દેવળીયા પરીચય ખંડમાં વનવિભાગની બસો દ્વારા પ્રવાસીઓને સિંહ દર્શન કરાવાય છે
તાલાલા: ગીરનાં જંગલમાં આશ્રમ સ્થાન બનાવી વિચરતી એશિયાટીક
સિંહ પ્રજાતીનાં દર્શન કરવા પ્રવાસીઓ માટે આગામી 16 ઓકટોબરથી ગીર જંગલનાં
દ્વાર ખુલ્લા મુકાશે. 16 જૂનથી 15 ઓકટોબર સિંહ પ્રજાતીનો સંવનકાળનો તબકકો
ગણાતો હોય ચાર માસ જંગલમાં કોઇને પ્રવેશ અપાતો નથી.
ચાર માસ વનરાજોનું વેકેશન રહેતુ હોય તે વેકેશન 16 ઓકટોબરનાં પુરૂ થશે
અને દેશ-વિદેશનાં પ્રવાસીઓ સાસણ સેન્ચુરીમાં અને ગીર પરીચય ખંડ
દેવળીયામાં સિંહ દર્શન કરી શકશે. સાસણ (ગીર) ખાતે વનવિભાગ દ્વારા ઓપન
સેન્ચુરીમાં દિવસનાં ત્રણ તબકકામાં પરમીટો ઓનલાઇન આપી સિંહ દર્શન કરાવાય છે
અને દેવળીયા પરીચય ખંડમાં વનવિભાગની બસો દ્વારા પ્રવાસીઓને સિંહ દર્શન
કરાવાય છે.
સાસણ વન્ય પ્રાણી
વિભાગનાં નાયબ વન સંરક્ષ્ક ડો.રામરત્ન નાલાએ જણાવેલ કે 15 જૂન 2017
અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ થયું ત્યાં સુધીમાં આઠ માસમાં એક લાખ છવીસ
હજાર આઠસો ચુમાલીસ લોકોએ અભ્યારણ્યમાં સિંહ દર્શન કરેલ. જયારે દેવળીયા
પરીચય ખંડમાં ત્રણ લાખ ત્રાણું હજાર ચારસો પ્રવાસી મળી કુલ પાંચ લાખ વીસ
હજાર પ્રવાસીઓએ સાસણ- દેવળીયા ખાતે સિંહ દર્શન કરેલ અને પ્રવાસીઓ પાસેથી
સિંહ દર્શન માટે સરકાર દ્વારા નિયત કરેલા ચાર્જ મુજબથી સાડા દસ કરોડ
રૂપિયાની આવક વન વિભાગને થવા પામેલ. સાસણ ખાતે પ્રવાસીઓની સંખ્યામાં દર
વર્ષે વધારો થતો રહે છે.
No comments:
Post a Comment