Tuesday, October 31, 2017

ગિરનારની લીલી પરિક્રમાનાં રૂટનું સંતો, આગેવાનોએ નિરીક્ષણ કર્યુ


પરિક્રમામાં નવા નિયમ ઉમેરો, બ્રહ્મ મુહૂર્તમાં પરિક્રમાનો પ્રારંભ કરો 36 કિમીનાં રસ્તામાં ઘોડીઓ જોખમી ...
ગિરનારની લીલી પરિક્રમાનાં રૂટનું સંતો, આગેવાનોએ નિરીક્ષણ કર્યુ
ગિરનારની લીલી પરિક્રમાનાં રૂટનું સંતો, આગેવાનોએ નિરીક્ષણ કર્યુ
પરિક્રમામાં નવા નિયમ ઉમેરો, બ્રહ્મ મુહૂર્તમાં પરિક્રમાનો પ્રારંભ કરો

36 કિમીનાં રસ્તામાં ઘોડીઓ જોખમી

દેવદિવાળીથી શરૂ થતી ગિરનારની લીલી પરિક્રમાને લઇ વન વિભાગ અને વહિવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત સાધુ સમાજની આગેવાનીમાં સાધુ - સંતો અને આગેવાનોએ ગિરનારની લીલી પરિક્રમાનાં રૂટનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ કર્યા બાદ તંત્રને રજુઆત કરી હતી. રજુઆતમાં જણાવ્યું હતું કે, પરિક્રમાનાં રૂટ ઉપરનાં રસ્તાઓ રીપેર કરવા અને ખાસકરીને ધોડીવાળા માર્ગ ઉપર આવતા મોટા મોટા પથ્થરો દુર કરવાની જરૂર છે. માળવેલાની ધોડી ચડતા માર્ગમાં પથ્થરો છે જે દુર કરવાની જરૂર છે. નળપાણીની ધોડી ઉપર માર્ગની બાજુમાં આવતી મોટી ખાઇની બાજુમાં બેરીકેટ બાંધવી જેથી રાત્રીનાં સમયે યાત્રાળુ ભુલથી ખીણ તરફ જતા રહે નહી.ધોડી ઉતરતી વખતે ઢાળવાળા માર્ગ પણ રીપેર કરવા જરૂરી છે. ઉપરાંત વર્ષોથી પરંપરાગત યોજાતી પરીક્રમામાં કોઇ નવા નિયમો ઉમેરવા નહી અને પરિક્રમા વ્હેલી શરૂ કરવી નહી.દેવ દિવાળીનાં બ્રહ્મ મુહૂર્તમાં પરિક્રમાનો પ્રારંભ કરવો જોઇએ. પરિક્રમાનાં રૂટ નિરીક્ષણમાં તનસુખગીરી બાપુ, મેધાનંદજી, હરીદાસબાપુ, પ્રદિપ ખીમાણી, યોગી પઢિયાર, નિર્ભય પુરોહિત, પાર્થ ગણાત્રા, જયસુખભાઇ બુટાણી, મહેન્દ્રભાઇ લાડાણી, આરએફઓ જે.એ.મિયાત્રા, એસ. ડી. ટીલાળા સહિતનાં જોડાયા હતાં. તેમજ પરિક્રમા પુર્ણ કરી યાત્રાળુઓ ગિરનાર અને દાતાર જતા હોય છે. ત્યારે ગિરનાર પર્વત પર લાઇટ શરૂ કરવા માંગ છે. તેમજ ગીરનારનાં બે હજાર પગથીયે પાણીની ટાંકીઓ મુકવાની ખાસ જરૂર છે.

પરિક્રમામાં વધારાની ટ્રેન દોડાવવા માંગ

અન્નક્ષેત્રોને પ્રવેશ મળવો જોઇએ

અન્નક્ષેત્રોનેજરૂરી સુવિધા પુરી પાડવા અને તેમને સમયસર પ્રવેશ અને તેમને નિર્ધારીત કરેલા સ્થળો ઉપર જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં તંત્રે કનડગત કરવી. તમામ બાબતો ધ્યાને લેવી જોઇએ.

દુધ વ્યાજબી ભાવે મળી રહેવું જોઇએ

રૂટઉપર દહીં, દુધ, છાશ વગેરે વ્યાજબી ભાવે મળી રહે અને પરિવહન માટેની વ્યવસ્થા કરવી તેમજ કાળાબજાર થાય તેની કાળજી રાખવી. રૂટ પર યાત્રિકોને પરેશાની પડવી જોઇએ.

રૂટ પર પાણી મળી રહેવુ જોઇએ

પરિક્રમાનાંરૂટ ઉપર યાત્રાળુઓને પીવાનું પાણી મળી રહેવું જોઇએ. ધોડી ઉપર પીવાનાં પાણીની કોઇ વ્યવસ્થા હોતી નથી. તંત્રે કોઇ વૈકલ્પીક વ્યવસ્થા ઉભી કરવી જોઇએ.

No comments: