ધારી: ગીર વન વિભાગની કચેરી સુધારી હેઠળ અમરેલી અને ગીર સોમનાથ
જિલ્લાના કુલ 722.70 ચોરસ કિલોમીટર જંગલ વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં
આશરે 531 ચોરસ કિમી વિસ્તાર ગીર વન્ય પ્રાણી અભ્યારણ્ય તરીકે રક્ષિત જાહેર થયેલ છે. પરીચય ખંડનો અંદાજીત વિસ્તાર 350 હેક્ટર જેટલો છે.
આ અભયારણ્યમાં તુલસી શ્યામ મંદિર આવેલ છે તેમજ ધારી થી ઊના દિવ જવાનો રાજ્ય ધોરી માર્ગ પસાર થાય છે. તુલસીશ્યામ ધાર્મિક સ્થળ તરીકે અને દીવ પ્રવાસીઓનું પસંદગીનું પ્રવાસન સ્થળ હોય આ રૂટ પર પ્રવાસીઓનો સતત જ ધસારો રહે છે. વન વિભાગના આંકડા મુજબ જ દર વર્ષે અંદાજે 4 લાખ લોકો તથા એક લાખ વાહનો અભયારણ્યમાંથી અવર-જવર કરતા હોવાનો અંદાજ છે.
દિવસ દરમ્યાન પ્રવાસીઓના વાહનોની સતત અવર જવરના કારણે વન્ય પ્રાણીઓનાં
પૂરતી જીવનમાં ખલેલ પડતી હોય છે.અમરેલી સફારી પાર્કમાં 20 હેકટર
વિસ્તારમાં કચેરી, નિવાસ્થાનો, ઉદ્યાન, સેવાકક્ષ, ઓરીએનટેશન તથા કેમ્પ સાઇટ
બનાવવામાં આવશે. જેમાં વન્ય પ્રાણીઓ માટે પશુ ખોરાક કેન્દ્ર તથા અન્ય
આંતરમાળખાકીય સવલતો સાથેનો વન્ય પ્રાણી પરીચય ખંડ વિકસાવવાની નેમ વનવિભાગની
છે.
દિવાળી અને નૂતન વર્ષના દિવસો સિવાય ધારી ખોડીયાર મંદિર ડેમ સાઈટ અને
તુલસીશ્યામ તથા દેવ જતા પ્રવાસીઓનો અવિરત પ્રવાહ ચાલુ રહેતો હોય છે જોકે
સમયમાં પ્રવાસીઓને આમરડી સફારી પાર્કમાં મુક્તપણે વિહરતા સિંહો,
દીપડા,નીલગાય ચિત્તા જેવા વન્ય પ્રાણીઓ નીહાળવાની સુવિધા અમરેલી જિલ્લામાં
મળતી થશે.
No comments:
Post a Comment