લીલીયા બૃહદગીરમા પાછલા દોઢેક દાયકાના સમયથી મોટી સંખ્યામા સિંહો કાયમી રહેઠાણ બનાવી વસવાટ કરી રહ્યાં છે
લીલીયા: લીલીયા બૃહદગીરમા પાછલા દોઢેક દાયકાના સમયથી મોટી
સંખ્યામા સિંહો કાયમી રહેઠાણ બનાવી વસવાટ કરી રહ્યાં છે અને સાવજોની
સંખ્યામા પણ વધારો થઇ રહ્યો છે. અહી ક્રાંકચ પંથકમા પાંચ અને લુવારીયા
ગામની વિડીમા ત્રણ સિંહબાળનો કિલકિલાટ જોવા મળી રહ્યો છે.
ક્રાંકચના શેત્રુજી કાંઠામા એક માદાએ બે સિંહબાળ અને એક માદાએ ત્રણ
સિંહબાળને જન્મ આપ્યા છે જે મળીને હાલ પાંચ સિંહબાળને જન્મ આપ્યો છે જયારે
અંટાળીયા લુવારીયા વીડીમા એક સિંહણે ત્રણ સિંહબાળને જન્મ આપ્યા છે. લીલીયા
બૃહદગીરમા એક સાથે આઠ સિંહબાળનો વધારો થતા સ્થાનિક લોકોને સિંહબાળનો
કિલકિલાટ સાંભળવા મળી રહ્યો છે.
No comments:
Post a Comment