ડુંગરપુર વિસ્તારમાં રામનામનો જપ કરતા મોરારિબાપુ અને દૂર નિદ્રાધીન થયેલા સાવજને જોઇ સંત અને સાવજ સમન્વય
જૂનાગઢ: સોરઠ એટલે સંત અને શૂરાની ભૂમિ. અેમાંય ગિરનાર
એટલે તો સંતોનું અને સાથે સાવજોનું પણ ઘર. સાવજો હવે જંગલમાંજ નહીં,
ગામોમાં પણ જોવા મળી જાય. બીજી રીતે જોઇએ તો શૂરા એટલે કે શૂરવીરને આપણે
સાવજ પણ કહીએ છીએ. હાલ જૂનાગઢમાં પ્રખર રામાયણી પૂ. મોરારિબાપુની રામકથા
ચાલી રહી છે. ત્યારે ડુંગરપુર વિસ્તારમાં રામનામનો જપ કરતા મોરારિબાપુ અને
દૂર નિદ્રાધીન થયેલા સાવજને જોઇ સંત અને સાવજ (શૂરા) નો અદ્ભુત સમન્વય થતો
હોય એ ઘડી જોનારની નજર ઘડીભર થંભાવી દે એવી બની ગઇ હતી. આ દૃશ્ય જોઇને
અેવું લાગે છે કે, સાવજ પણ જાણે બાપુની કથાનું શ્રવણ કરવા આવ્યો છે. બાપુ
કથામાં પણ કહેતા હોય છે કે, રામનાં રખોપા. એ વાત અહીં પણ બંધ બેસતી લાગે
છે.
મારી ઇચ્છા સિંહના માથે હાથ ફેરવવાની હતીઃ મોરારિ બાપુ
જૂનાગઢ ખાતે ચાલી રહેલી કથામાં મોરારિ બાપુએ કહ્યું કે મને કાલે જવા ન
દીધો, જો મને કાલે જવા દીધો હોત તો સાવજની પાસે બેસીને મે માથે હાથ
ફેરવ્યો હોત. 6 ફૂટ દૂર બેઠો હતો, પણ સિક્યોરિટીના લીધે જવા ન દીધો ક્યાંક એ
ઝપટ કરી જાય તો.
For Video click;
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-girnar-means-the-house-of-the-saints-and-the-well-being-morari-bapu-gujarati-new-5716663.html
For Video click;
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-girnar-means-the-house-of-the-saints-and-the-well-being-morari-bapu-gujarati-new-5716663.html
No comments:
Post a Comment