કોડીનારનાં અરીઠીયામાં દીપડાનાં મુખમાંથી બાળકને બચાવનાર છાત્રનું સન્માન કરવામાં આવ્યું હતું
ડોળાસા: કોડીનારનાં અરીઠીયામાં દીપડાનાં મુખમાંથી બાળકને
બચાવનાર છાત્રનું સન્માન કરવામાં આવ્યું હતું. વાત જાણે એમ છે કે કોડીનાર
તાલુકાનાં અરીઠીયા ગામે રહેતા નિલેશ અભેસિંહભાઇ ભાલીયા અને જયરાજ અજીતભાઇ
ગોહિલ આ બંન્ને છાત્રો ઘરનાં ફળિયામાં થોડા દિવસ પહેલા રમી રહ્યા હતાં. તે
દરમિયાન દીપડો આવી ચઢયો હતો અને નિલેશને મુખમાં લઇ લીધો હતો.
જે દ્રશ્ય જયરાજે જોતા બાજુમાં રહેલો પથ્થર ઉપાડી દીપડાને માર્યો હતો.
તેમ છતાં દીપડાએ ન છોડતાં હિમ્મત હાર્યા વિના રમકડાની ગાડીનો દીપડા પર ઘા
કર્યો હતો. જેથી અવાજ થતાં દીપડાએ નિલેશને છોડી મુક્યો હતો અને જીવ બચી ગયો
હતો.જેથી જયરાજની બહાદુરીને બિરદાવવા શિક્ષક સંઘ દ્વારા સન્માન કરવામાં
આવ્યું હતું. તેમજ આ છાત્રને વીરતા પુરસ્કારથી નવાજવામાં આવે તેવી સરકારમાં
રજૂઆત કરવામાં આવી છે. આ તકે તાલુકા શિક્ષણ અધિકારી, કેળવણી નિરીક્ષક,
પ્રા.શિક્ષક સંઘનાં પ્રમુખ,છાંછર પે-સેન્ટરનાં આચાર્ય સહિતનાં ઉપસ્થિત
રહ્યા હતાં.
No comments:
Post a Comment