ મોટી સંખ્યામા પ્રવાસીઓએ દર્શનનો લ્હાવો લીધો હતો.

આંબરડી સફારી પાર્કમાં જંગલનાં રાજાએ મારણ કરી મીજબાની માણી


Bhaskar News, Amreli | Last Modified - Oct 19, 2017, 12:00 AM IST
કેમેરામાં કેદ થઇ ગયુ દ્રશ્ય : જંગલ આસપાસનાં ગામડાઓમાં માલધારીઓને ભય
+4 બીજી સ્લાઈડ્સ જુઓ
અમરેલી: હજુ તાજેતરમાં ધારીના આંબરડી ખાતે સફારી પાર્ક ખુલ્લો મુકવામાં આવ્યો છે. ત્યારે ગઇકાલે આ સફારી પાર્કમાં જગંલના રાજાએ એક પશુનું મારણ કરીને મીજબાની કરી હતી. ત્યારે આ દ્રશ્ય જોઇને લોકો પણ આનંદીત થયા હતા. તેમજ જંગલ વિસ્તારની આજુ બાજુમાં રહેતા ગામડાઓના લોકોમાં ફફડાટ ફેલાતો હોય છે.
તેમજ માલધારીઓને પણ ભારે નુકસાનીઓ થતી હોય છે. જો કે જંગલપ્રેમીઓ માટે સિહ સિહણના દર્શન કરવા માટે ઉત્સુકતા હોય છે ત્યારે અહી આંબરડી ખાતે સફારી પાર્ક ખુલો મુકતા જંગલપ્રેમીઓમાં ભારે આનંદ જોવા મળ્યો છે.
ગઇકાલે જંગલના રાજાની મીજબાની કરતા જોઇને લોકો ભારે આનંદીત થયા હતા.જીલ્લાનો વિકાસ અને ખાસ કરીને ધારી તાલુકાના ગામડાઓના લોકો માટે ભવિષ્યમાં આ સફારી પાર્કના કારણે ખાસી આવકનો સ્ત્રોત પણ બનશે. જેવી રીતે સાસણગીર પ્રવાસ માટે એક ઉત્તમ સ્થળ ઓળખાય છે તેવીજ રીતે અહી દેશ વિદેશથી પ્રવાસે આવતા પર્યટનોના કારણે જીલ્લાને અલગ ઓળખાણ પણ મળશે.

આંબરડી સફારી પાર્કમાં રૂા. 209 લાખના ખર્ચે વિકાસનાં કામો થશે

Bhaskar News, Dhari | Last Modified - Oct 17, 2017, 01:22 AM IST
તંત્ર દ્વારા રૂપિયા 507 લાખનાં ખર્ચે અન્ય કામો હાથ ધરવામાં આવશે
આંબરડી સફારી પાર્કમાં રૂા. 209 લાખના ખર્ચે વિકાસનાં કામો થશે
આંબરડી સફારી પાર્કમાં રૂા. 209 લાખના ખર્ચે વિકાસનાં કામો થશે
ધારી: ગીર વન વિભાગની કચેરી સુધારી હેઠળ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કુલ 722.70 ચોરસ કિલોમીટર જંગલ વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં આશરે 531 ચોરસ કિમી વિસ્તાર ગીર વન્ય પ્રાણી અભ્યારણ્ય તરીકે રક્ષિત જાહેર થયેલ છે. પરીચય ખંડનો અંદાજીત વિસ્તાર 350 હેક્ટર જેટલો છે.

આ અભયારણ્યમાં તુલસી શ્યામ મંદિર આવેલ છે તેમજ ધારી થી ઊના દિવ જવાનો રાજ્ય ધોરી માર્ગ પસાર થાય છે. તુલસીશ્યામ ધાર્મિક સ્થળ તરીકે અને દીવ પ્રવાસીઓનું પસંદગીનું પ્રવાસન સ્થળ હોય આ રૂટ પર પ્રવાસીઓનો સતત જ ધસારો રહે છે. વન વિભાગના આંકડા મુજબ જ દર વર્ષે અંદાજે 4 લાખ લોકો તથા એક લાખ વાહનો અભયારણ્યમાંથી અવર-જવર કરતા હોવાનો અંદાજ છે.
દિવસ દરમ્યાન પ્રવાસીઓના વાહનોની સતત અવર જવરના કારણે વન્ય પ્રાણીઓનાં પૂરતી જીવનમાં ખલેલ પડતી હોય છે.અમરેલી સફારી પાર્કમાં 20 હેકટર વિસ્તારમાં કચેરી, નિવાસ્થાનો, ઉદ્યાન, સેવાકક્ષ, ઓરીએનટેશન તથા કેમ્પ સાઇટ બનાવવામાં આવશે. જેમાં વન્ય પ્રાણીઓ માટે પશુ ખોરાક કેન્દ્ર તથા અન્ય આંતરમાળખાકીય સવલતો સાથેનો વન્ય પ્રાણી પરીચય ખંડ વિકસાવવાની નેમ વનવિભાગની છે.
દિવાળી અને નૂતન વર્ષના દિવસો સિવાય ધારી ખોડીયાર મંદિર ડેમ સાઈટ અને તુલસીશ્યામ તથા દેવ જતા પ્રવાસીઓનો અવિરત પ્રવાહ ચાલુ રહેતો હોય છે જોકે સમયમાં પ્રવાસીઓને આમરડી સફારી પાર્કમાં મુક્તપણે વિહરતા સિંહો, દીપડા,નીલગાય ચિત્તા જેવા વન્ય પ્રાણીઓ નીહાળવાની સુવિધા અમરેલી જિલ્લામાં મળતી થશે.

જંગલની ગોદમાં સાવજોની ડણકો વચ્ચે ખાનગી શાળાને શરમાવે એવી પ્રા. શાળા

Bhaskar News, Amreli | Last Modified - Oct 16, 2017, 01:40 AM IST

Bhaskar News, Amreli | Last Modified - Oct 16, 2017, 01:40 AM IST
ખાંભાના છેવાડાનું ગામ ભાણીયા જ્યાં એક સમયે શિક્ષકો નોકરી કરવા તૈયાર ન હતા !
જંગલની ગોદમાં સાવજોની ડણકો વચ્ચે ખાનગી શાળાને શરમાવે એવી પ્રા. શાળા
જંગલની ગોદમાં સાવજોની ડણકો વચ્ચે ખાનગી શાળાને શરમાવે એવી પ્રા. શાળા
અમરેલી: ખાંભા તાલુકાના છેવાડાનું ભાણીયા ગામ જ્યા માત્ર બે ઓરડાની પ્રાથમિક શાળા આજે ખાનગીશાળાને પણ શરમાવે તેવી બનવા પામી છે. ગ્રામલોકો સહયોગ અને કર્મનિષ્ઠ શિક્ષકોના પ્રયાસોથી વિદ્યાર્થીઓને સુંદર શાળા પ્રાપ્ત થઇ છે આ સાથે અહી જ્ઞાનની ગંગા પણ વહી રહી છે.

૧૯૫૪માં શાળાની સ્થાપના બાદ આજ દિન સુધીના શાળાના ઇતિહાસની વિગતે વાત કરીએ. શરૂઆતમા માત્ર શાળા માટે ૨ ઓરડા હતા. શાળામાં ૨ શિક્ષકો કામ કરતા હતા. જંગલ વિસ્તારની નાની એવી શાળામા લાઇટ કે પાણી જેવી પ્રાથમિક સુવિધાથી વંચીત હતી.
ધીમે ધીમે શાળાના કર્મનિષ્ઠ શિક્ષકો દ્વારા યથાગ પ્રયત્નો કરી શાળા પર પુરતુ ધ્યાન અપીને હાલમાં શાળામાં આઠ શિક્ષકો, આઠ ઓરડા અને 178 વિદ્યાર્થીઓથી શાળા જગમગી રહી છે. શાળામાં બાળકોને સ્વચ્છતા, અને વ્યસન અંગે સારા સંસ્કાર આપવામાં આવી રહ્યા છે. તેમજ બાળ મજુરી અંગે રાત્રીના વાલીઓ સાથે મીટીંગી કરીને અનેક સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.
20 હજાર લીટરનો અંડરગ્રાઉન્ડ ટાકો બનાવાયો

શાળામાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે શાળાના જ પરીસરમાં ૨૦,૦૦૦ લીટરની ક્ષમતા ધરાવતો અંડરગ્રાઉંડ ટાંકો બનાવવામા આવ્યો. જેને રેઇન વોટર હાવેસ્ટીંગની સશુવધા સાથે જોડીને તેને ભરવાના પ્રશ્નનો પણ ઉકેલ લાવવામાં આવ્યો.
45 કલાક JCB ચલાવ્યા બાદ થોર, બાવળમાં પડેલી શાળા ઉભરી
શાળા એવા ટેકરા પર સ્થાયી હતી કે જયાં વિશાળ જગ્યા સામે હોવા છતાં રમત-ગમત માટે બિલકુલ ઉપયોગી થઇ શકે તેમ ન હતી. એ માટે શાળાનાં તથા ગામનાં અથાક પ્રયાસો તથા આશરે 45 કલાક JCB ચલાવ્યા પછી આજે બાળકોને શાળામાં વિશાળ મેદાન ઉપલબ્ધ છે.

અમરેલી: રસ્તા પર રોડ પર વિહરી રહ્યું હતું સાવજ જોડું, કેમેરામાં થયા કેદ

divyabhaskar.com | Last Modified - Oct 14, 2017, 07:29 PM IST
અમરેલીઃ અમરેલી જિલ્લામાં અનેક વાર રસ્તાઓ પર સિંહ જોવા મળતા રહે છે, ત્યારે આજે વધુ એકવાર સિંહ અને સિંહણ રોડ પર જોવા મળ્યા હતા. એ સમયે ત્યાંથી પસાર થતી એક કારમાં સવાર લોકોએ સિંહ અને સિંહણની આ જોડીને રસ્તા પર વિહરતી જોઇ કારને ઉભી રાખી દીધી હતી અને આ ઘડીને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. થોડોક સમય રસ્તા પર વિચરણ કર્યા બાદ આ જોડું પુનઃ જંગલમાં જતું રહ્યું હતું. બાદમાં કાર સવારોએ પોતાના માર્ગ તરફ કાર હંકારી મૂકી હતી.
for video; https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-lion-and-lioness-come-on-the-highway-in-amreli-district-gujarati-news-5721088-PHO.html

રાજુલામાં દીપડીના આંટાફેરા, રોડ ક્રોસ કરતી સીસીટીવીમાં થઇ કેદ

વન વિભાગ દીપડીને પાંજરે પૂરવામાં નિષ્ફળ નીવડતાં શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે
રાજુલાઃ રાજુલા શહેરમાં દીપડીના આંટાફેરાથી સ્થાનિક રહિસોમાં ભયનો માહોલ ફેલાયો છે. તાજેતરમાં દીપડી રોડ ક્રોસ કરી રહી હતી એ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી, જોકે વન વિભાગ દીપડીને પાંજરે પૂરવામાં નિષ્ફળ નીવડતાં શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અમરેલી જિલ્લાના દરિયા કાંઠે આવેલા રાજુલા શહેરના છતડીયા રોડ સ્થિત એક વાડીમાં એક દીપડી અને બે બચ્ચા આવી ચઢ્યા હતા. આ અંગે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ દ્વારા છેલ્લા પાંચ દિવસથી અહીં પાંજરું મૂકવામાં આવ્યું હોવા છતાં વિભાગ દીપડીને કેદ કરવામાં નિષ્ફળ રહ્યું છે. તેવામાં વાડીની નજીક આવેલી એક ઓફિસના સીસીટીવીમાં દીપડી રોડ ક્રોસ કરી પસાર થઇ રહી હોવાની ઘટના કે થઇ છે. બીજી તરફ વન વિભાગ માત્ર પાંજરું મૂકીને પોતાની જવાબદારીમાંથી છટકી ગયું હોવાનું લોકોને લાગી રહ્યું છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
રાજુલાનો છતડીયા રોડ 24 કલાક ધમધમતો વિસ્તાર છે અહીં 5થી વધુ ખાનગી સ્કૂલો પણ આવેલી છે, અનેક નામાંકિત રેસિડન્ટ વિસ્તારો આવેલા છે, દરરોજ રોડ ક્રોસ કરવાના સમયે દીપડીને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડે છે, જેના કારણે સ્થાનિક લોકો પણ પરેશાન છે, અહીં રૃચિતભાઈ પટેલની વાડીમાં કામ કરી રહેલા ખેડૂત પણ દીપડીના આંટાફેરાથી ધ્રુજી ઉઠ્યા છે. - સ્થાનિક રહીશ રાજુલા શહેર
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે અહીં દીપડીના આંટાફેરાથી સ્થાનિક સોસાયટી વિસ્તારમાં ભારે ભય ફેલાયો છે વનવિભાગ ગંભીરતા દાખવી તાત્કાલિક દીપડી અને તેના પરિવારને પાંજરે પુરી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. - ખેડૂત સ્થાનિક રાજુલા

Home » Saurashtra » Latest News » Amreli» Bagasara gausalamam struck Truth 15 cows antidote, resentment Village અમરેલી: ગૌશાળામાં ઘુસી સિંહોએ 15 ગાયોનું કર્યું મારણ, ગામ લોકોમાં રોષ


Jaydev Varu, Amreli | Last Modified - Oct 10, 2017, 10:26 AM IST
બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામની ગૌશાળામા જંગલી હિંસક પ્રાણી ત્રાટક્યા હતા. ગૌશાળાની 15 ગાયો ને મોત ને ઘાટ ઉતારી દીધી
આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા ગૌશાળામા ગ્રામજનોના ટોળાં ઉમટી પડ્યા હતા.
+6 બીજી સ્લાઈડ્સ જુઓ
આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા ગૌશાળામા ગ્રામજનોના ટોળાં ઉમટી પડ્યા હતા.
અમરેલી : બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામની ગૌશાળામા જંગલી હિંસક પ્રાણી ત્રાટક્યા હતા. ગૌશાળાની 15 ગાયો ને મોત ને ઘાટ ઉતારી દીધી છે. મળતી માહિતી મુજબ 1થી વધુ સિંહો ગૌશાળામા ત્રાટક્યા હોવાનું ગ્રામજનો નુ અનુમાન છે. આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા ગૌશાળામા ગ્રામજનોના ટોળાં ઉમટી પડ્યા હતા. ગ્રામજનો દ્વારા વનવિભાગ ને જાણ કરવામાં આવી છે. એક સાથે 15થી વધુ ગાયોના મારણ થવાના કારણે ગામના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.(તસવીર- જયદેવ વરૂ)

અભરામપરા ખાતે આવી ચડેલા દિપડાને સારવાર અર્થે એનીમલ સેન્ટરમાં ખસેડાયો


Bhaskar News, Amreli | Last Modified - Oct 10, 2017, 02:16 AM IST
િંજરા મારફતે જસાધાર એનીમલ સેન્ટરમાં મોકલી દેવાયો હતો.
અભરામપરા ખાતે આવી ચડેલા દિપડાને સારવાર અર્થે એનીમલ સેન્ટરમાં ખસેડાયો
અભરામપરા ખાતે આવી ચડેલા દિપડાને સારવાર અર્થે એનીમલ સેન્ટરમાં ખસેડાયો
અમરેલી: સાવરકુંડલાના અભરામપરા ગામે આજે સવારે 8:30 કલાકે મહેન્દ્રભાઇ પટેલની વાડીમાં રહેણાંક મકાનમાં દિપડો ઘુસી જતા વાડીનાં ભાગીયા વિનુભાઇએ તુરંત સમય સુચકતા જાળવી મકાનને તાળુ મારી દીધુ હતું. અને તુરંત જ વન વિભાગને ટેલીફોનીક જાણ કરતા વન વિભાગની ટીમ ડોક્ટર સાથે વાડીએ પીંજરા સાથે આવી પહોંચી હતી. અને મકાનમાં પુરાયેલા દિપડાને બેભાન કરી બહાર કાઢવામાં આવ્યો હતો.
દિપડાની ઉંમર 14 વર્ષ હતી. તેને ગળા – કાન અને આગળ પાછળના ભાગે ઇજા થઇ હોય તેને વેટરનરી ડો. હિતેશ વામજાએ સારવાર કરી હતી. ત્યારબાદ તેને પિંજરા મારફતે જસાધાર એનીમલ સેન્ટરમાં મોકલી દેવાયો હતો. ડો. હિતેશ વામજાએ આ ઇજાના નિશાન ઇનફાઇટમાં થયાન હોવાનું જણાવ્યું હતું. તસ્વીર- સૌરભ દોશી

સિંહણનાં સકંજામાં ફસાયેલા યુવકને આ રીતે ભેંસોનાં ટોળાએ બચાવ્યો

Bhaskar News, Khambha | Last Modified - Oct 08, 2017, 11:35 AM IST
યુવક પર સિંહણના હુમલાની આ ઘટના ખાંભા તાબાના ભાણીયા ગામે બની હતી
યુવક પર સિંહણના હુમલાની આ ઘટના ખાંભા તાબાના ભાણીયા ગામે બની હતી.
ખાંભા: ખાંભા તાલુકાના ભાણીયા ગામ પાસે આવેલ રેબડીનેસમાં એક માલધારી પોતાની ભેંસો લઇને ચરાવી રહ્યાં હતા ત્યારે અચાનક એક સિંહણ ધસી આવી હતી અને માલધારી યુવક પર હુમલો કરી ઘાયલ કરી દેતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યા હતા.

યુવક પર સિંહણના હુમલાની આ ઘટના ખાંભા તાબાના ભાણીયા ગામે બની હતી. અહી વિક્રમભાઇ બાલાભાઇ ભુવા (ઉ.વ.20) નામના માલધારી શનિવારે સવારે 8 થી 9 વાગ્યાની આસપાસ પોતાની ભેંસો લઇને ચરાવવા માટે જઇ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં એક સિંહણ અને તેનું બચ્ચુ આવી ચડ્યુ હતુ. માલધારી યુવક પોતાની ભેંસો સહિત જઇ રહ્યો હતો. આ દરમીયાન સિંહણે માલધારી યુવક પર જાનલેવા હુમલો કર્યો હતો.

જેમાં માલધારી યુવકને ડાબા સાથળના ભાગે સિંહણે 2 દાઢ બેસાડીને ઇજાઓ પહોચાડી હતી. આ દ્રશ્ય જોઇને ચાર ભેંસોનું ટોળુ અહી આવી ચડ્યુ હતુ. અને માલધારી યુવકને સિંહણના મુખમાથી બચાવ્યો હતો. તેમજ ભેંસો અને સિંહણ વચ્ચે ઘર્ષણ પણ થયુ હતુ પરંતુ અહીથી સિંહણ ઉભી પુછડીએ પોતાના બચ્ચા સાથે ભાગી ગઇ હતી.

અરીઠીયા ગામે દીપડાનાં મુખમાંથી બાળકને બચાવનાર છાત્રનું સન્માન

Bhaskar News, Amreli | Last Modified - Oct 07, 2017, 11:20 PM IST
કોડીનારનાં અરીઠીયામાં દીપડાનાં મુખમાંથી બાળકને બચાવનાર છાત્રનું સન્માન કરવામાં આવ્યું હતું
અરીઠીયા ગામે દીપડાનાં મુખમાંથી બાળકને બચાવનાર છાત્રનું સન્માન
અરીઠીયા ગામે દીપડાનાં મુખમાંથી બાળકને બચાવનાર છાત્રનું સન્માન
ડોળાસા: કોડીનારનાં અરીઠીયામાં દીપડાનાં મુખમાંથી બાળકને બચાવનાર છાત્રનું સન્માન કરવામાં આવ્યું હતું. વાત જાણે એમ છે કે કોડીનાર તાલુકાનાં અરીઠીયા ગામે રહેતા નિલેશ અભેસિંહભાઇ ભાલીયા અને જયરાજ અજીતભાઇ ગોહિલ આ બંન્ને છાત્રો ઘરનાં ફળિયામાં થોડા દિવસ પહેલા રમી રહ્યા હતાં. તે દરમિયાન દીપડો આવી ચઢયો હતો અને નિલેશને મુખમાં લઇ લીધો હતો.
જે દ્રશ્ય જયરાજે જોતા બાજુમાં રહેલો પથ્થર ઉપાડી દીપડાને માર્યો હતો. તેમ છતાં દીપડાએ ન છોડતાં હિમ્મત હાર્યા વિના રમકડાની ગાડીનો દીપડા પર ઘા કર્યો હતો. જેથી અવાજ થતાં દીપડાએ નિલેશને છોડી મુક્યો હતો અને જીવ બચી ગયો હતો.જેથી જયરાજની બહાદુરીને બિરદાવવા શિક્ષક સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ છાત્રને વીરતા પુરસ્કારથી નવાજવામાં આવે તેવી સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. આ તકે તાલુકા શિક્ષણ અધિકારી, કેળવણી નિરીક્ષક, પ્રા.શિક્ષક સંઘનાં પ્રમુખ,છાંછર પે-સેન્ટરનાં આચાર્ય સહિતનાં ઉપસ્થિત રહ્યા હતાં.

લીલીયા| આજરોજવનવિભાગ અમરેલી તથા વિસ્તરણ રેંજ અમરેલીના લીલીયા રાઉન્ડમાં વન્ય

DivyaBhaskar News Network | Last Modified - Oct 06, 2017, 02:45 AM IST
લીલીયા| આજરોજવનવિભાગ અમરેલી તથા વિસ્તરણ રેંજ અમરેલીના લીલીયા રાઉન્ડમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત...
લીલીયા| આજરોજવનવિભાગ અમરેલી તથા વિસ્તરણ રેંજ અમરેલીના લીલીયા રાઉન્ડમાં વન્ય
લીલીયા| આજરોજવનવિભાગ અમરેલી તથા વિસ્તરણ રેંજ અમરેલીના લીલીયા રાઉન્ડમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત અત્રેની સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ લીલીયા ખાતે નિંબધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કુલ 15 વિદ્યાર્થી ભાઇઓ તથા બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે ગોહીલ એકતાબા, બીજા ક્રમે પરમાર મનીષાબેન આર. તથા ત્રીજા ક્રમે પરમાર ટીના વિજેતા થયા હતા. સમગ્ર કાર્યક્રમમાં લીલીયાના ફોરેસ્ટ ઓફીસર કે.જી. ગોહીલ તથા ભીખુભાઇ બાટાવાળા, મનોજભાઇ જોષી, રાજન જોષી, વિજયભાઇ વિરાણી વગેરે પ્રકૃતિ પ્રેમીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

લીલીયા રાઉન્ડમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઇ

સિંહ પ્રેમીઓમાં અાનંદ, 3 સિંહણોનાં ઘરે બંધાયા પારણા આઠ સિંહ બાળનો કિલકિલાટ

Bhaskar News, Amreli | Last Modified - Oct 06, 2017, 11:04 PM IST
લીલીયા બૃહદગીરમા પાછલા દોઢેક દાયકાના સમયથી મોટી સંખ્યામા સિંહો કાયમી રહેઠાણ બનાવી વસવાટ કરી રહ્યાં છે
લીલીયા બૃહદગીરમા એક સાથે આઠ સિંહબાળનો વધારો થતા સ્થાનિક લોકોને સિંહબાળનો કિલકિલાટ સાંભળવા મળી રહ્યો છે.
લીલીયા: લીલીયા બૃહદગીરમા પાછલા દોઢેક દાયકાના સમયથી મોટી સંખ્યામા સિંહો કાયમી રહેઠાણ બનાવી વસવાટ કરી રહ્યાં છે અને સાવજોની સંખ્યામા પણ વધારો થઇ રહ્યો છે. અહી ક્રાંકચ પંથકમા પાંચ અને લુવારીયા ગામની વિડીમા ત્રણ સિંહબાળનો કિલકિલાટ જોવા મળી રહ્યો છે.
ક્રાંકચના શેત્રુજી કાંઠામા એક માદાએ બે સિંહબાળ અને એક માદાએ ત્રણ સિંહબાળને જન્મ આપ્યા છે જે મળીને હાલ પાંચ સિંહબાળને જન્મ આપ્યો છે જયારે અંટાળીયા લુવારીયા વીડીમા એક સિંહણે ત્રણ સિંહબાળને જન્મ આપ્યા છે. લીલીયા બૃહદગીરમા એક સાથે આઠ સિંહબાળનો વધારો થતા સ્થાનિક લોકોને સિંહબાળનો કિલકિલાટ સાંભળવા મળી રહ્યો છે.

ખેડૂતોનો સિંચાઈનું પાણી આપવા રાવલ ડેમનો 1 દરવાજો ખોલાયો

Bhaskar News, Amreli | Last Modified - Oct 05, 2017, 01:48 AM IST
હાલની તકે રાવલ ડેમ હેઠળ આવતા નિચાણવાળ વિસ્તારોના લોકોને સાવચેત કરાયા છે.
ખેડૂતોનો સિંચાઈનું પાણી આપવા રાવલ ડેમનો 1 દરવાજો ખોલાયો
ખેડૂતોનો સિંચાઈનું પાણી આપવા રાવલ ડેમનો 1 દરવાજો ખોલાયો
અમરેલી: ગીરગઢડા તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલ રાવલ ડેમમાં ઉપરવાસ પાણીની આવક શરૂ થતા રાવલ ડેમ ઓવરફ્લો થતા અને ડેમની 19 મિટર પુરી સપાટી પાર કરી જતા 1 દરવાજો 3 ઇંચ ખોલી 311 મિ.પ્રવાહ સાથે વધારાનું પાણી નદીમાં છોડવામાં આવેલ હતું. સિંચાઇ વિભાગના અધિકારી એ.પી.કલસરીયાએ જણાવેલ કે ઉના ગીરગઢડા તાલુકાને સિધી રીતે સિંચાઇનો લાભ આપતા આ ડેમ ભરાઇ જતા પંદરથી વધુ ગામોને જેનો લાભ મળશે. હાલની તકે રાવલ ડેમ હેઠળ આવતા નિચાણવાળ વિસ્તારોના લોકોને સાવચેત કરાયા છે.

અમરેલીઃ મજુરી કરતી મહિલાનું મોત, પતિ અને વનતંત્રના નિવેદનથી સર્જાયુ રહસ્ય

Jaydev Varu, Amreli | Last Modified - Oct 05, 2017, 08:45 PM IST
આ બનાવ અંગે ઘેરૂ રહસ્ય સર્જાયુ છે કારણ કે વનતંત્રને દિપડાના કોઇ સગડ મળ્યા ન હતા. હવે પીએમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે
ખેત મજુરીનુ કામ કરતી એક આદિવાસી મહિલાનુ રહસ્યમય સંજોગોમા મોત થયુ હતુ
+3 બીજી સ્લાઈડ્સ જુઓ
ખેત મજુરીનુ કામ કરતી એક આદિવાસી મહિલાનુ રહસ્યમય સંજોગોમા મોત થયુ હતુ
અમરેલીઃ અમરેલી તાલુકાના ગાવડકા ગામની સીમમા ગઇરાત્રે ખેત મજુરીનુ કામ કરતી એક આદિવાસી મહિલાનુ રહસ્યમય સંજોગોમા મોત થયુ હતુ. આ મહિલાના પતિએ પોલીસને જણાવ્યું હતુ કે તેની પત્નીને દિપડાએ મારી નાખી હતી. જો કે આ બનાવ અંગે ઘેરૂ રહસ્ય સર્જાયુ છે કારણ કે વનતંત્રને દિપડાના કોઇ સગડ મળ્યા ન હતા. હવે પીએમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
મહિલાના રહસ્યમય સંજોગોમા મોતની આ ઘટના અમરેલી તાલુકાના ગાવડકા ગામની સીમમા બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર ગાવડકાની સીમમા પોપટભાઇ દેસાઇની વાડીમા ખેત મજુરીનુ કામ કરતા આદિવાસી પરિવારની સાઇકુબેન અન્યા ગજેરીયા (ઉ.વ.21) નામની મહિલાનુ ગતરાત્રે મોત થયુ હતુ. મહિલાના પતિએ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો જેને પગલે એમ્બ્યુલન્સનો સ્ટાફ અહી દોડી ગયો હતો.
મહિલાના પતિએ જણાવ્યું હતુ કે દિપડાએ હુમલો કરતા ડરથી તેઓ દુર રોડ પર નાસી ગયો હતો. અને 108 આવી પહોંચતા વાડી પર તપાસ કરતા તેની પત્ની મૃત હાલતમા મળી આવી હતી. 108ના ઇએમટી મનીષભાઇ બારૈયા અને પાયલોટ અલ્તાફભાઇ દલે મહિલાની લાશને પીએમ માટે અમરેલી સિવીલમા ખસેડી હતી. મહિલાના માથા પર અને ગળા પર ઇજા અને લોહીના નિશાન હતા. મહિલાના પતિએ પોલીસને પણ એવુ જણાવ્યું હતુ કે દિપડાના હુમલામા તેની પત્નીનુ મોત થયુ છે જો કે વનવિભાગે અહી દિપડાની હાજરી હોવા અંગે ઇનકાર કર્યો હતો. આમ હવે પીએમ રિપોર્ટ બાદ મહિલાના મોતના રહસ્ય પરથી પડદો ઉંચકાશે.

ડાંડિયારાસ નિહાળી રહેલા યુવકને સર્પે દંશ દેતા મોત

DivyaBhaskar News Network | Last Modified - Oct 03, 2017, 02:40 AM IST
ખાંભાતાલુકાના સરાકડીયા દિવાન ગામમાં રહેતા રામભાઈ ધીરુભાઈ ભુકણ નામના યુવાન બે દિવસ પહેલા અહી રાત્રીના સમયે...
ડાંડિયારાસ નિહાળી રહેલા યુવકને સર્પે દંશ દેતા મોત
ખાંભાતાલુકાના સરાકડીયા દિવાન ગામમાં રહેતા રામભાઈ ધીરુભાઈ ભુકણ નામના યુવાન બે દિવસ પહેલા અહી રાત્રીના સમયે ખેતરના શેઢે આવેલ માતાજીના મઢ પાસે દાંડિયારાસ હોવાથી મંદિર પાસે બેઠો હતો. તે દરમિયાન અચાનક સર્પે આવીને તેમના પગના ભાગે દંશ દીધો હતો. બાદ યુવાનને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યુ હતુ.

એક સિંહણને રીઝવવા ત્રણ સિંહો પડ્યા પાછળ, થયો આવો દાવ

જંગલના રાજા એવા સિંહને પણ સિંહણની તો બીક લાગતી જ હોય છે. આવા દ્રશ્યો જોવા મળ્યા ગીર સોમનાથના ગિર ગઢડા વિસ્તારમાં. જ્યાં એક સિંહણને રીઝવવા ત્રણ સિંહો પડ્યા પાછળ, થયો આવો દાવ
divyabhaskar.com | Last Modified - Oct 30, 2017, 09:18 AM IST
જંગલના રાજા એવા સિંહને પણ સિંહણની તો બીક લાગતી જ હોય છે. આવા દ્રશ્યો જોવા મળ્યા ગીર સોમનાથના ગિર ગઢડા વિસ્તારમાં. જ્યાં

ગીર સોમનાથ: જંગલના રાજા એવા સિંહને પણ સિંહણની તો બીક લાગતી જ હોય છે. આવા દ્રશ્યો જોવા મળ્યા ગીર સોમનાથના ગિર ગઢડા વિસ્તારમાં. જ્યાં એક સિંહણને રીઝવવા માટે ત્રણ સિંહોએ ભરપૂર પ્રયત્નો કર્યા હતા. પરંતુ આ સિંહણ એકલી હોવા છતાં ત્રણે સિંહો સામે ટસની મસ ના થઈ. સિંહોએ હુંકાર કરી સિંહણને ડરાવવાનો પણ ભારે પ્રયાસ કર્યો હતો પણ સિંહણે હિંમત પૂર્વક તેનો સામનો કર્યો હતો. ઘણા પ્રયત્ન કર્યા પછી સિંહો અંતે થાકી-હારીને ત્યાંથી જતા રહ્યા હતા. ત્યા ઉભેલા પ્રત્યક્ષદર્શીઓ એ સમગ્ર ઘટનાનો વિડિયો ઉતાર્યો જે હાલ સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.
For Video;
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-three-lions-try-to-please-lioness-in-gir-somnath-gujarati-news-5732042-NOR.html

પુણ્યને બાંધવાનો ને પ્રકૃતિના ‘આધ્યાત્મિક’ ખોળે ખેલવાનો અવસર એટલે લીલી પરિક્રમા

divyabhaskar.com | Last Modified - Oct 27, 2017, 03:28 PM IST
એક કહેવાતી લોકવાયકા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણએ અને ભાઇ બલદેવજીએ સૌ પ્રથમ ગિરનારની લીલી પરિક્રમા કરી હતી
+9 બીજી સ્લાઈડ્સ જુઓ
જૂનાગઢ: ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો પ્રારંભ તા. 31 ઓકટોબરથી થશે અને 4 નવેમ્બરનાં પૂર્ણ થશે. લીલી પરિક્રમાની તૈયારીઓને વન વિભાગ દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વન વિભાગ દ્વારા ખાસ કરીને રૂટની મરામત કરવામાં આવી હતી. 36 કિમીનાં રૂટ પરનાં તમામ રસ્તાની કામગીરી પૂર્ણ થઇ છે. રસ્તા પર યાત્રીકોને ઉપયોગી બને તે માટે સાઇનબોર્ડ મુકવામાં આવ્યાં છે. કૈલાશ, ગોવર્ધન અને નર્મદાની પરિક્રમાની સાથોસાથ આદીઅનાદી કાળથી ગિરનારની પરિક્રમાનું એક આગવુ મહત્વ રહ્યું છે. કારતક સુદ અગિયારસના દિવસે ગિરનારની પરિક્રમાનો પ્રારંભ થાય છે. સ્કંદપુરાણમાં પણ પરિક્રમાનો ઉલ્લેખ અને વર્ણન છે.
ગિરનાર એટલે વિશાળતા અને ઊંચાઇ સાથોસાથ સાહસિક પ્રવૃતિઓનું મુખ્યમથક. જ્યાં શિયાળામાં ટ્રેકિંગની મોસમ ખીલે તો શિવરાત્રીના મેળામાં જૂનાગઢનો આખો માહોલ ભક્તિની સોડમથી મહેકી ઊઠે. 36 કિમીની આ યાત્રા વાસ્તવમાં એક આધ્યાત્મની સાથે આસ્થાની પદયાત્રા છે એમ કહેવામાં કંઇ ખોટું નથી. જેમાં અનેક સ્થળોએ સીધાં અને વિકટ ચઢાણો તો ક્યાંક લપસણાં ઉતરાણો પણ આવે છે. રૂપાયતનથી શરૂ કરી ભાવિકો ઝીણાબાવાની મઢી, સૂરજકુંડ, સરકડિયા હનુમાન, માળવેલા, નળપાણીની ઘોડી, બોરદેવીથી ભવનાથ તળેટીથી પરત ફરે છે. જોકે, ઘણા યાત્રાળુઓ ઝીણાબાવાની મઢીથી સીધા માળવેલાની ઘોડી ચઢી જાય છે. તેઓને પરિક્રમામાં ૨૪ કિ.મી.નું જ અંતર કાપવાનું રહે છે.
બહારગામથી આવતા અને પ્રકૃતિનાં ખોળે નિજાનંદ માણવા આવતા ભાવિકો ત્રણથી ચાર દિવસ જંગલમાં રોકાય છે. તેઓ ત્યાં જ ભોજન બનાવે છે અને વનભોજનનો આસ્વાદ પણ માણે છે. આધુનિક યુગમાં જોકે, ભક્તિની સાથે સાહસ, રોમાંચ અને તનાવભર્યા વાતાવરણમાંથી મુક્તિનો અહેસાસ કરવા પણ ઘણા લોકો ગિરનારની પરિક્રમામાં આવે છે. હવે તો પરિક્રમાના પડાવોમાં ક્યાંક દિવસભર તો ક્યાંક રાત્રે સંતવાણી વહેતી રહે છે. પરિક્રમાના માર્ગ પર ઝીણાબાવાની મઢી, માળવેલા અને બોરદેવી એમ ત્રણ સૌથી મોટા પડાવો છે. ભાવિકો તેની આસપાસનાં જંગલોમાં રાતવાસો કરે છે. જેમાં ઝીણાબાવાની મઢી સુધી વાહનો જાય છે. આ સ્થળે મહાદેવનું મંદિર, ઝીણાબાવાનો ધૂણો અને સમાધિ આવેલાં છે.
આગળી સ્લાઇડ્સમાં વાંચો, શિખર પર દેવી દેવતાઓના સ્થાપત્યો

શિકારની શોધમાં નિકળેલી ખુંખાર દીપડી ખેતરની ઓરડીમાં ઘુસી, ખેડૂતે પુરી દીધી

Bhaskar News, Junagadh | Last Modified - Oct 27, 2017, 11:02 PM IST
સાવદરનાં પ્રેમપરા ગામ નજીક જ આવેલ ખેતરમાં શુક્રવારે સવારના સમયે શિકારની શોધમાં નિકળેલ દીપડી
ખેડૂતે ઓરડીનો દરવાજો બંધ કરી દીપડીને પુરી દીધી
+1 બીજી સ્લાઈડ્સ જુઓ
ખેડૂતે ઓરડીનો દરવાજો બંધ કરી દીપડીને પુરી દીધી
વિસાવદર: વિસાવદરનાં પ્રેમપરા ગામ નજીક જ આવેલ ખેતરમાં શુક્રવારે સવારના સમયે શિકારની શોધમાં નિકળેલ દીપડી ખેડૂતોને જોઇ ઓરડીમાં છુપાવવા જતાં હીંમતવાન ખેડૂતે ઓરડીનો દરવાજો બંધ કરી દીપડીને પુરી દઇ વન વિભાગને જાણ કરતાં સાસણ સ્થિત રેસ્કયુ ટીમ ઘટના સ્થળે આવી દીપડીને ટાન્કયુલાઇઝ કરી બહાર કાઢી સાસણ ખાતે ખસેડાઇ હતી.

પ્રેમપરાની હાઈસ્કુલની સામે આવેલ મથુરભાઇ આસોદરીયાનાં ખેતરમાં સવારના આઠેક વાગ્યા બાદ આટાફેરા મારતી દીપડીને ખેડૂત જોઇ જતા તે ત્યાંથી છટકી બાજુમાં ભગવાનજીભાઇ વૈશ્નવના ખેતરમાં આવેલ ઓરડીની આસપાસ ચક્કરો મારતો હોવાનું ખેતરમાં કામ કરી રહેલ અતુલ ઉર્ફે ગભરૂ વૈશ્નવ સહિતનાં તેના સાથીઓએ નિહાળ્યું હતું , પરંતુ દીપડીએ પણ ખેડૂતોની નજર હોવાથી પ્રથમતો માત્ર ઓરડીની આસપાસ ચક્કરો કાપી હતી, બાદમાં ખેડૂતોનું ધ્યાન ન હોવાનું માની દીપડી ખેતરની ઓરડીમાં છુપાવવા માટે ઘુસી ગઇ, જેથી તુરંત જ અતુલ અને તેના સાથી મિત્રો હીંમત દાખવી ઓરડીનો દરવાજો બંધ કર્યા બાદ બારીમાંથી નજર કરી જોયુ તો દિપડી ઓરડીની અંદર રાખવામાં આવેલ પાલાની માથે ચડીને બેઠી-બેઠી ડરાવતી હતી.
વનવિભાગે બંદુક વડે ઈન્જેકશન મારી દીપડીને બેભાન કરી સાસણ ખાતે ખસેડી

જે અતુલે તથા તેના મિત્રોએ નિહાળ્યા બાદ વિસાવદર વન વિભાગની કચેરીએ જાણ કરતા સ્થાનીક આરએફઓ દિપક ચૌધરી તેના સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી સાસણ સ્થિત રેસ્કયુ ટીમને બોલાવી દીપડીને ટાન્કયુલાઇઝ કરી બેભાન કર્યા બાદ જ બહાર કાઢવા સીવાય કઇ વિકલ્પ ન હોવાથી અંત બારીમાંથી બંદુક વડે બેભાન કરવાના પ્રયત્ન કરેલ, પરંતુ એક નિશાન નિષ્ફળ જતાં બીજા પ્રયત્ન બાદ દીપડીને ઇન્જેકશનલાગી જતાં દીપડી બેભાન બની જતાં તેને બહાર કાઢી સાસણ ખસેડવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં પ્રેમપરાનાં લોકો દિપડીને નિહાળવા ટોળા એકઠા થયા હતાં.

દક્ષિણ ડુંગર રેન્જમાં સિંહને કાનમાં ઇજા, સારવાર કરાઇ

DivyaBhaskar News Network | Last Modified - Oct 26, 2017, 02:50 AM IST
સામાન્ય ઇજા હતી : વન વિભાગે રેસ્ક્યુ કરવું પડ્યું જૂનાગઢનાંગિરનાર દક્ષિણ ડુંગર રેન્જનાં ડુંગરપુર વિસ્તારમાં...
દક્ષિણ ડુંગર રેન્જમાં સિંહને કાનમાં ઇજા, સારવાર કરાઇ
સામાન્ય ઇજા હતી : વન વિભાગે રેસ્ક્યુ કરવું પડ્યું

જૂનાગઢનાંગિરનાર દક્ષિણ ડુંગર રેન્જનાં ડુંગરપુર વિસ્તારમાં સિંહને કાનમાં સામાન્ય ઇજા થઇ હતી.જેની માહિતી વન વિભાગને મળતા વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સિંહને સારવાર આપી હતી.

ગિરનાર જંગલમાં મોટી સંખ્યામાં સાવજનો વસવાટ છે. વન્ય પ્રાણી ઘણી વખત રેવન્યુ વિસ્તારમાં પહોંચી જાય છે.

જૂનાગઢનાં ડુંગરપુર, પ્લાસવા, બીલખા રોડ સહિતનાં વિસ્તારમાં વારંવાર સિંહ જોવા મળે છે. ડુંગરપુર જંગલ વિસ્તારમાં સિંહને કાનમાં સામાન્ય ઇજા પહોંચી હતી. સિંહને ઇજા થયાની વન વિભાગને માહિતી મળી હતી. જેના પગલે વન વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું. બાદ સિંહને સારવાર આપવામાં આવી હતી.

વન વિભાગનાં સુત્રોએ જણાવ્યું હતું કે, સિંહને કાનમાં સામાન્ય ઇજા થઇ હતી જેની સારવાર કરવી જરૂરી હતી. સિંહની ઉંમર નવ વર્ષની છે.

સિંહ પરિવાર નિકળ્યો શિકારની શોધમાં, અવાવરુ જગ્યામાં નાખ્યા ધામા

Bhaskar News, Una | Last Modified - Oct 26, 2017, 06:18 PM IST

સિંહ પરિવાર નિકળ્યો શિકારની શોધમાં, અવાવરુ જગ્યામાં નાખ્યા ધામા

Bhaskar News, Una | Last Modified - Oct 26, 2017, 06:18 PM IST
ઉનાના વરસિંગપુર રોડ પર આવેલ આવારૂ જગ્યામાં સિંહ પરિવાર બાળ બચ્ચા સાથે ધામા નાખતા લોકો નિહાળવા ઉમટી પડ્યા
ઉના: ઉનાના વરસિંગપુર રોડ પર આવેલ આવારૂ જગ્યામાં સિંહ પરિવાર બાળ બચ્ચા સાથે ધામા નાખતા લોકો નિહાળવા ઉમટી પડ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી ભીમપરાના ઠીકરીયા ખારા વિસ્તાર અને વરસિંગ પુર રોડ સુધીના આવારૂ જગ્યામાં આ સિંહ પરિવારએ રહેણાક બનાવી લેતા અને રાત્રીના સમયે શિકારની શોધમાં નિકળ્યાં હતા. '
for video;
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-lione-family-went-in-search-of-prey-avaru-camped-killed-in-gujarati-news-5729079-PHO.html

ગિરનાર રોડ પર વહેલી સવારે વનરાજે કર્યું મારણ, લોકો જોવા ઉમટ્યા

Bhaskar News, Junagadh | Last Modified - Oct 25, 2017, 03:37 AM IST
જૂનાગઢનાં ગિરનાર રોડ પર વનરાજની એન્ટ્રી હવે જૂનાગઢવાસીઓ માટે કોઇ નવી વાત નથી
રોજ મધરાત્રે એકાદ આંટો તો અહીં સાવજો મારે જ છે
જૂનાગઢ: જૂનાગઢનાં ગિરનાર રોડ પર વનરાજની એન્ટ્રી હવે જૂનાગઢવાસીઓ માટે કોઇ નવી વાત નથી. રોજ મધરાત્રે એકાદ આંટો તો અહીં સાવજો મારે જ છે. ક્યારેક રોડ ક્રોસ કરતી વખતે પણ જોવા મળી જાય. પરંતુ ગઇકાલે સાંજે 6 વાગ્યાના અરસામાં પાજનાકા પાસે બરાબર રોડ પર જ એક ડાલામથ્થાએ ગાયનું મારણ કરતાં રાહદારીઓ તેને જોવા એક તરફ ઉભી ગયા હતા. જોકે, ડીવાઇડરની બીજી બાજુએથી આરામથી વાહનો પસાર થતા હતા. જાણેકે, ગિરનારમાં વસતા સાવજોને માનવીની આ અવરજવર માફક આવી ગઇ હોય એમ જરાય ડીસ્ટર્બ નથી કરતી.

પરિક્રમામાં પાન, માવા, પ્લાસ્ટિક પર પ્રતિબંધ

DivyaBhaskar News Network | Last Modified - Oct 26, 2017, 02:50 AM IST
વન્યપ્રાણીઓથી શ્રધ્ધાળુઓને સુરક્ષિત રાખવા 5 રેસ્ક્યુ ટીમ તૈનાત રહેશે ગિરનારની પરિક્રમાનાં 36 કિમીનાં રૂટ પર...
પરિક્રમામાં પાન, માવા, પ્લાસ્ટિક પર પ્રતિબંધ
પરિક્રમામાં પાન, માવા, પ્લાસ્ટિક પર પ્રતિબંધ
વન્યપ્રાણીઓથી શ્રધ્ધાળુઓને સુરક્ષિત રાખવા 5 રેસ્ક્યુ ટીમ તૈનાત રહેશે

ગિરનારની પરિક્રમાનાં 36 કિમીનાં રૂટ પર રસ્તાની કામગીરી પૂર્ણ

ગિરનારનીપાવનકારી લીલી પરિક્રમાનો પ્રારંભ તા. 31 ઓકટોબરથી થશે અને 4 નવેમ્બરનાં પૂર્ણ થશે. લીલી પરિક્રમાની તૈયારીઓને વન વિભાગ દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વન વિભાગ દ્વારા ખાસ કરીને રૂટની મરામત કરવામાં આવી હતી. 36 કિમીનાં રૂટ પરનાં તમામ રસ્તાની કામગીરી પૂર્ણ થઇ છે. રસ્તા પર યાત્રીકોને ઉપયોગી બને તે માટે સાઇનબોર્ડ મુકવામાં આવ્યાં છે. વન વિભાગે ચાલુ વર્ષે પરિક્રમામાં પાન, ગુટખા, માવા તમાકુ તેમજ પ્લાસ્ટિકનાં ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે. પરિક્રમા પૂર્ણ થયા બાદ પાન, માવા, ગુટખાનાં પ્લાસ્ટિકની પડીકીઓ એકઠી કરવામાં ખુબ મુશ્કેલી પડે છે જેના પગલે વન વિભાગે ચાલુ વર્ષે તેનાં વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મુક્યો છે અને તેનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. વન વિભાગનાં એસ.સિન્થીલકુમાર,એસીએફ ખટાણા, એસ. ડી. ટીલાળા, આરએફઓ જે.એ. મિયાત્રા સહિતનાં વન વિભાગનાં કર્મચારીઓ યાત્રાળુઓની સુખાકારી માટે કામે લાગ્યાં છે. ઉપરાંત શ્રધ્ધાળુઓને વન્યપ્રાણીઓથી કોઇ મુશ્કેલી રહે અને વન્ય પ્રાણીઓથી સુરક્ષા મળી રહે તે માટે વન વિભાગે પાંચ સભ્યોની એક એવી પાંચ રેસ્કયુ ટીમ પણ તૈનાત કરશે.

18 સ્થળે પાણીનાં પોઇન્ટ ઉભા કરાશે

150 વન વિભાગનાં કર્મીઓ તૈનાત રહેશે પરિક્રમામાંયોજાય છે પરિણામે વન વિભાગની જવાબદારી વધી જાય છે. યાત્રાળુઓ માટે વન વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી છે. વન વિભાગનાં 150 કર્મચારીઓ તૈનાત રહેશે.

પરિક્રમા સમયે યાત્રાળુઓને કોઇ મુશ્કેલી પડે અથવા વન્ય પ્રાણી જોવા મળે અને કોઇને ઇજા કરે તો વન વિભાગે સંપર્ક નંબર શરૂ કર્યા છે. વન વિભાગનાં ફોન નંબર 0285-2633700 અને 2651544 ઉપર યાત્રાળુઓ સંપર્ક કરી શકશે.

વન વિભાગે હેલ્પ નંબર શરૂ કર્યા

રૂટ પર 300 કચરાપેટી મુકાઇ | પરિક્રમાદરમિયાન જંગલમાં પ્લાસ્ટિક વાપરવા વન વિભાગે અપીલ કરી છે તેમજ વન વિભાગ દ્વારા પરિક્રમા રૂટ ઉપર 300 જેટલી કચરા પેટીઓ પણ મુકવામાં આવી છે.

સંસ્થાના 128 સ્વયંસેવકો આપશે 24 કલાક સેવા

DivyaBhaskar News Network | Last Modified - Oct 25, 2017, 02:40 AM IST
છેલ્લાત્રણ વર્ષથી પ્રકૃતિ મિત્ર સંસ્થાએ પરિક્રમાને પ્લાસ્ટીકથી મુકત રાખવા માટેના પ્રયાસો કર્યા છે અને તેમાં...
સંસ્થાના 128 સ્વયંસેવકો આપશે 24 કલાક સેવા
છેલ્લાત્રણ વર્ષથી પ્રકૃતિ મિત્ર સંસ્થાએ પરિક્રમાને પ્લાસ્ટીકથી મુકત રાખવા માટેના પ્રયાસો કર્યા છે અને તેમાં સફળતા મળતા ચોથા વર્ષે પણ કામગીરી જારી રાખી છે. અત્યાર સુધીમાં સંસ્થાએ 5 ટન જેટલો પ્લાસ્ટીકનો જથ્થો ગીર અભ્યારણ્યમાં જતો અટકાવ્યો છે.31 ઓકટોબરથી શરૂ થનાર પરિક્રમામાં સંસ્થાના 128 જેટલા સ્વયંસેવકો 24 કલાક સેવા આપી પરિક્રમાર્થીઓ પાસેથી પ્લાસ્ટીના ઝભલાં, બેગ લઇને બદલામાં વિનામૂલ્યે કાપડની થેલીઓનું વિતરણ કરશે.આ માટે છેલ્લા 2 માસથી પ્રકૃતિમિત્રની ટીમના કાર્યકરો તનતોડ મહેનત કરી રહ્યા છે. કાર્યમાં રાજુ એન્જીનીયર્સના રાજુભાઇ દોશી, વન મેન આર્મીના સંયોજક કે.બી. સંઘવી, હેમંત નાણાંવટી, વિભાકર જાની તેમજ અનેક પર્યાવરણ પ્રેમીઓનો સહકાર સાંપડી રહ્યો હોવાનું પ્રકૃતિ મિત્રના ચેરપર્સન એન્ડ ફાઉન્ડર પ્રો.ડો.ચિરાગ ગોસાઇએ જણાવ્યું છે.

તાલાલા, સાસણ, આંકોલવાડીમાં સિંહ દર્શન કરતાં શખ્સો ઝડપાયા

Bhaskar News, talala | Last Modified - Oct 24, 2017, 11:13 PM IST
સિંહ દર્શન કરવા ઘુસેલા ઇસમોને વન વિભાગની ટીમોએ પેટ્રોલીંગ દરમિયાન જુદા-જુદા સ્થળેથી પકડી દંડ વસુલ કર્યો હતો
તાલાલા, સાસણ, આંકોલવાડીમાં સિંહ દર્શન કરતાં શખ્સો ઝડપાયા
તાલાલા, સાસણ, આંકોલવાડીમાં સિંહ દર્શન કરતાં શખ્સો ઝડપાયા
તાલાલા: ગીર અભ્યારણ આસપાસનાં વિસ્તારોમાં પથરાયેલ સાસણ, તાલાલા, આંકોલવાડી રેંજનાં આરક્ષીત જંગલોમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ઘુસેલા ઇસમોને વન વિભાગની ટીમોએ પેટ્રોલીંગ દરમિયાન જુદા-જુદા સ્થળેથી પકડી દંડ વસુલ કર્યો હતો.

સાસણ રેંજનાં આરએફઓ વનરાજસિંહ જાડેજા, વનપાલ સિસોદીયા, એમ.કે.ખેર, જે.ઇ. બકોત્રા, એચ.ઇ.ભેડા,જી.ઇ.ગોહિલ સહિતનાં સ્ટાફે તહેવાર દરમિયાન નાઇટ પેટ્રોલીંગ સઘન બનાવેલ. સાસણ રેંજની ભોજદેબીટ અને જુના વાણિયા બીટમાંથી 12 શખ્સોને ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરતાં ઝડપી લીધા હતાં અને 7 હજારનો દંડ વસુલ્યો હતો. તાલાલા રેંજનાં ઇન્ચાર્જ આરએફઓ અગ્રાવતનાં માર્ગદર્શન મુજબ ટીમોએ હરીપુરબીટ, જેપુરબીટ, હડમતીયાબીટનાં જંગલમાં ગેરકાયદેસર સિંહ દર્શન માટે ગયેલા શખ્સોને ઝડપી લઇ 32 હજારનો દંડ ફટકાર્યો હતો.
જયારે આંકોલવાડી રેંજમાં પણ એક ગુનો ગેરકાયદેસર જંગલમાં ઘુસવાનો નોંધાયો હોય, જેમની પાસેથી પણ વન વિભાગે દંડ વસુલ્યો હતો.વન્યપ્રાણી વર્તુળનાં સી.સી.એફ ડો. એ.પી.સીંગનાં નિર્દેશ મુજબ ગીર પ્રશ્ચિમ વન વિભાગનાં નાયબ વન સરક્ષક પ્રદિપસિંહનાં માર્ગદર્શન હેઠળ તાલાલા, સાસણ, આંકોલવાડી રેંજની ટીમોએ સતત પેટ્રોલીંગ કરી સપાટો બોલાવતાં સ્થાનિક ઇસમો ઝડપાઈ ગયા હતાં.

અબાબીલ ચકલીએ માટીનો માળો બનાવ્યો,ઘર ચકલીએ તેમા કરી લીધો કબજો


બચ્ચાની સુરક્ષા માટે લટકતો માળો બનાવે છે ઘરચકલી ઇંડા અને બચ્ચાની સુરક્ષાને લઇ વધુ સંવેદનશીલ હોય છે. ઘર ચકલી...
અબાબીલ ચકલીએ માટીનો માળો બનાવ્યો,ઘર ચકલીએ તેમા કરી લીધો કબજો
અબાબીલ ચકલીએ માટીનો માળો બનાવ્યો,ઘર ચકલીએ તેમા કરી લીધો કબજો
બચ્ચાની સુરક્ષા માટે લટકતો માળો બનાવે છે

ઘરચકલી ઇંડા અને બચ્ચાની સુરક્ષાને લઇ વધુ સંવેદનશીલ હોય છે. ઘર ચકલી ઘાસનો લટકતો માળો બનાવે છે. લટકતા માળા એટલા બજબુત હોય છે કે વરસાદ,તોફાનમાં પણ નીચે પડતા નથી અને સરળતાથી બચ્ચા જીવન પસાર કરે છે.

કેવીરીતે થાય છે બચ્ચાની સુરક્ષા ?

ઘરચકલીનો માળો ઉપરથી પહોંળો અને નીચેથી ગોળાકાર હોય છે.ઉતર તરફથી માળમાં આવા જવાનો રસ્તો હોય છે.નીચેની તરફ બે ભાગ હોય છે.એકમાં માદા ચકલી ઇંડા મુકે છે. ઇંડા વાળો ભાગ બંધ રહે છે જેથી શત્રુથી ઇંડા અને બચ્ચાની રક્ષા થઇ શકે અને માળો માદા અને નર ચકલી સાથે મળી માળો બનાવે છે.

જૂનાગઢ : ઘર ચકલી ઘાસનો માળો બનાવે છે અને અબાબીલ ચકલી માટીનો માળો બનાવે છે. અબાબીલ ચકલી પોતાનાં થુક અને ભીની માટીની મદદથી માળો બનાવે છે અને માળામાં ઇંડા મુકે છે. અબાબીલ ચકલીએ બનાવેલા માળામાં ઘર ચકલીએ કબજો કરી લીધો છે. ઘર ચકલી સામાન્ય રીતે ઘાસનાં માળામાં રહે છે. પરંતુ માળો બનાવવાની મહેનત કરવી પડે તે માટે અબાબીલ ચકલીનાં માળામાં કબજો કરી લીધો છે અને ઇંડા મુક્યાં છે.

ગિરનારની લીલી પરિક્રમાનાં રૂટનું સંતો, આગેવાનોએ નિરીક્ષણ કર્યુ


પરિક્રમામાં નવા નિયમ ઉમેરો, બ્રહ્મ મુહૂર્તમાં પરિક્રમાનો પ્રારંભ કરો 36 કિમીનાં રસ્તામાં ઘોડીઓ જોખમી ...
ગિરનારની લીલી પરિક્રમાનાં રૂટનું સંતો, આગેવાનોએ નિરીક્ષણ કર્યુ
ગિરનારની લીલી પરિક્રમાનાં રૂટનું સંતો, આગેવાનોએ નિરીક્ષણ કર્યુ
પરિક્રમામાં નવા નિયમ ઉમેરો, બ્રહ્મ મુહૂર્તમાં પરિક્રમાનો પ્રારંભ કરો

36 કિમીનાં રસ્તામાં ઘોડીઓ જોખમી

દેવદિવાળીથી શરૂ થતી ગિરનારની લીલી પરિક્રમાને લઇ વન વિભાગ અને વહિવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત સાધુ સમાજની આગેવાનીમાં સાધુ - સંતો અને આગેવાનોએ ગિરનારની લીલી પરિક્રમાનાં રૂટનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ કર્યા બાદ તંત્રને રજુઆત કરી હતી. રજુઆતમાં જણાવ્યું હતું કે, પરિક્રમાનાં રૂટ ઉપરનાં રસ્તાઓ રીપેર કરવા અને ખાસકરીને ધોડીવાળા માર્ગ ઉપર આવતા મોટા મોટા પથ્થરો દુર કરવાની જરૂર છે. માળવેલાની ધોડી ચડતા માર્ગમાં પથ્થરો છે જે દુર કરવાની જરૂર છે. નળપાણીની ધોડી ઉપર માર્ગની બાજુમાં આવતી મોટી ખાઇની બાજુમાં બેરીકેટ બાંધવી જેથી રાત્રીનાં સમયે યાત્રાળુ ભુલથી ખીણ તરફ જતા રહે નહી.ધોડી ઉતરતી વખતે ઢાળવાળા માર્ગ પણ રીપેર કરવા જરૂરી છે. ઉપરાંત વર્ષોથી પરંપરાગત યોજાતી પરીક્રમામાં કોઇ નવા નિયમો ઉમેરવા નહી અને પરિક્રમા વ્હેલી શરૂ કરવી નહી.દેવ દિવાળીનાં બ્રહ્મ મુહૂર્તમાં પરિક્રમાનો પ્રારંભ કરવો જોઇએ. પરિક્રમાનાં રૂટ નિરીક્ષણમાં તનસુખગીરી બાપુ, મેધાનંદજી, હરીદાસબાપુ, પ્રદિપ ખીમાણી, યોગી પઢિયાર, નિર્ભય પુરોહિત, પાર્થ ગણાત્રા, જયસુખભાઇ બુટાણી, મહેન્દ્રભાઇ લાડાણી, આરએફઓ જે.એ.મિયાત્રા, એસ. ડી. ટીલાળા સહિતનાં જોડાયા હતાં. તેમજ પરિક્રમા પુર્ણ કરી યાત્રાળુઓ ગિરનાર અને દાતાર જતા હોય છે. ત્યારે ગિરનાર પર્વત પર લાઇટ શરૂ કરવા માંગ છે. તેમજ ગીરનારનાં બે હજાર પગથીયે પાણીની ટાંકીઓ મુકવાની ખાસ જરૂર છે.

પરિક્રમામાં વધારાની ટ્રેન દોડાવવા માંગ

અન્નક્ષેત્રોને પ્રવેશ મળવો જોઇએ

અન્નક્ષેત્રોનેજરૂરી સુવિધા પુરી પાડવા અને તેમને સમયસર પ્રવેશ અને તેમને નિર્ધારીત કરેલા સ્થળો ઉપર જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં તંત્રે કનડગત કરવી. તમામ બાબતો ધ્યાને લેવી જોઇએ.

દુધ વ્યાજબી ભાવે મળી રહેવું જોઇએ

રૂટઉપર દહીં, દુધ, છાશ વગેરે વ્યાજબી ભાવે મળી રહે અને પરિવહન માટેની વ્યવસ્થા કરવી તેમજ કાળાબજાર થાય તેની કાળજી રાખવી. રૂટ પર યાત્રિકોને પરેશાની પડવી જોઇએ.

રૂટ પર પાણી મળી રહેવુ જોઇએ

પરિક્રમાનાંરૂટ ઉપર યાત્રાળુઓને પીવાનું પાણી મળી રહેવું જોઇએ. ધોડી ઉપર પીવાનાં પાણીની કોઇ વ્યવસ્થા હોતી નથી. તંત્રે કોઇ વૈકલ્પીક વ્યવસ્થા ઉભી કરવી જોઇએ.

જૂનાગઢનાં ગ્રોફેડ પાસે ઇનફાઇટમાં માસનું સિંહ બાળ મોતને ભેટ્યું

DivyaBhaskar News Network | Last Modified - Oct 24, 2017, 02:50 AM IST
કુદરતનો ક્રમ : નર સિંહ નર બચ્ચાને મારી નાખે : વનતંત્ર જૂનાગઢનાંગિરનાર દક્ષિણ ડુંગર રેન્જમાં ગ્રોફેડ મીલ...
જૂનાગઢનાં ગ્રોફેડ પાસે ઇનફાઇટમાં માસનું સિંહ બાળ મોતને ભેટ્યું
જૂનાગઢનાં ગ્રોફેડ પાસે ઇનફાઇટમાં માસનું સિંહ બાળ મોતને ભેટ્યું
કુદરતનો ક્રમ : નર સિંહ નર બચ્ચાને મારી નાખે : વનતંત્ર

જૂનાગઢનાંગિરનાર દક્ષિણ ડુંગર રેન્જમાં ગ્રોફેડ મીલ પાસેનાં રેવન્યુ વિસ્તારમાં ગત રાત્રીનાં નર સિંહે એક માસનાં નર સિંહ બાળને મારી નાખ્યું છે. ઇનફાઇટમાં સિંહ બાળનું મોત થયું છે. સામાન્ય રીતે કુદરતનાં ક્રમ મુજબ નરસિંહ નર બચ્ચાને મારી નાખે છે.

બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢનાં પ્લાસવા, પાદરીયા, ડુંગરપુર, ગ્રોફેડમિલ વિસ્તારમાં સિંહનો વસવાટ જોવા મળે છે. ગ્રોફેડ મિલની નજીક રેવન્યુ વિસ્તાર છે વિસ્તારમાં પણ વારંવર સિંહ પહોંચી જાય છે. હાલ વિસ્તારમાં સિંહ, સિંહણ અને બે બચ્ચા જોવા મળતા હતાં. રવિવારે મોડી રાત્રીનાં ઇનફાઇટમાં માસનાં નર સિંહનું મોત થયું હતું. ઘટનાનાં પગલે દક્ષિણ ડુંગર રેન્જનાં આરએફઓ જે.એ.મિયાત્રા અને સ્ટાફ દોડી ગયા હતાં અને મૃતસિંહ બાળનો કબજો સંભાળી પીએમ માટે સક્કરબાગમાં ખસેડ્યું હતું. અંગે આરએફઓ જે. એ. મિયાત્રાએ જણાવ્યું હતું કે, માસનાં સિંહ બાળનું મોત થયું છે. સામાન્ય રીતે કુદરતનાં ક્રમ મુજબ હંમેશા નર સિંહ નર સિંહ બાળને મારી નાખે છે.

સિંહ પરિવારનો માળો વિંખાયો

વિસ્તારમાં એક સિંહણ સાથે બે સિંહ બાળ હતાં જેમાંથી એક સિંહબાળનું ગત રાત્રીનાં મોત થયું છે. હવે એક સિંહણ અને સિંહબાળ રહયાં છે.

સિંહણને પગમાં ઇજા | ગ્રોફેડમિલ વિસ્તારમાં એક સિંહણને પગમાં ઇજા છે. સામાન્ય ઇજા કોઇ મુશ્કેલી નથી. વન વિભાગે જણાવ્યું હતું કે, સામાન્ય ઇજામાં સિંહ પોતાની જીભથી ચાંટી ઘા ભરતા હોય છે.

સક્કરબાગમાં 7 દિવસમાં 69 હજાર પ્રવાસીઓ આવ્યા

DivyaBhaskar News Network | Last Modified - Oct 24, 2017, 02:50 AM IST
સક્કરબાગને પ્રવાસીઅો થકી 12 લાખથી વધુની આવક થઇ દિવાળીનીરજા માણવા જૂનાગઢ અને સોરઠ આવતા પ્રવાસીઓ પૈકી ઘણા...
સક્કરબાગમાં 7 દિવસમાં 69 હજાર પ્રવાસીઓ આવ્યા
સક્કરબાગમાં 7 દિવસમાં 69 હજાર પ્રવાસીઓ આવ્યા
સક્કરબાગને પ્રવાસીઅો થકી 12 લાખથી વધુની આવક થઇ

દિવાળીનીરજા માણવા જૂનાગઢ અને સોરઠ આવતા પ્રવાસીઓ પૈકી ઘણા સક્કરબાગની મુલાકાત પણ લેતા હોય છે. જૂનાગઢમાં ફરવા નિકળ્યા હોય સિવાય દિવ, સાસણ કે સોમનાથથી પરત જતી વખતે જૂનાગઢમાં ખાસ સક્કરબાગ જોવા રોકાતા લોકોની સંખ્યા પણ ઓછી નથી હોતી.

જૂનાગઢનાં સક્કરબાગ ઝૂમાં છેલ્લા 7 દિવસમાં 69,045 થી વધુ પ્રવાસીઓ નોંધાયા છે. અને તેઓ થકી સક્કરબાગ ઝૂને 12 લાખથી વધુની આવક થઇ છે. એમ ઝૂનાં આરએફઓ કે. કે. રાયજાદાએ જણાવ્યું હતું. જૂનાગઢ આવતા પ્રવાસીઓ માટે ઉપરકોટ, અશોકનો શિલાલેખ, સક્કરબાગ ઝૂની મુલાકાત લે છે. જેમાં સૌથી વધુ આકર્ષણ સક્કરબાગ ઝૂનું હોય છે. કારણકે, સહેલાણીઓના ગૃપનાં બાળકોને અહીં સૌથી વધુ મજા પડી જાય છે. પાંજરામાં પૂરાયેલા સિંહ-દિપડા-વાઘ-રીંછ સહિતનાં પ્રાણીઓને જોઇ નાના બાળકો હેરત પામી જતા હોય છે. તો કેટલાય બાળકો પાંજરા પાસે સેલ્ફી લેવાનો કે ગૃપ ફોટો પડાવવાનો આનંદ પણ માણતા હોય છે. સહેલાણીઓનું એક ગૃપ અહીં ઓછામાં ઓછું 3 કલાક તો રોકાય છે. વન્ય પ્રાણીઓ વિશેની અવનવી જાણકારી વિશેનાં પુસ્તકો, મધ, ટીશર્ટ, જંગલ કેપ, સહિતની ચીજવસ્તુઓની પણ કેટલાય અહીંની શોપ પરથી ખરીદી કરી જૂનાગઢની યાદગિરી સાથે લઇ જતા હોય છે. હજુ લાભપાંચમ સુધી સકકરબાગ ઝુમાં પ્રવાસીનો ટ્રાફિક જોવા મળશે.

તા. 22 ઓક્ટો. ને રવિવારે છેલ્લા 7 દિવસમાં સૌથી વધુ 17,793 પ્રવાસીઓ નોંધાયા હતા. અને તેમના થકી રૂ. 3,49,520 ની આવક ઝૂને થઇ હતી.

સૌથી વધુ પ્રવાસીઓ રવિવારે આવ્યા

વાઘ બારસથી પ્રવાસીઓની વધ્યા

તારીખસંખ્યા

16-10-2017 2723

17-10-2017 1753

19-10-2017 3802

20-10-2017 16,614

21-10-2017 14,358

22-10-2017 17,793

23-10-2017 12,000 થી વધુ

કુલ 69,045 થી વધુ

ચોરવાડ પાસે વિફરેલી સિંહણે વનકર્મી સહિત બેને કર્યા ઘાયલ


Bhaskar News, Chorvad | Last Modified - Oct 23, 2017, 02:08 AM IST
ધોરીવાવ વાડી વિસ્તારની ઘટના, સિંહબાળ વિખુટા પડતા ભૂરાઇ થઇ
ચોરવાડ: ચોરવાડ વાડી વિસ્તારમાં સિંહબાળથી વિખુટી પડેલી સિંહણે બે વ્યકિત પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ અંગેની જાણવા મળતી વિગતો મુજબ ચોરવાડ પંથકનાં ખેરા ગામે બે દિવસ પહેલા સિંહ પરિવારે પશુનું મારણ કર્યુ હતું. બાદમાં સિંહણ અને બે સિંહબાળ ચોરવાડ વાડી વિસ્તાર ધોરીવાવમાં ચઢી આવ્યાં હતાં. જયાંથી બે સિંહબાળ વિખુટા પડી ગયાં હતાં.
આ વિસ્તારમાં સિંહણ દેખાતા લોકો જોવા માટે દોડી ગયા હતાં અને ગુસ્સે ભરાયેલી સિંહણે લોકોનાં ટોળામાંથી વનકર્મી હરદાસ વાસા રબારી તથા રમેશ માવજી ભદ્રેશા પર હુમલો કરી ઇજા પહોંચાડયાનું આરએફઓ શીલુએ જણાવ્યું હતું. આ બંનેને સારવાર અર્થે ચોરવાડ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.

હિરણ-2 ડેમની ઉંચાઇ 1 મીટર વધારાઇ, 52 ગામને બે વર્ષ સુધી પીવાનું પાણી મળી રહેશે

DivyaBhaskar News Network | Last Modified - Oct 23, 2017, 02:45 AM IST
જૂનાગઢ | તાલાલાનાં ઉમરેઠી ગામમાં આવેલો હિરણ ડેમ 1976-77માં બનાવવામાં આવ્યો છે. હાલ ડેમમાંથી સુત્રાપાડા અને વેરાવળ...
હિરણ-2 ડેમની ઉંચાઇ 1 મીટર વધારાઇ, 52 ગામને બે વર્ષ સુધી પીવાનું પાણી મળી રહેશે
હિરણ-2 ડેમની ઉંચાઇ 1 મીટર વધારાઇ, 52 ગામને બે વર્ષ સુધી પીવાનું પાણી મળી રહેશે
જૂનાગઢ | તાલાલાનાં ઉમરેઠી ગામમાં આવેલો હિરણ ડેમ 1976-77માં બનાવવામાં આવ્યો છે. હાલ ડેમમાંથી સુત્રાપાડા અને વેરાવળ તાલુકાનાં 52 ગામને પીવાનું પાણી આપવામાં આવે છે. તેમજ સિંચાઇ માટે પણ પાણીનો ઉપયોગ થાય છે. ઉપરાંત બે ખાનગી કંપનીઓને પાણી આપવામાં આવી રહ્યું છે. વિશાળ ડેમનાં પાળાની ઉંચાઇ વધારવામાં આવી છે. એક મીટર પાળાની ઉંચાઇમાં વધારો કરવામાં આવ્યો છે. તેની પાછળ 1.50 કરોડનો ખર્ચ થયો છે. ચાલુ વર્ષે ડેમ 32 ફુટ ભરવામાં આવ્યો છે. જેનાથી 52 ગામને બે વર્ષ સુધી પીવાનું પાણી મળી રહેશે. તસ્વીર- જીતેન્દ્ર માંડવીયા

એક વર્ષ કામ ચાલ્યું

19 ગામની જમીનનાં તળ ઉંચા આવ્યા

ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવા યાત્રાધામ વિકાસ બોર્ડનો મુખ્યમંત્રીને પત્ર

DivyaBhaskar News Network | Last Modified - Oct 19, 2017, 02:55 AM IST
નાના-મોટા તીર્થક્ષેત્રોનું સંકલન કરીને ગિરનાર પ્રદેશ યાત્રિકો માટે સુવિધાયુક્ત બનાવવાની નેમ વ્યક્ત કરી ...
ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવા યાત્રાધામ વિકાસ બોર્ડનો મુખ્યમંત્રીને પત્ર
ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવા યાત્રાધામ વિકાસ બોર્ડનો મુખ્યમંત્રીને પત્ર
નાના-મોટા તીર્થક્ષેત્રોનું સંકલન કરીને ગિરનાર પ્રદેશ યાત્રિકો માટે સુવિધાયુક્ત બનાવવાની નેમ વ્યક્ત કરી

ગિરનારરોપ-વેની કામગિરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. અને જૂનાગઢ શહેરમાં પ્રવાસન ઉદ્યોગનાં વિકાસની તકો હરણફાળ ભરનાર છે. ત્યારે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ચેરમેને ગિરનાર ક્ષેત્રનાં સંકલિત વિકાસ માટે ખાસ સત્તા મંડળની રચના કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ચેરમેન રાજુભાઇ ધ્રુવે જૂનાગઢ જિલ્લાનાં યાત્રાધામોનો સંકલિત વિકાસ થાય માટે ગિરનાર ડેવલપમેન્ટ અને ઓથોરિટી બોર્ડની રચના કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવ્યો છે. તેમણે માટે આપેલા કારણોમાં જણાવ્યું છે કે, જૂનાગઢ જિલ્લાને કુદરતે અફાટ અને અવર્ણનીય સૌંદર્ય આપ્યું છે. જિલ્લામાં અતિ પ્રાચીન, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા નાના-મોટા અસંખ્ય યાત્રાધામો આવેલા છે. જેમાં હિંદુ, જૈન અને મુસ્લિમ ધર્મનાં ધર્મસ્થળો સામેલ છે. યાત્રાધામોમાં ટ્રસ્ટ, વ્યક્તિગત અને વહિવટીતંત્ર સંચાલિત ધર્મસ્થાનકોનો સમાવેશ થાય છે. રીતે જિલ્લામાં 45 કિમીની ત્રિજીયામાં નાના-મોટા મંદિરો આવેલા છે. તેનો સંકલિત અને સામુહિક રીતે સુગ્રથિત વિકાસ કરવા અને યાત્રિકોની સુવિધાની જાળવણી, સ્વચ્છતા અને સંરક્ષણ માટે ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી બોર્ડ અથવા ગિરનાર વિકાસ સત્તામંડળ જેવી સ્વાયત્ત ઓથોરિટીની રચના કરવી જોઇએ. ગુજરાતનાં મોટા યાત્રાધામો જેવા કે દ્વારકા, અંબાજી, વગેરે સ્થળોએ ધાર્મિક ટ્રસ્ટનાં ચેરમેન કલેક્ટર હોય છે. અને વહિવટદાર નાયબ કલેક્ટર હોય છે. જ્યારે દેશનાં અન્ય રાજ્યોમાં આવેલા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ, તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમાંથી પણ ઉપયોગી બાબતો લઇ ગિરનાર વિકાસ સત્તામંડળની રચના કરી સમગ્ર પ્રદેશનો સંપૂર્ણ વિકાસ કરી શકાય એમ છે.

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ચેરમેને ગિરનાર ક્ષેત્રનાં સંકલિત વિકાસ માટે ખાસ સત્તા મંડળની રચના કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

સચિવ કક્ષાનાં અધિકારીનાં વડપણ હેઠળ રચના કરો

રાજુભાઇએપોતાના પત્રમાં સચિવ કક્ષાનાં ઉચ્ચ અધિકારીનાં વડપણ હેઠળ સત્તા મંડળની રચના કરવા પણ સુચન કર્યું છે. જેથી તીર્થધામોનાં વિકાસને સ્પર્શતા કેન્દ્ર-રાજ્યનાં વિવિધ વિભાગો સાથે સંકલન સાધી કામગિરી કરી શકે. માટે યોગ્ય ફંડની ફાળવણી કરવાની પણ માંગણી કરી છે.

મોદીનાકાર્યકાળમાં જાહેરનામું બહાર પડ્યું હતું

ગિરનારડેવલપમેન્ટ ઓથોરિટીની રચના માટેનું જાહેરનામું થોડા વર્ષો પહેલાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા વખતે બહાર પણ પાડવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ કોઇ કાર્યવાહી નહોતી થઇ.

સિંહ દર્શન માટે જંગલ ખુલ્યું, 8 દિવસ ઓનલાઇન પરમીટ ફૂલ


િંહ દર્શન દરમિયાન નિયમનું પાલન થાય અને કચરા પ્લાસ્ટિક મુક્ત જંગલમાં વન વિભાગને સહકાર આપે તેવી પણ અપીલ કરાઇ છે.
સિંહ દર્શન માટે જંગલ ખુલ્યું, 8 દિવસ ઓનલાઇન પરમીટ ફૂલ
સિંહ દર્શન માટે જંગલ ખુલ્યું, 8 દિવસ ઓનલાઇન પરમીટ ફૂલ
તાલાલા: ગીર જંગલમાં વસવાટ કરતાં વનરાજોનું ચાર માસનું વેકેશન સોમવારે પૂર્ણ થતાં જંગલમાં સિંહ દર્શન કરવા પ્રવાસીઓ માટે જંગલનાં દ્વાર ખોલવામાં આવેલ. સવારે 6 વાગ્યાની પ્રથમ ટ્રીપ માટે આવેલા પ્રવાસીઓનું સાસણ વન્યપ્રાણી વર્તુળનાં ડીસીએફ ડો.રામરતન નાલા અને એસીઅેફ અપારનાથી સહિતનાં અધિકારીઓએ મોં મીઠા કરાવી સ્વાગત કર્યુ હતું અને પ્રવાસીઓને જંગલમાં રવાના કર્યા હતાં. સાસણ દેશ વિદેશનાં ટુરીસ્ટો માટે ફેવરીટ પર્યટન સ્થળ બની ચુક્યું હોય ગતવર્ષે 5 લાખથી વધુ ટુરીસ્ટોઓએ સિંહ દર્શન કર્યા હતાં. સાસણનાં સરપંચ જુમાભાઇ કટીયાએ પણ પ્રવાસીઓને આવકાર્યા હતાં. સિંહ દર્શન દરમિયાન નિયમનું પાલન થાય અને કચરા પ્લાસ્ટિક મુક્ત જંગલમાં વન વિભાગને સહકાર આપે તેવી પણ અપીલ કરાઇ છે.

પરિક્રમામાં પ્લાસ્ટિક લઇને ન જતાં, નરસિંહ મહેતાનાં નામે પાઠશાળા, ગૌશાળા, વ્યાયામ શાળા બનાવજો

DivyaBhaskar News Network | Last Modified - Oct 16, 2017, 03:45 AM IST
દામોદરકુંડ સ્વચ્છ રાખજો : મોરારીબાપુ નરસૈયાનીભૂમિમાં છેલ્લા 9 દિવસથી ચાલતી રામ કથા આજે પુર્ણ થઇ છે. માનસ નાગર...
પરિક્રમામાં પ્લાસ્ટિક લઇને જતાં, નરસિંહ મહેતાનાં નામે પાઠશાળા, ગૌશાળા, વ્યાયામ શાળા બનાવજો
દામોદરકુંડ સ્વચ્છ રાખજો : મોરારીબાપુ

નરસૈયાનીભૂમિમાં છેલ્લા 9 દિવસથી ચાલતી રામ કથા આજે પુર્ણ થઇ છે. માનસ નાગર કથાનાં અંતિમ દિવસે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. મોરારી બાપુએ કથાનાં અંતિમ દિવસે કહ્યુ હતું કે દામોદરકુંડને શુદ્ધ રાખજો તેમનાં અસ્થિ પધરાવો ફકત પ્રશંગોચીત એક ફુલ પધરાવી વૈદીક વિધી સાચવી લેવી. આસપાસનાં દુકાનવાળા અને કર્મકાંડ કરતા બ્રાહ્મણોએ પણ કુંડની સ્વચ્છતાનું ધ્યાન રાખવુ પડશે. આગામી ગિરનાર પરિક્રમામાં યાત્રીકો જંગલમાં પ્લાસ્ટિક લઇને જાય તેની કાળજી રાખે. જૂનાગઢ શહેરમાં નરસિંહ મહેતાનાં નામે પાઠશાળા, ગૌ શાળા, વ્યાયામ શાળા, ભોજન શાળા અને ધર્મશાળા બનાવજો અને પાવન કાર્યમાં તલગાજરડા દ્વારા રૂ.1-1 લાખ અર્પણ કરવાનો સંકલ્પ લીધો હતો. મોરારી બાપુએ વધુમાં જણાવ્યુ હતું કે નિયતીએ કરેલા કાર્યો માણસે કરવા પડશે. હજુ્ય કયાંક ગિરી તળેટીમાં નરસિંહ કરતાલો વાગે છે. ભકતિ કરવામાં આપણી કોઇ ઇચ્છા કે અપેક્ષા હોવી જોઇએ. ભગવાન જે આપે છે તે બધુ લઇલો તેને પ્રેમ કહેવાય. રામાયણમાં નાગરની વ્યાખ્યા છે નિશાન ચુંકવુ તે નાગરત્વ છે રામ નામ ફળ છે તે સાધન નથી. જેનું અંગે અંગ બીજાનાં કામમાં આવે તેને આમ કહેવાય. જે મંદિરમાંથી માણસને જાકારો થાય તે મંદિરની ધ્વજા ફરકતી નથી ફફડે છે. અત્યારે ઉંચા મંદિરો બાંધવાની હરિફાઇ થાય છે.

શ્રોતાઓને દિવાળીની શુભેચ્છા પાઠવી

મોરારીબાપુએ બધા શ્રોતાઓને આગામી દિવાળીની શુભેચ્છા પાઠવી હતી અને કથાનાં અંતમાં બ્રાહ્મણોનાં વૈદિક મંત્રોચ્ચાર સાથે રામ કથા માનસ નાગરની પુર્ણાહુતિ થઇ હતી.

એશિયાટીક સિંહોનાં આશ્રય સ્થાન ગીર જંગલનાં દ્વાર 16 ઓકટોબરથી ખુલશે

Jitendra Mandaviya, Talala | Last Modified - Oct 14, 2017, 01:59 AM IST
દેવળીયા પરીચય ખંડમાં વનવિભાગની બસો દ્વારા પ્રવાસીઓને સિંહ દર્શન કરાવાય છે
એશિયાટીક સિંહોનાં આશ્રય સ્થાન ગીર જંગલનાં દ્વાર 16 ઓકટોબરથી ખુલશે
એશિયાટીક સિંહોનાં આશ્રય સ્થાન ગીર જંગલનાં દ્વાર 16 ઓકટોબરથી ખુલશે
તાલાલા: ગીરનાં જંગલમાં આશ્રમ સ્થાન બનાવી વિચરતી એશિયાટીક સિંહ પ્રજાતીનાં દર્શન કરવા પ્રવાસીઓ માટે આગામી 16 ઓકટોબરથી ગીર જંગલનાં દ્વાર ખુલ્લા મુકાશે. 16 જૂનથી 15 ઓકટોબર સિંહ પ્રજાતીનો સંવનકાળનો તબકકો ગણાતો હોય ચાર માસ જંગલમાં કોઇને પ્રવેશ અપાતો નથી.
ચાર માસ વનરાજોનું વેકેશન રહેતુ હોય તે વેકેશન 16 ઓકટોબરનાં પુરૂ થશે અને દેશ-વિદેશનાં પ્રવાસીઓ સાસણ સેન્ચુરીમાં અને ગીર પરીચય ખંડ દેવળીયામાં સિંહ દર્શન કરી શકશે. સાસણ (ગીર) ખાતે વનવિભાગ દ્વારા ઓપન સેન્ચુરીમાં દિવસનાં ત્રણ તબકકામાં પરમીટો ઓનલાઇન આપી સિંહ દર્શન કરાવાય છે અને દેવળીયા પરીચય ખંડમાં વનવિભાગની બસો દ્વારા પ્રવાસીઓને સિંહ દર્શન કરાવાય છે.
સાસણ વન્ય પ્રાણી વિભાગનાં નાયબ વન સંરક્ષ્ક ડો.રામરત્ન નાલાએ જણાવેલ કે 15 જૂન 2017 અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ થયું ત્યાં સુધીમાં આઠ માસમાં એક લાખ છવીસ હજાર આઠસો ચુમાલીસ લોકોએ અભ્યારણ્યમાં સિંહ દર્શન કરેલ. જયારે દેવળીયા પરીચય ખંડમાં ત્રણ લાખ ત્રાણું હજાર ચારસો પ્રવાસી મળી કુલ પાંચ લાખ વીસ હજાર પ્રવાસીઓએ સાસણ- દેવળીયા ખાતે સિંહ દર્શન કરેલ અને પ્રવાસીઓ પાસેથી સિંહ દર્શન માટે સરકાર દ્વારા નિયત કરેલા ચાર્જ મુજબથી સાડા દસ કરોડ રૂપિયાની આવક વન વિભાગને થવા પામેલ. સાસણ ખાતે પ્રવાસીઓની સંખ્યામાં દર વર્ષે વધારો થતો રહે છે.

દીપડો રૂમમાંથી 1 વર્ષની બાળકીને ઉપાડી ગયો

DivyaBhaskar News Network | Last Modified - Oct 13, 2017, 03:00 AM IST

જૂનાગઢતાલુકાનાં સોડવદર ગામની સીમમાં રહેતા પરપ્રાંતીય મજૂર પરિવારની 1 વર્ષની પુત્રીને દિપડો મધરાત્રે ઉપાડી ગયો...
દીપડો રૂમમાંથી 1 વર્ષની બાળકીને ઉપાડી ગયો
જૂનાગઢતાલુકાનાં સોડવદર ગામની સીમમાં રહેતા પરપ્રાંતીય મજૂર પરિવારની 1 વર્ષની પુત્રીને દિપડો મધરાત્રે ઉપાડી ગયો હતો. ખખડાટ થતાં માતા-પિતા જાગી ગયા હતા. અને તેની પાછળ દોડે એટલી વારમાં દિપડો બાળકીને ઉપાડી ગયો હતો. પરપ્રાંતીય દિપકભાઇએ ગરમી રહેતી હોઇ રૂમનું બારણું ખુલ્લું રાખીને સુતા હતા. એવામાં દિપડો રૂમમાં ઘૂસી ઘોડીયામાંથી 1 વર્ષની પુત્રી દક્ષાને ઉઠાવી ગયો હતો.

સીમમાં સિહણે માણી વાછરડીની મિજબાની, જુઓ સિંહણના લાઇવ દ્રશ્યો

Jayesh Gondhia, Una | Last Modified - Oct 11, 2017, 06:54 PM IST
ઉનાઃ ગીર ગઢડા તાલુકાના જંગલ વિસ્તારને અડીને આવેલા આસપાસના ગામોમાં સિંહ પરિવારના આટાફેરા અને મારણની ઘટનાઓ અવાર-નવાર બનતી રહે છે. જાણે કે જગંલની સીમના ખેડૂતો અને સિંહો વચ્ચે કોઇ અનોકો નાતો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળે છે. ત્યારે ગીર ગઢડા તાલુકાના ફરેડા ગામે એક સિંહણે વાછરડીનું મારણ કરી મિજબાની માણી રહી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થઇ ગયા હતા.
ફરેડા ગામે રહેતા ભરત ગીગાભાઇની વાડીમાં જંગલની રાણી એવી સિંહણ આવી ચઢી હતી, તેણે દીલધડક રીતે વાછરડીનું મારણ કર્યું હતું અને મિજબાની માણી હતી. આ વાતની જાણ થતાં આસપાસના લોકો ત્યાં આવી ચઢ્યા હતા અને સિંહણને મિજબાની માળતી નિહાળવાનો લ્હાવો લીધો હતો, તેમજ એ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી હતી.

મંડલીકપુરમાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું

DivyaBhaskar News Network | Last Modified - Oct 13, 2017, 02:55 AM IST
બિલખાપાસેનાં મંડલીકપુર ગામમાં ગત રાત્રીનાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું. જેના પગલે ગામમાં ભયનો માહોલ...
મંડલીકપુરમાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું
બિલખાપાસેનાં મંડલીકપુર ગામમાં ગત રાત્રીનાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું. જેના પગલે ગામમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. બનાવની મળતી વિગત મુજબ બિલખા નજીકનાં મંડલીકપુર ગામે ગત રાત્રીનાં દીપડો આવી ચઢ્યો હતો અને હિમતભાઇ બચુભાઇ ભાટીનાં ઘરે ફળીયામાં બાંધેલ વાછરડા ઉપર હુમલો કર્યો હતો. જેમાં વાછરડાનું મોત થયુ હતુ. ગામમાં અવાર-નવાર દીપડો આવી ચઢે છે.

મોરારિબાપુએ 7 ફૂટ દૂરથી કર્યા સિંહના દર્શન, હાઇકોર્ટમાં અરજી

divyabhaskar.com | Last Modified - Oct 11, 2017, 10:25 AM IST
મોરારી બાપુ અને વન વિભાગના અધિકારીઓ વિરુદ્ધ ગેરકાયેદસર સિંહ દર્શન કર્યાની અરજી દાખલ કરવામાં આવી છે
 
સાત ફૂટ દૂર સિંહ દેખાતા બાપુ એક સ્થળે બેસી ગયા
જૂનાગઢઃ પ્રખર રામાયણી પૂ. મોરારિબાપુની રામકથા હાલ જૂનાગઢમાં ચાલી રહી છે, ત્યારે તેઓ ડુંગરપુર વિસ્તારમાં જંગલમાં વિહરી રહ્યાં હતા ત્યારે તેમનાથી સાત ફૂટ દૂર એક સાવજ રસ્તા વચ્ચે નિદ્રાધીન અવસ્થામાં હતો. બાપુએ પણ એ ઘડીને નિહાળવા માટે ત્યાં જ આસન જમાવી દીધું હતું અને સિંહને નિદ્રામાં કોઇ વિક્ષેપ ન પડે તેવું કર્યું હતું. જોકે, થોડીવારમાં સિંહને ત્યાંથી તગેડી દેવામાં આવ્યો હતો અને બાદમાં બાપુ પણ પોતાના માર્ગે આગળ વધી ગયા હતા. બાપુ અને સિંહની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. જોકે, હવે એવા સમાચાર આવી રહ્યાં છે કે મોરારિબાપુ અને વન વિભાગના અધિકારીઓ વિરુદ્ધ ગેરકાયેદસર સિંહ દર્શન કર્યાની અરજી દાખલ કરવામાં આવી છે.
માહિતી અનુસાર પોરબંદરના વકીલ ભનુ આડોદરાએ ગુજરાત હાઇકોર્ટ અને તકેદારી વિભાગમાં અરજી કરી છે, જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છેકે, કથાકાર મોરારિબાપુએ જૂનાગઢના ગીર અભ્યારણમાં ગેરકાયેદસર સિંહ દર્શન કર્યા છે. બાપુને ગેરકાયેદસર સિંહ દર્શન કરાવનાર વન વિભાગના અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. નોંધનીય છે કે, સિંહને નિહાળ્યો હોવાનો ઉલ્લેખ બાપુએ પોતાની ચાલી રહેલી રામકથા દરમિયાન પણ કર્યો હતો અને કહ્યું હતું કે મારી ઇચ્છા સાવજની નજીક જવાની હતી, પરંતુ મને કોઇએ જવા દીધો નહીં. જો મને જવાની તક મળી હોત તો હું સિંહ પર હાથ ફેરવત.
જો કાલ સુધીમાં જવાબ નહીં આવે તો અમદાવાદ જઇશઃ ભનુ ઓડેદરા
ગેરકાયદેસર સિંહ દર્શનને લઇને કરેલી અરજી અંગે વકીલ ભનુ ઓડેદરાએ divyabhaskar.comને જણાવ્યું હતું કે, જે વિસ્તારમાં મોરારિ બાપુએ સિંહ દર્શન કર્યું છે એ પ્રતિબંધિત વિસ્તાર છે, 19 ઓક્ટોબર સુધી ત્યાં જવાની, ઉતરવાની મનાઇ છે, છતાં પણ સિંહ દર્શન કરાવવામાં આવ્યું છે, જે નિયમોનો ભંગ છે. જો કાલ સુધીમાં મને કોઇ જવાબ નહીં મળે તો હું અમદાવાદ જઇશ.

જૂનાગઢની કિંડ્સ કિંગ્ડમ સ્કૂલના બાળકોને બડર્સ એન્ડ એનીમલ પ્રોજેક્ટ અંતર્ગત

DivyaBhaskar News Network | Last Modified - Oct 10, 2017, 05:50 AM IST
જૂનાગઢની કિંડ્સ કિંગ્ડમ સ્કૂલના બાળકોને બડર્સ એન્ડ એનીમલ પ્રોજેક્ટ અંતર્ગત સક્કરબાગ ઝૂની મુલાકાતે લઇ જવામાં...
જૂનાગઢની કિંડ્સ કિંગ્ડમ સ્કૂલના બાળકોને બડર્સ એન્ડ એનીમલ પ્રોજેક્ટ અંતર્ગત
જૂનાગઢની કિંડ્સ કિંગ્ડમ સ્કૂલના બાળકોને બડર્સ એન્ડ એનીમલ પ્રોજેક્ટ અંતર્ગત
જૂનાગઢની કિંડ્સ કિંગ્ડમ સ્કૂલના બાળકોને બડર્સ એન્ડ એનીમલ પ્રોજેક્ટ અંતર્ગત સક્કરબાગ ઝૂની મુલાકાતે લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં બાળકોને પ્રાણીઓ અને પક્ષીઓ વિશેની વિશેષતાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. બાળકોએ ગમ્મત સાથે જ્ઞાન મેળવ્યું હતું અને બાળકોએે બડર્સ અને એનીમલ્સને રૂબરૂ નિહાળીને મજા માણી હતી.