વન વિભાગ દીપડીને પાંજરે પૂરવામાં નિષ્ફળ નીવડતાં શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે
રાજુલાઃ રાજુલા શહેરમાં દીપડીના આંટાફેરાથી સ્થાનિક રહિસોમાં
ભયનો માહોલ ફેલાયો છે. તાજેતરમાં દીપડી રોડ ક્રોસ કરી રહી હતી એ ઘટના
સીસીટીવીમાં કેદ થઇ હતી, જોકે વન વિભાગ દીપડીને પાંજરે પૂરવામાં નિષ્ફળ
નીવડતાં શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અમરેલી
જિલ્લાના દરિયા કાંઠે આવેલા રાજુલા શહેરના છતડીયા રોડ સ્થિત એક વાડીમાં એક
દીપડી અને બે બચ્ચા આવી ચઢ્યા હતા. આ અંગે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી
હતી. વન વિભાગ દ્વારા છેલ્લા પાંચ દિવસથી અહીં પાંજરું મૂકવામાં આવ્યું
હોવા છતાં વિભાગ દીપડીને કેદ કરવામાં નિષ્ફળ રહ્યું છે. તેવામાં વાડીની
નજીક આવેલી એક ઓફિસના સીસીટીવીમાં દીપડી રોડ ક્રોસ કરી પસાર થઇ રહી હોવાની
ઘટના કે થઇ છે. બીજી તરફ વન વિભાગ માત્ર પાંજરું મૂકીને પોતાની
જવાબદારીમાંથી છટકી ગયું હોવાનું લોકોને લાગી રહ્યું છે અને લોકોમાં રોષ
જોવા મળી રહ્યો છે.
રાજુલાનો છતડીયા રોડ 24 કલાક ધમધમતો વિસ્તાર છે અહીં 5થી વધુ ખાનગી
સ્કૂલો પણ આવેલી છે, અનેક નામાંકિત રેસિડન્ટ વિસ્તારો આવેલા છે, દરરોજ રોડ
ક્રોસ કરવાના સમયે દીપડીને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડે છે, જેના કારણે
સ્થાનિક લોકો પણ પરેશાન છે, અહીં રૃચિતભાઈ પટેલની વાડીમાં કામ કરી રહેલા ખેડૂત પણ દીપડીના આંટાફેરાથી ધ્રુજી ઉઠ્યા છે. - સ્થાનિક રહીશ રાજુલા શહેર
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે અહીં દીપડીના આંટાફેરાથી સ્થાનિક
સોસાયટી વિસ્તારમાં ભારે ભય ફેલાયો છે વનવિભાગ ગંભીરતા દાખવી તાત્કાલિક
દીપડી અને તેના પરિવારને પાંજરે પુરી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવે
તેવી માંગ ઉઠી છે. - ખેડૂત સ્થાનિક રાજુલા
No comments:
Post a Comment