સક્કરબાગને પ્રવાસીઅો થકી 12 લાખથી વધુની આવક થઇ
દિવાળીનીરજા માણવા જૂનાગઢ અને સોરઠ આવતા પ્રવાસીઓ પૈકી ઘણા...
દિવાળીનીરજા માણવા જૂનાગઢ અને સોરઠ આવતા પ્રવાસીઓ પૈકી ઘણા સક્કરબાગની મુલાકાત પણ લેતા હોય છે. જૂનાગઢમાં ફરવા નિકળ્યા હોય સિવાય દિવ, સાસણ કે સોમનાથથી પરત જતી વખતે જૂનાગઢમાં ખાસ સક્કરબાગ જોવા રોકાતા લોકોની સંખ્યા પણ ઓછી નથી હોતી.
જૂનાગઢનાં સક્કરબાગ ઝૂમાં છેલ્લા 7 દિવસમાં 69,045 થી વધુ પ્રવાસીઓ નોંધાયા છે. અને તેઓ થકી સક્કરબાગ ઝૂને 12 લાખથી વધુની આવક થઇ છે. એમ ઝૂનાં આરએફઓ કે. કે. રાયજાદાએ જણાવ્યું હતું. જૂનાગઢ આવતા પ્રવાસીઓ માટે ઉપરકોટ, અશોકનો શિલાલેખ, સક્કરબાગ ઝૂની મુલાકાત લે છે. જેમાં સૌથી વધુ આકર્ષણ સક્કરબાગ ઝૂનું હોય છે. કારણકે, સહેલાણીઓના ગૃપનાં બાળકોને અહીં સૌથી વધુ મજા પડી જાય છે. પાંજરામાં પૂરાયેલા સિંહ-દિપડા-વાઘ-રીંછ સહિતનાં પ્રાણીઓને જોઇ નાના બાળકો હેરત પામી જતા હોય છે. તો કેટલાય બાળકો પાંજરા પાસે સેલ્ફી લેવાનો કે ગૃપ ફોટો પડાવવાનો આનંદ પણ માણતા હોય છે. સહેલાણીઓનું એક ગૃપ અહીં ઓછામાં ઓછું 3 કલાક તો રોકાય છે. વન્ય પ્રાણીઓ વિશેની અવનવી જાણકારી વિશેનાં પુસ્તકો, મધ, ટીશર્ટ, જંગલ કેપ, સહિતની ચીજવસ્તુઓની પણ કેટલાય અહીંની શોપ પરથી ખરીદી કરી જૂનાગઢની યાદગિરી સાથે લઇ જતા હોય છે. હજુ લાભપાંચમ સુધી સકકરબાગ ઝુમાં પ્રવાસીનો ટ્રાફિક જોવા મળશે.
તા. 22 ઓક્ટો. ને રવિવારે છેલ્લા 7 દિવસમાં સૌથી વધુ 17,793 પ્રવાસીઓ નોંધાયા હતા. અને તેમના થકી રૂ. 3,49,520 ની આવક ઝૂને થઇ હતી.
સૌથી વધુ પ્રવાસીઓ રવિવારે આવ્યા
વાઘ બારસથી પ્રવાસીઓની વધ્યા
તારીખસંખ્યા
16-10-2017 2723
17-10-2017 1753
19-10-2017 3802
20-10-2017 16,614
21-10-2017 14,358
22-10-2017 17,793
23-10-2017 12,000 થી વધુ
કુલ 69,045 થી વધુ
No comments:
Post a Comment