નાના-મોટા તીર્થક્ષેત્રોનું સંકલન કરીને ગિરનાર પ્રદેશ યાત્રિકો માટે સુવિધાયુક્ત બનાવવાની નેમ વ્યક્ત કરી
...
નાના-મોટા તીર્થક્ષેત્રોનું સંકલન કરીને ગિરનાર પ્રદેશ યાત્રિકો માટે સુવિધાયુક્ત બનાવવાની નેમ વ્યક્ત કરી ગિરનારરોપ-વેની કામગિરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. અને જૂનાગઢ શહેરમાં પ્રવાસન ઉદ્યોગનાં વિકાસની તકો હરણફાળ ભરનાર છે. ત્યારે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ચેરમેને ગિરનાર ક્ષેત્રનાં સંકલિત વિકાસ માટે ખાસ સત્તા મંડળની રચના કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ચેરમેન રાજુભાઇ ધ્રુવે જૂનાગઢ જિલ્લાનાં યાત્રાધામોનો સંકલિત વિકાસ થાય માટે ગિરનાર ડેવલપમેન્ટ અને ઓથોરિટી બોર્ડની રચના કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવ્યો છે. તેમણે માટે આપેલા કારણોમાં જણાવ્યું છે કે, જૂનાગઢ જિલ્લાને કુદરતે અફાટ અને અવર્ણનીય સૌંદર્ય આપ્યું છે. જિલ્લામાં અતિ પ્રાચીન, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા નાના-મોટા અસંખ્ય યાત્રાધામો આવેલા છે. જેમાં હિંદુ, જૈન અને મુસ્લિમ ધર્મનાં ધર્મસ્થળો સામેલ છે. યાત્રાધામોમાં ટ્રસ્ટ, વ્યક્તિગત અને વહિવટીતંત્ર સંચાલિત ધર્મસ્થાનકોનો સમાવેશ થાય છે. રીતે જિલ્લામાં 45 કિમીની ત્રિજીયામાં નાના-મોટા મંદિરો આવેલા છે. તેનો સંકલિત અને સામુહિક રીતે સુગ્રથિત વિકાસ કરવા અને યાત્રિકોની સુવિધાની જાળવણી, સ્વચ્છતા અને સંરક્ષણ માટે ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી બોર્ડ અથવા ગિરનાર વિકાસ સત્તામંડળ જેવી સ્વાયત્ત ઓથોરિટીની રચના કરવી જોઇએ. ગુજરાતનાં મોટા યાત્રાધામો જેવા કે દ્વારકા, અંબાજી, વગેરે સ્થળોએ ધાર્મિક ટ્રસ્ટનાં ચેરમેન કલેક્ટર હોય છે. અને વહિવટદાર નાયબ કલેક્ટર હોય છે. જ્યારે દેશનાં અન્ય રાજ્યોમાં આવેલા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ, તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમાંથી પણ ઉપયોગી બાબતો લઇ ગિરનાર વિકાસ સત્તામંડળની રચના કરી સમગ્ર પ્રદેશનો સંપૂર્ણ વિકાસ કરી શકાય એમ છે.
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ચેરમેને ગિરનાર ક્ષેત્રનાં સંકલિત વિકાસ માટે ખાસ સત્તા મંડળની રચના કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
સચિવ કક્ષાનાં અધિકારીનાં વડપણ હેઠળ રચના કરો
રાજુભાઇએપોતાના પત્રમાં સચિવ કક્ષાનાં ઉચ્ચ અધિકારીનાં વડપણ હેઠળ સત્તા મંડળની રચના કરવા પણ સુચન કર્યું છે. જેથી તીર્થધામોનાં વિકાસને સ્પર્શતા કેન્દ્ર-રાજ્યનાં વિવિધ વિભાગો સાથે સંકલન સાધી કામગિરી કરી શકે. માટે યોગ્ય ફંડની ફાળવણી કરવાની પણ માંગણી કરી છે.
મોદીનાકાર્યકાળમાં જાહેરનામું બહાર પડ્યું હતું
ગિરનારડેવલપમેન્ટ ઓથોરિટીની રચના માટેનું જાહેરનામું થોડા વર્ષો પહેલાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા વખતે બહાર પણ પાડવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ કોઇ કાર્યવાહી નહોતી થઇ.
No comments:
Post a Comment