વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગે ભારે જહેમત બાદ સિંહણને બચાવી હતી
અમરેલીઃ રાજુલા તાલુકાના સમઢિયાળા ગામ ખાતે એક ખેડૂતની વાડીમાં
પશુનો શિકાર કરવા માટે સિંહણ આવી હતી, જોકે શિકારનો પીછો કરતા-કરતા સિંહણ
કુવામાં ખાબકી હતી. આ વાતની જાણ આસપાસના ખેડૂતોને થતાં તેમણે તુરંત જ વન
વિભાગને જાણ કરી હતી અને વન વિભાગે ભારે જહેમત બાદ સિંહણને બચાવી હતી.
સ્થાનિક સિંહ પ્રેમી આતાભાઈ વાઘ પણ દોડી આવ્યા હતા, બાદમાં મોટી
સંખ્યામાં સિંહ દર્શન કરવા માટે આસપાસના ગામ લોકો ઉમટી પડ્યા હતા, જેના
કારણે સ્થાનિક ખેડૂતનો વાવેલા કપાસમાં ભારે નુક્સાન કરતા ખેડૂત વન વિભાગ
અને સ્થાનિકો સામે રોષે ભરાયા હતા. ખેડૂત એ હદે રોષે ભરાયા હતા કે તેમણે વન
વિભાગને જણાવ્યું હતું કે ખેતરમાં થયેલા નુક્સાનનું વળતર આપો ત્યારે જ
તમારી ગાડી અને સિંહણને અહીંથી લઇ જવા દેવામાં આવશે.
પરિસ્થિતિ ઉગ્ર બને તે પહેલા પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ
હતી અને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. અમુક સમય માટે અહીંથી વન વિભાગને
સિંહણને લઇ જવી મુશ્કેલ બની ગઇ હતી. વન વિભાગે સ્થાનિક ખેડૂતને વળતર
આપવાનું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો.
No comments:
Post a Comment