દામોદરકુંડ સ્વચ્છ રાખજો : મોરારીબાપુ
નરસૈયાનીભૂમિમાં છેલ્લા 9 દિવસથી ચાલતી રામ કથા આજે પુર્ણ થઇ છે. માનસ નાગર...
નરસૈયાનીભૂમિમાં છેલ્લા 9 દિવસથી ચાલતી રામ કથા આજે પુર્ણ થઇ છે. માનસ નાગર કથાનાં અંતિમ દિવસે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. મોરારી બાપુએ કથાનાં અંતિમ દિવસે કહ્યુ હતું કે દામોદરકુંડને શુદ્ધ રાખજો તેમનાં અસ્થિ પધરાવો ફકત પ્રશંગોચીત એક ફુલ પધરાવી વૈદીક વિધી સાચવી લેવી. આસપાસનાં દુકાનવાળા અને કર્મકાંડ કરતા બ્રાહ્મણોએ પણ કુંડની સ્વચ્છતાનું ધ્યાન રાખવુ પડશે. આગામી ગિરનાર પરિક્રમામાં યાત્રીકો જંગલમાં પ્લાસ્ટિક લઇને જાય તેની કાળજી રાખે. જૂનાગઢ શહેરમાં નરસિંહ મહેતાનાં નામે પાઠશાળા, ગૌ શાળા, વ્યાયામ શાળા, ભોજન શાળા અને ધર્મશાળા બનાવજો અને પાવન કાર્યમાં તલગાજરડા દ્વારા રૂ.1-1 લાખ અર્પણ કરવાનો સંકલ્પ લીધો હતો. મોરારી બાપુએ વધુમાં જણાવ્યુ હતું કે નિયતીએ કરેલા કાર્યો માણસે કરવા પડશે. હજુ્ય કયાંક ગિરી તળેટીમાં નરસિંહ કરતાલો વાગે છે. ભકતિ કરવામાં આપણી કોઇ ઇચ્છા કે અપેક્ષા હોવી જોઇએ. ભગવાન જે આપે છે તે બધુ લઇલો તેને પ્રેમ કહેવાય. રામાયણમાં નાગરની વ્યાખ્યા છે નિશાન ચુંકવુ તે નાગરત્વ છે રામ નામ ફળ છે તે સાધન નથી. જેનું અંગે અંગ બીજાનાં કામમાં આવે તેને આમ કહેવાય. જે મંદિરમાંથી માણસને જાકારો થાય તે મંદિરની ધ્વજા ફરકતી નથી ફફડે છે. અત્યારે ઉંચા મંદિરો બાંધવાની હરિફાઇ થાય છે.
શ્રોતાઓને દિવાળીની શુભેચ્છા પાઠવી
મોરારીબાપુએ બધા શ્રોતાઓને આગામી દિવાળીની શુભેચ્છા પાઠવી હતી અને કથાનાં અંતમાં બ્રાહ્મણોનાં વૈદિક મંત્રોચ્ચાર સાથે રામ કથા માનસ નાગરની પુર્ણાહુતિ થઇ હતી.
No comments:
Post a Comment