DivyaBhaskar News Network | Last Modified - Jun 15, 2018, 02:35 AM IST
જૂનાગઢનાં સરદારબાગમાં આવેલી વનવિભાગની કચેરીમાં એકાઉન્ટ ક્લાર્ક તરીકે ફરજ
બજાવતા શખ્સે ડુપ્લીકેટ પગાર બીલો બનાવી તીજોરીમાંથી રૂપિયા ઉપાડી લીધા
હતા. આ અંગે તેની સામે ગત વર્ષે એ ડિવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ હતી.
જૂનાગઢનાં સરદાર બાગમાં આવેલી ડીસીએફ કચેરીમાં ફરજ બજાવતા પરસોત્તમભાઇ
છગનભાઇ પરમાર (ઉ. 57) નામનાં શખ્સ સામે સી ડિવીઝન પોલીસ મથકમાં ફરીયાદ
નોંધાઇ હતી. જેમાં તેણે વર્ષ 2008 થી લઇને 2017 દરમ્યાન ખોટા અને ડુપ્લીકેટ
પગાર બીલો બનાવી ઉચ્ચ અધિકારીઓની તેના પર સહી લઇને તીજોરીમાંથી રૂપિયા
ઉપાડી લીધા હતા. આ રીતે તેણે રૂ. 2,01,61,910 રૂપિયાની ઉચાપત કરી હતી. અને
જુદા જુદા બેન્ક ખાતામાં એ રકમ જમા કરાવી ઉપાડી પણ લીધાનો આરોપ મૂકાયો હતો.
પોલીસે તેને ઝડપી લઇ જ્યુડિશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કર્યો હતો. તેણે
જામીન માટેની અરજીક કરી હતી. જેને પ્રિન્સિપલ સેશન્સ જજ નરેન્દ્ર બી.
પીઠવાએ ફગાવી દીધી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-023502-1962975-NOR.html
Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.
Saturday, June 30, 2018
ગિરનાર વિકાસનો 66 કરોડનો માસ્ટર પ્લાન પૂર્ણ કરવા માંગ
DivyaBhaskar News Network | Last Modified - Jun 17, 2018, 04:50 AM IST
રાજ્ય સરકારે ગિરનાર વિકાસ સત્તા મંડળની રચના કરી છે. મંડળની શુક્રવારે બેઠક મળવાની હતી. પરંતુ બેઠક રદ થઇ છે. હવે આગામી 22 જુનનાં મળવાની સંભાવનાં છે. ગિરનાર વિકાસ સત્તા મંડળની બેઠકમાં મહત્વનાં નિર્ણય કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ અંગે પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડનાં પૂર્વ ડાયરેકટર યોગેન્દ્રસિંહ પઢિયારે રજુઆત કરી જણાવ્યું હતું કે,ગિરનાર ક્ષેત્રનાં વિકાસ માટે બોર્ડમાં રજુઆત કરાઇ હતી. બાદ વર્ષ 2016માં ગિરનાર વિકાસ અંગનો માસ્ટર પ્લાન બનાવવા માટે આર્કિટેકની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં ગિરનાર પર્વત, પરિક્રમા રૂટ, ગિરનાર પર પીવાનું પાણી, ટોયલેટ, યાત્રી નિવાસ, વિસામા સ્થળો, જટાશંકર ધર્મશાળાનું નવિનીકરણ, અંબાજી માતા મંદિર પાસે યાત્રીકોને બેસવા વ્યવસ્થા, સીડી પર લાઇટીંગની સુવિધા, ઉપરકોટનાં કિલ્લાનું પ્લાનીંગ, ગિરનાર દરવાજા થી ભવનાથ તળેટી સુધીનાં માર્ગનું પ્લાનીંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને રૂપિયા 66 કરોડનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો. પરંતુ બોર્ડની મુદત પુરી થતા કામગીરી અટકી ગઇ છે. આગામી બોર્ડની બેઠકમાં ગિરનાર વિકાસનાં માસ્ટર પ્લાનનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ છે. યોગ્ય સુધારા કરી પ્લાન મંજૂર કરવા માંગ કરી છે.

ગઢીયામાં સિંહે મકાનની 9 ફુટ ઉંચી દિવાલ ઠેકી વાછરડાનું મારણ કર્યું
DivyaBhaskar News Network | Last Modified - Jun 18, 2018, 02:50 AM IST
ખાંભા તુલશીશ્યામ રેંજના ગઢીયા ગામે ગતરાત્રીના શિકારની શોધમા એક ડાલામથ્થો
સાવજ ગામમા આવી ચડયો હતો. અહી સાવજે એક ઘરની નવ ફુટ ઉંચી દિવાલ કુદી
ફળીયામા વાછરડાનુ મારણ કરતા ગ્રામજનોમા ફફડાટ ફેલાયો હતો.
ગીરકાંઠાના ગામડાઓમા અવારનવાર સાવજો શિકારની શોધમા છેક ગામ સુધી ઘુસી જાય છે. ત્યારે ગતરાત્રીના પણ ખાંભા તુલશીશ્યામ રેંજના ગઢીયા ગામે અહી રહેતા જગુભાઇ બચુભાઇ ધાખડાના રહેણાંક મકાનની નવ ફુટ દિવાલ કુદી ફળીયામા ઘુસી ગયો હતો. અહી સાવજે એક વાછરડાનુ મારણ કર્યુ હતુ. ગઢિયા ગામે અવારનવાર સિંહો ગામમા ઘુસી જતા હોય છે. અને ગામમાં જ પશુઓના મારણ કરતા હોય છે.
ગામના જગુભાઈ ધાખડાએ જણાવ્યું હતું કે એક મહિનામા મારા રહેણાંકમા સિંહ બે વખત ઘૂસી મારણ કર્યું હતું. પહેલા પાડીનું મારણ કર્યું અને ગતરાત્રીના ઘરમા બાંધેલ વાછરડાનું મરણ કરી નાખ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અવારનવાર સાવજો શિકારની શોધમા ગામમા આવી ચડે છે જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-div-news-025002-1986901-NOR.html

ગિરનાર અભયારણ્યમાં પણ સિંહ દર્શન શરૂ કરાશે
DivyaBhaskar News Network | Last Modified - Jun 20, 2018, 04:40 AM IST
ગિરનાર પર્વતનાં અભયારણ્યમાં 35 થી વધુ સિંહોનો વસવાટ છે. આથી હવે અહીં પણ સિંહ દર્શન શરૂ કરવામાં આવનાર છે. અગાઉ સરકાર આ અંગેની જાહેરાત કરી ચૂકી છે. જોકે, તેનાં ટેક્નિકલ પાસાં અંગેની વિગતો બાદમાં બહાર આવી નહોતી. આ સાથે હાલ સિંહનો રહેઠાણ વિસ્તાર વન્ય પ્રાણી વર્તુળ-જૂનાગઢ, જૂનાગઢ ક્ષેત્રીય વર્તુળ અને રાજકોટ વર્તુળ હેઠળ છે. તેમાં ફેરફાર કરીને સિંહોના રહેઠાણનો તમામ વિસ્તાર હવેથી વન્ય પ્રાણી વર્તુળ જૂનાગઢ હેઠળ લાવવામાં આવશે. આ અંગેનો નિર્ણય ગઇકાલ તા. 18 જુને મુખ્યમંત્રીનાં અધ્યક્ષસ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ સહિતનાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં વનમંત્રી, વનવિભાગનાં અધિક મુખ્ય સચિવ, અન્ય ઉચ્ચ અધિકારીઓ, રાજ્યનાં પોલીસ વડા, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભગનાં અધિક મુખ્ય સચિવ, ગુજરાત પ્રવાસન નિગમનાં એમડી સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સિંહોનાં લાંબા ગાળાના સંરક્ષણ, ગે.કા. લાયન શો, સિંહો પાછળ વાહન દોડાવી સિંહોને રંજાડવા, ગે.કા. વિડીયો ઉતારવા જેવા ગુનાઓમાં 7 વર્ષ સુધીની સજા થઇ શકે એવી કલમો લગાડવાનો નિર્ણય લેવાયો હતો. તો અભયારણ્ય સિવાયના સિંહના રહેઠાણ, અવરજવરવાળા વિસ્તારમાં નવા થાણાં, નાકા અને વાયરલેસ નેટવર્ક ઉભું કરાશે. આવા વિસ્તારમાં વન્ય પ્રાણી મિત્રો તેમજ ટ્રેકર્સની નિમણૂંક કરી તેઓને સેન્ચ્યુરીની જેમજ ટ્રેનીંગ અપાશે.
નેચર એજ્યુકેશન કેમ્પો પર ભાર મૂકાશે
ગિરની બહારનાં બૃહદ ગિર તરીકે ઓળખાતા વિસ્તારોમાં નેચર એજ્યુકેશન પર ભાર મૂકાશે.
સિંહ દર્શન માટે કઇ સુવિધા વધશે ?
- સાસણમાં સિંહ દર્શન માટેની પરમીટ શનિ-રવિમાં 50 થી વધારે 60 અને અન્ય દિવસોમાં 30 થી વધારી 50 કરાશે.
- સાસણ ટુરિઝમ રૂટમાં હાલ 10 રૂટ છે. જેમાં નવા રૂટો ઉમેરાશે. એ માટે ટેક્નિકલ અભ્યાસ કરાશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-044003-2006557-NOR.html

વન્ય પ્રાણીના આંટા ફેરા વધતા દામોદર કુંડ, મંદિરે ફેન્સીંગ લગાવો
DivyaBhaskar News Network | Last Modified - Jun 21, 2018, 02:50 AM IST
જૂનાગઢના દામોદર કુંડ અને રાધા દામોદરજી મંદિર ખાતે છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીના આંટા ફેરા વધી ગયા છે. ત્યારે આ જંગલી પ્રાણીઓ કોઇ યાત્રી પર હુમલો કરે તે પહેલા સરાઉન્ડીંગ ફેન્સીંગ કરવા માંગ ઉઠી છે. આ અંગે રાધા દામોદરજી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે પવિત્ર દામોદર કુંડ અને રાધા દામોદરજી મંદિર ફરતે ગાઢ જંગલ આવેલ છે. અહિંયા અવાર નવાર સિંહ, દિપડા જેવા હિંસક પ્રાણીઓ ધસી આવે છે.ત્યારે કોઇ યાત્રી પર ખુંખાર પ્રાણીઓ હુમલો કરે તે પહેલા કુંડ અને મંદિર ફરતે સરાઉન્ડીંગ ફેન્સીંગ કરવામાં આવે તે જરૂરી છે. સ્થાનિક કક્ષાએ નાયબ વન સંરક્ષક અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુધી રજૂઆત કરવા છતાં કોઇ કામગીરી થઇ ન હોય મુખ્યમંત્રી કક્ષાએથી કામગીરીના આદેશ કરવા માંગ કરાઇ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-025002-2010154-NOR.html

પરિક્રમાની મંજૂરી મળી : સંસ્થા, રેગ્યુલર સિવાયની પરિક્રમા કયારેય કરવા નહી દઇએ : એસીએફ
DivyaBhaskar News Network | Last Modified - Jun 21, 2018, 02:50 AM IST
ગરવા ગિરનાર ફરતે જંગલમાં થઇને દર મહિને કરવાની પરિક્રમાને લઇને ફરી વન વિભાગ અને જ્ઞાતિ સમાજો ટ્રસ્ટોનું ઉતારા મંડળ આમને સામને થઇ ગયું છે. સમાજ - ટ્રસ્ટ દ્વારા પરિક્રમાની મંજુરી મળી ગઇ હોવાનું કહેવાય છે.
બીજી તરફ વન વિભાગે આ વાતને ફગાવી દીધી છે એટલું જ નહિ ભવિષ્યમાં પણ રેગ્યુલર સિવાયની પરિક્રમા માટે મંજૂરી મળનાર ન હોવાનું જણાવ્યું છે. જ્ઞાતિ સમાજો - ટ્રસ્ટોનું ઉતારા મંડળ દ્વારા દર મહિનાની અગિયારસે ગરવા ગિરનાર ફરતેની પરિક્રમા કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. જોકે પ્રથમ પરિક્રમા બાદ વન વિભાગે મંજૂરી આપી નથી. આ મામલે સંસ્થાના પ્રમુખ ભાવેશભાઇ વેકરીયા લડત ચલાવી રહ્યા છે.
દરમિયાન આગામી 23 જૂન શનિવારે 5 મી પરિક્રમા કરવાની થતી હોય તેની મંજૂરી મળી ગઇ હોવાનું ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું. જો કે આ મામલે એસીએફ બી. કે.ખટાણાએ જણાવ્યું હતું કે ગાંધીનગરથી એક પત્ર મળ્યો છે પરંતુ તે મંજૂરીનો પત્ર નથી. અમે આ મામલે પત્ર લખી સ્પષ્ટ ના પાડી દઇશું. જે રેગ્યુલર થાય છે તે સિવાયની કોઇ પણ પરિક્રમાને મંજુરી આપવાના જ નથી અને પરિક્રમા થવા નહી દઇએ. આમ ફરી પરિક્રમાને લઇને વન વિભાગ અને પરિક્રમાર્થીઓ આમને સામને થવાના છે.ત્યારે હવે જોઇએ શનિવારે શું થાય છે ω
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-025002-2010175-NOR.html

ગીર પછાત જાતિ વિકાસ સેવા સમિતી દ્વારા યોગ શિબિર યોજાશે
DivyaBhaskar News Network | Last Modified - Jun 21, 2018, 02:55 AM IST
જૂનાગઢ | 21 જુન વિશ્વ યોગ દિવસને લઇને જૂનાગઢ ગીર પછાત જાતિ વિકાસ સેવા સમિતિ દ્વારા આયુષ મંત્રાલયના સહયોગથી જિલ્લાના અલગ-અલગ સ્થળો પર કાવ્યેશ કારેલીયા અને કલ્પેશ મકવાણા દ્રારા વિના મૂલ્યે યોગ કરાવવામાં આવશે. તા.19/6ના રોજ જ્ઞાનબાગ ગુરૂકુલ ખાતે 1150 વિદ્યાર્થીઓને યોગનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સેક્રેટરી હિરેનભાઇ માકડીયા જહેમત ઉઠાવી રહ્યા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-025503-2010164-NOR.html

ગે.કા. સિંહ દર્શનની પ્રવૃતિ કરનાર સામે કડક કાર્યવાહી થશે
DivyaBhaskar News Network | Last Modified - Jun 26, 2018, 02:55 PM IST
મરઘીને વૃક્ષ પર લટકાવી સિંહણને લલચાવવાનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો અગાઉનો હોવાનું વન વિભાગ જણાવી રહ્યું છે. આ મુખ્ય વન સંરક્ષકે કહ્યું હતું કે, વિડીયો બાબરીયા રેન્જમાં ઝાંખીયા સેટલમેન્ટ વિસ્તારનો હોય તેવું લાગી રહ્યું છે. આ પ્રકારે અગાઉ વિડીયો વાયરલ થયો હતો. ઘટનામાં સાતની અટક કરવામાં આવી હતી. જેમાંથી મુખ્ય ઇલીયાસ અદ્રેમાન હોથનાં કોર્ટે જામીન નામંજુર કર્યાં છે અને છ જામીન પર છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-145502-2052957-NOR.html

પ્રકૃતિની ગોદમાં વસેલા દંડકારણ્યવન ડાંગના પ્રવેશદ્વાર વઘઇથી માત્ર પાંચ જ
DivyaBhaskar News Network | Last Modified - Jun 27, 2018, 03:00 AM IST
પ્રકૃતિની ગોદમાં વસેલા દંડકારણ્યવન ડાંગના પ્રવેશદ્વાર વઘઇથી માત્ર પાંચ જ કિમીના અંતરે આવેલા સુપ્રસિધ્ધ ગીરા ધોધ વર્ષાઋતુના આગમન સાથે જ આકર્ષક રૂપ ધારણ કરી વધુ મનભાવન બની ગયો છે. ચોમાસામાં અહીંનો નજારો જોવાલાયક હોય છે. ચોમાસાની શરૂઆતથી જ આ વિસ્તાર અત્યંત હરિયાળો બની ગયો છે. છેલ્લા બે દિવસથી વરસતા અનરાધાર વરસાદના લીધે પૂર્ણા નદી પણ બે કાંઠે વહેતી થઇ ગઇ હતી. ડાંગ જિલ્લામાં પહેલા જ રાઉન્ડમાં વરસાદે તોફાની ઇનિંગ શરૂ કરતા લોકમાતાઓ રાૈદ્ર સ્વરૂપ ધારણ કરી વહેવા લાગી છે. જેમાં અંબિકા ખાપરીનો પણ સમાવેશ થાય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-div-news-030003-2061130-NOR.html

એગ્રીકલ્ચર કેમ્પસમાં સિક્યુરીટી સુપરવાઈઝર પર હુમલો કરનાર દિપડાને સક્કરબાગ ઝુમાં મોકલાયો
DivyaBhaskar News Network | Last Modified - Jun 27, 2018, 03:15 AM IST
એગ્રીકલ્ચર યુનીવર્સિટીના કેમ્પસની એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટમાં દિપડો
ઘુસી આવ્યો હતો. જેથી વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાતા સિક્યુરીટી
સુપરવાઈઝર સહિત એક સિક્યુરીટી ગાર્ડને દિપડાને ભગાડવા માટે બોલાવવામાં
આવ્યા હતા. દરમિયાન ઉશ્કેરાયેલા દિપડાએ સિક્યુરીટી સુપરવાઈઝર પર હુમલો કરી
દેતા તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ
ખસેડવામાં આવ્યા હતા. જોકે બાદમાં વન વિભાગ દ્વારા દિપડાને રેસ્ક્યુ કરી
પાંજરે પૂરી દેવામાં આવ્યો હતો. હાલ દિપડાને જૂનાગઢ સક્કરબાગ ઝુમાં
રાખવામાં આવ્યો છે . આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢ એગ્રીકલ્ચર
યુનીવર્સિટીના કેમ્પસમાં સિક્યુરીટી સુપરવાઈઝર તરીકે કામ કરતા ફિરોજભાઈ
અબ્દુલભાઈ કુરેશીને યુનિવર્સિટી કેમ્પસમાં સવારે 8.30 વાગ્યે દિપડો ઘુસી
આવ્યો હોવાથી તેમને ફોન કરી બોલાવવામાં આવ્યા હતા. જેથી ફિરોજભાઈ અન્ય એક
સિક્યુરીટી ગાર્ડ સાથે દિપડાને કેમ્પસમાં બહાર કાઢવા માટે ગયા હતા. જોકે
ઉશ્કેરાયેલા દિપડાએ ફિરોજ પર હુમલો કરી દિધો હતો. જેમાં ફિરોજભાઈને માથા
તેમજ અન્ય ભાગમાં ગંભીર ઈજાઓ પહોચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં
આવ્યા હતા. સમગ્ર ઘટના બાદ વનતંત્રને જાણ કરવામાં આવી હતી. જેથી
ઉશ્કેરાયેલા દિપડાને શાંત કરી વનતંત્ર દ્વારા 40 મિનિટની અંદર જ રેસ્ક્યુ
કરી પાંજરે પુર્યા બાદ સક્કરબાગ ઝુમાં રાખવામાં આવ્યો છે. જેને થોડા સમયમાં
જંંગલમાં છોડી દેવામાં આવશે.
રેસ્ક્યુ કરી પાંજરે પુર્યા બાદ સક્કરબાગ ઝુમાં રાખવામાં આવ્યો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-031503-2061146-NOR.html
રેવન્યુ વિસ્તારમાં ફરતો દિપડો યુનિ. કેમ્પસમાં આવી જતા વિદ્યાર્થીઓમાં ફેલાયો ભય
+1
બીજી સ્લાઈડ્સ જુઓ
રેસ્ક્યુ કરી પાંજરે પુર્યા બાદ સક્કરબાગ ઝુમાં રાખવામાં આવ્યો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-031503-2061146-NOR.html
કરેણીની સીમમાં બકરાં ચારતા યુવાન પર દીપડાનો હુમલો
DivyaBhaskar News Network | Last Modified - Jun 28, 2018, 03:00 AM IST
ગીરગઢડા તાલુકાના કરેણી ગામે રહેતા દિપકભાઇ વિજાભાઇ વેગડ (ઉ.વ.20) પોતાના
પરિવારની રોજી રોટી રડવા સીમ વિસ્તારમાં બકરા ચારતો હોય એ વખતે અચાનક દીપડો
આવી ચડતા દીપકભાઇ પર હુમલો કરતા હાથના ભાગે ગંભીર ઇજા પહોચાડી હતી. ખૂંખાર
દીપડાના હુમલાથી યુવાન રાડારાડ કરવા લાગતા નજીકના વાડી વિસ્તારમાં કામ
કરતા ગોવિંદભાઇ શિંગડને અવાજ આવતા દોડી જતાં દીપડો નાશી છુટ્યો હોય અને
ગંભીર ઇજા ગ્રસ્ત યુવાન લોહીલુહાણ હાલતમાં જોતા ઇમરજન્સી 108ને જાણ કરતા
ઇએમટી સ્મીતાબેન મકવાણા અને પાઇલોટ હરીભાઇ ડોડીયાએ તાત્કાલીક સારવાર અર્થે
ઉના સરકારી હોસ્પીટલે ખસેડેલ અને તબીબએ વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરેલ
હતા. જ્યારે આ બનાવ નજીક વાડીમાં આવેલ કુંડામાં 4 સિંહ પરીવાર પાણી પીવા
હોવાનું જાણવા મળેલ છે. ત્યારે દિવસે પણ લોકોને બહાર નિકળવું મુશ્કેલ બની
ગયુ હોય વનવિભાગ દ્વારા પાંજરૂ મુકવામાં આવે તેવી માંગ ઉઠવા પામેલ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-030002-2068899-NOR.html
કરેણીની સીમમાં બકરાં ચારતા યુવાન પર દીપડાનો હુમલો
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-030002-2068899-NOR.html
ધો. 7ના છાત્રો ભણશે ખેડૂત-સિંહની દોસ્તીનો પાઠ
DivyaBhaskar News Network | Last Modified - Jun 29, 2018, 02:45 AM IST
પ્રાણી પ્રેમ | સિંહ વિશે વિદ્યાર્થીકાળથી જ્ઞાન મળી રહે તે માટે ધો.7 ના ગુજરાતી વિષયમાં alt147 સિંહની દોસ્તી alt145 ના...
અેજયુકેશન રીપોર્ટર | વિસાવદર
વિસાવદર તાલુકાના ખેડૂત દરબાર અને સિંહ વચ્ચેનો સંબંધ વિખ્યાત છે. પરંતુ સિંહના સામાજીક પણા અંગે વિદ્યાર્થીકાળથી જ જ્ઞાન મળી રહે તે માટે ધો.7 ના ગુજરાતી દ્રિતીય સત્રના પાઠ નં.16 માં "સિંહની દોસ્તી’ નો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સિંહ અને મોટીમોણપરીના ખેડૂત વચ્ચે કેવી રીતે સંબંધ બંધાયો અને જીવનભર સિંહે આ નાતો નિભાવી અેક સામાજીક પ્રાણી તરીકેની ફરજ બજાવી હોવાનો પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સિંહ હિંસક હોવાની સાથે સિંહ એક સામાજીક પ્રાણી પણ છે. આ રોયલ પ્રાણી વિશે હાલમાં પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સિંહની તથા તેની પ્રકૃતિ વિશે માહિતગાર થઇ શકે તે માટે ધો.7 ના પાઠ્યપુસ્તકમાં ઉપરોક્ત વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના કવિ ભાણભાઇ ગીડાએ લખેલ. સિંહની દોસ્તીમાં મોટીમોણપરીના માત્રાવાળા દરબાર નામના ખેડૂત ગામમાંથી પસાર થતી નદીના કાંઠે આવેલ તેના ખેતરમાં બેઠા હતાં. તેવામાં અચાનક સિંહ અને સિંહણ "બેલાડ ‘સામાથે નદીમાં પાણી પીવા માટે ચાલ્યુ આવતું હતું અને સિંહણ પાણી પીતી હતી. તેવામાં પાણીમાં રહેલ મગરે સિંહણને પકડી અંદર ઢસડી લઇ ગયો અને તેને બચાવવા માટે સિંહે અનેક પ્રયાસ કર્યા, પરંતુ સિંહણને મગરે મારી નાખી.
જેથી રઘવાયો થયેલ સિંહ શું કરે તે જોવા માટે માત્રાવાળા દરબાર તેની સામે જ ચાર-પાંચ દિવસ બેઠા રહ્યા અને સિંહ પણ સિંહણનો વેર વાળવા માટે ખુંખાર બન્યો હતો. તેવામાં એક દિવસ સિંહ પાણી પીવા જાય તે દરમિયાન સિંહણનો હત્યારો મગર સામે આવ્યો અને સિંહ અને મગર વચ્ચે એક કલાક સુધી જીવ સટોસટનો જંગ જામ્યો હતો.
આ દ્રશ્ય જોવા માટે આખુ ગામ એકઠું થયું હતું અને અંતે સિંહે મગરને મારી નાખ્યો. બાદમાં સિંહ પણ ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને બચાવવા માટે માત્રાવાળા નજીક ગયા અને તેની જાતે જ સારવાર કરી, પાણી આપ્યું બે-ચાર દિવસ બાદ સિંહ શસક્ત થઇ ગયા બાદ માત્રાવાળાની સાથે તેની દોસ્તી થઇ ગઇ અને તેની સાથે ઘરે પણ જાતો થઇ ગયો.
એક દિવસ ઘરે ચોર આવ્યા અને સિંહ તેને પણ ફાડી ખાધા હતાં. બાદમાં અચાનક એક દિવસ માત્રાવાળા દરબારનું મૃત્યું થતાં સિંહ સ્મશાન યાત્રામાં ચાલીને સ્મશાન સુધી સાથે ગયો અને અંતીમ ક્રિયા સુધી સાથે રહ્યો હતો. બાદમાં ત્યાંથી દુર ચાલ્યો ગયો હતો.
મોટીમોણપરીનાં સિંહપ્રેમી ખેડૂતની કથા
આ સત્ય હકીકતો વિદ્યાર્થીઓથી અજાણ ન રહે અને સિંહ વિશે વિદ્યાર્થીકાળથી જ જાગૃતતા આવે કે સિંહ માત્ર હિંસક પ્રાણી જ નહીં પરંતુ એક સામાજીક પ્રાણી પણ છે. તે માટે ધો.7 ના પાઠ્યપુસ્તકમાં ઉપરોક્ત હકીકતનો સમાવેશ કરવામાં આવતાં ગુજરાતભરના વિદ્યાર્થીઓ મોટીમોણપરીના ખેડૂત અને સિંહની દોસ્તીથી વાકેફ થશે અને સિંહની સામાજીકતા અંગે જાણકારી મેળવશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-div-news-024503-2076985-NOR.html

બાદલપુરનાં 250 ઘરમાં પાણી અને ચકલીનાં ચણનાં કુંડા મૂકાયા
DivyaBhaskar News Network | Last Modified - Jun 29, 2018, 03:00 AM IST
જૂનાગઢનાં બાદલપુર ગામમાં પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. બાદલપુર ગામનાં 250 ઘરમાં ચકલી માટે પાણી અને ચણનાં કુંડા અને માળાનું વિતરણ કરવામાં આવ્યું છે.
માળા ગરબા અને કાગળનાં ખોખામાંથી બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત ગામનાં યુવાનો દ્વારા ગામને હરિયાળુ બનાવવા માટે 1000 વૃક્ષનું વાવેતર કર્યુ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા સરપંચ રમેશભાઇ ભીમાણી, મગનભાઇ માથુકીયા, રામજીભાઇ કાપડીયા, મુકેશભાઇ માથુકીયા, કમલેશભાઇ શેખડા, ભોવાનભાઇ ભીમાણી, અશોકભાઇ સોજીત્રા, છગનભાઇ સોજીત્રા, હિતેષભાઇ દવેએ જહેમત ઉઠાવી હતી. તસ્વીર-ભાસ્કર
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-030003-2076991-NOR.html

વન મહોત્સવ પહેલા કચેરીઓ પાસેથી વૃક્ષની સંખ્યા મંગાવાઇ
DivyaBhaskar News Network | Last Modified - Jun 30, 2018, 03:45 AM ISTજૂનાગઢમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે,
જોકે વન મહોત્સવને લઇ તારીખ હજુ નકકી થઇ નથી. પરંતુ વન વિભાગે તૈયારીઓ શરૂ
કરી દીધી છે. જૂનાગઢમાં આવેલી જુદી-જુદી સરકારી કચેરીઓ પાસેથી વિગત
માંગવામાં આવી છે,જેમાં કયાં પ્રકારનાં વૃક્ષો જોઇએ છેω, કેટલા વૃક્ષ જોઇઅે
છેω, કેટલા પીંજરા જોશે ω સહિતની વિગત એકઠી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત
જૂનાગઢમાં કેટલીક કચેરીઓમાં તો વૃક્ષા રોપણને લઇ ખાડા પણ ખોદી નાખવામાં
આવ્યાં છે. દર વર્ષે વન મહોત્સવને લઇ લાખોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર
અને રોપાનું વિતરણ કરવામાં આવે છે. વન મહોત્સવમાં સામાજીક સંસ્થાઓની સાથે
શાળા,કોલેજને પણ જોડવામાં આવે છે. ચાલુ વર્ષે વન મહોત્સવની હજુ તારીખ આવી
નથી. પરંતુ વન વિભાગે તૈયારીઓ શરૂકરી દીધી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-034503-2086503-NOR.html

જૂનાગઢના ભવનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરી મીની સોમનાથ બનાવી શકાય
પાણીની સમસ્યા દુર કરવા ગિરનારનાં ધાર્મિક સ્થળમાં પાણી સંગ્રહની વ્યવસ્થા કરી શકાય
જૂનાગઢ: ગિરનારનો વિકાસ એ જૂનાગઢનો આર્થિક વિકાસ છે. ગિરનારનાં વિકાસ માટે ગિરનાર યાત્રાધામ વિકાસ સત્તા મંડળની રચના કરવામાં આવી છે. ગિરનાર પર્વતની સાથે ભવનાથ અને શહેરમાં આવેલા અન્ય પ્રવાસન ધામનો પણ વિકાસ જરૂરી છે. ભવનાથમાં વર્ષે બે મોટા મેળા થાય છે. શિવરાત્રીનાં મેળાને સરકારે લઘુકુંભ મેળાનો દરજ્જો આપ્યો છે. પરિક્રમા દરમિયાન પણ જુદી-જુદી સગવડતા ઉભી કરવાની જરૂર છે. પ્રથમ તો ભવનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરી મીની સોમનાથ બનાવી શકાય તેમ છે.પરિક્રમા અને શિવરાત્રીનાં મેળામાં ઉતારા અને લાઇટ, પાણીની વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. પરિક્રમાનાં રૂટમાં સીસીટીવી કેમેરા મુકવા જોઇએ. રસ્તા માટેનાં દિશા સૂચક બોર્ડ બનાવવા જોઇએ. ગિરનારની સીડી પર દર 1000 પગથિયે પ્રસાદની વ્યવસ્થા કરવી જોઇએ. ગિરનાર પર હાલ પાણીની સમસ્યા છે ત્યારે ગિરનાર પર વિવિધ ધર્મ સ્થળોને વરસાદનું પાણી સંગ્રહ કરવા માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવી જોઇએ.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-mini-somnath-can-be-renovated-by-renovating-the-bhavnath-temple-of-junagadh-gujarati-news-5905813-PHO.html
110 વર્ષ જૂના ગિરનારનાં પગથિયાંનાં જીર્ણોદ્ધારની પ્રક્રિયા બે માસમાં શરૂ થશે
Bhaskar News, Junagadh | Last Modified - Jun 30, 2018, 10:26 AM IST
જૂનાગઢ: ગિરનારનો
વિકાસએ જૂનાગઢનો આર્થિક વિકાસ છે. સરકારે ગિરનાર યાત્રાધામ વિકાસ સત્તા
મંડળની રચના કરી છે. ગિરનારનાં વિકાસને લઇ શુક્રવારે મંડળની પ્રથમ બેઠક
જૂનાગઢમાં મળી હતી. બેઠક પહેલા ગિરનારનાં વિકાસમાં શું કરી શકાય તેને લઇ
દિવ્ય ભાસ્કરે અહેવાલ પ્રસિધ્ધ કર્યા હતાં. આ બેઠકમાં દિવ્ય ભાસ્કરનાં લોક
વિચારનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બેઠકમાં મંત્રી વિભાવરીબેન દવે હાજર
રહ્યાં હતાં અને ગિરનારનાં વિકાસની ચર્ચા અને સુચનો માંગ્યાં હતાં.
ગિરનારનો વિકાસનું પ્રથમ પગથિયું 110 વર્ષ જુની ગિરનારની સીડીનાં
નવીનીકરણથી શરૂ થશે. ગિરનારનાં પગથિયાની કામગીરીની પ્રક્રિયા બે માસમાં શરૂ
કરવામાં આવશે.
ભવનાથ મંદિરને મીની સોમનાથ બનાવાશે
આ ઉપરાંત ગિરનાર પર્વતનાં દર 500 પગથિયા ઉપર પીવાનાં પાણી અને શૌચાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. વિકાસનાં પ્રોજેકટ સર્વેની પ્રાથમિક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ પ્રાથમિક તબક્કે પાંચ કરોડનું ફંડ ઉપલબ્ધ કરી અલગ-અલગ યોજનામાં ગિરનારનાં વિકાસ માટે પુરતા નાણાં ફાળવવામાં આવશે. તેમજ મંડળનાં સભ્યો ભારતીબાપુ, શેરનાથબાપુ, મહેન્દ્રભાઇ મશરૂ, પ્રદિપભાઇ ખીમાણી, શૈલેષ દવેએ વિવિધ સુચનો રજુ કર્યા હતાં. આ બેઠકમાં કલેટકર ડો. સૌરભ પારધી, ડીસીએફ ડો.સુનિલ બેરવાલ, એસપી નિલેશ જાજડીયા સહિતનાં હાજર રહ્યાં હતાં.
રોપ-વેનું પ્રેઝન્ટેશન થયું, હેલિકોપ્ટરથી પીલર બેસાડાશે
ગિરનાર રોપ-વેની કાગમીરી હાલ ચાલી રહી છે,જોકે હજુ માલ વાહક રોપ-વેની કામગીરી શરૂ થઇ છે. બાદ રોપ-વે બનશે. ચાલુ વર્ષોમાં રોપ-વે બને તેવી કોઇ શકયતા દેખાતી નથી. મંત્રીએ આ કામગીરી વહેલી તકે પુરી કરવા અને વધુમાં વધુ માર્ચ મહિનામાં પુરી કરવા તાકીદ કરી છે. આ ગિરનાર રોપ-વેનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. ગિરનાર રોપ-વે પાછળ 110 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે અને 60 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ ગયો છે. આ રોપ-વે એશિયાનો મોટો રોપ-વે છે. ગિરનાર રોપ-વેને લઇ હેલિકોપ્ટરની મંજુરી માંગવામાં આવી છે. હેિલકોપ્ટરની મદદથી રોપ-વેનાં પીલોર બેસાડવામાં આવશે. ગિરનાર રોપ-વેની લંબાઇ 2.4 કિમીની છે અને 1 કલાકમાં 1000 યાત્રાળુઓને અંબાજી સુધી પહોંચાડશે. રોપ-વેનાં સાધનો હાલ યુરોપમાં બની રહ્યા છે. 2 જુલાઇએ પહેલુ કન્સાઇમેન્ટ આવી જશે.
રોપ-વેની કામગીરી સાથે અંબાજીનો પણ જીર્ણોદ્ધાર કરો
ગિરનાર રોપ-વેની કામગીરી ચાલી રહી છે. ત્યાં માલ વાહક રોપ-વે બનાવવામાં આવશે. માલ વાહક રોપ-વે ની કામગીરી દરમિયાન અંબાજી મંદિરનો જીણોધ્ધાર કરવામાં આવે તો સરળતા રહે.
પાંચ ધર્મશાળાનું નવિનીકરણ થશે
ગિરનાર પર અંબાજી,માળી પરબ, ગૌરક્ષધર્મ સ્થાન સહિત અન્ય પાંચ સ્થળોએ યાત્રીકો રહી શકે તે માટે ધર્મશાળાનું નવીનીકરણ કરવામાં આવશે. આ માટે જગ્યાનાં સંતો અને ટ્રસ્ટો સાથે પરામર્શ કરવામાં આવશે.
સીસીટીવી કેમેરા અને સોલાર પેનલ મુકાશે: ગિરનારનાં પગથિયા પર સીસીટીવી કેમેરા મુકવામાં આવશે. તેમજ સોલાર પેનલથી વીજળીની કાયમી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
ગિરનારનાં પ્રચારમાં મોરારીબાપુ,રમેશભાઇ ઓઝાને આમંત્રિત કરાશે
ગિરનારની વૈશ્વિક ઇમેજ માટે એક ટેગ લાઇન તૈયાર કરવામાં આવશે. એક બ્રાન્ડ લોગો, પ્રચાર માટે કેમ્પેઇન શરૂ કરાશે.
ગિરનાર પર 5 પોલીસ રાવટી ઉભી કરાશે: ગિરનાર પર યાત્રાળુની સલામતી અને સુરક્ષા માટે પાંચ પોલીસ રાવટી ઉભી કરવામાં આવશે. દર રવિવારે પગથિયા પર પોલીસ મુકવામાં આવશે.

-
ગિરનારનાં પગથિયા બાંધવા માટે લોટરીની ટિકિટ બહાર પાડી હતી. 1889માં ઠરાવ થયો હતો
ગિરનારનાં પગથિયા બાંધવાનો નિર્ણય નવાબ બહાદુરખાનજી ત્રીજાનાં સમયમાં લેવાયો હતો. જૂનાગઢની પ્રજાએ ગિરનાર લોટરી ફંડ નામે એક કાયમી ફંડ એકઠું કરવાનો નિર્ણય કર્યો હતો. 7ઓગષ્ટ 1889માં ઠરાવ મંજુર કરવામાં આવ્યો હતો. આ કામ માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી. લોટરીની ટીકીટ એક રૂપિયો રાખવામાં આવી હતી. ગિરનાર લોટરીનો પ્રથમ ડ્રો 15 મે 1892માં થયો હતો. લોટરીની 1,28,663 ટિકિટો વેંચાઇ હતી,તેમાંથી 48,248 રૂપિયાનાં વહેચવાનું ઠરાવાયું હતું. બાદ ડ્રો ચાર ભાગ સુધી કરવામાં આવ્યો હતો. કુલ 2,74,393 ટિકિટો વેચાઇ હતી, અને તેમાંથી 1,02,895 રૂપિયાનાં ઇનામો વહેંચવામાં આવ્યા હતાં. આ લોટરીની ઉપજેલ રકમમાંથી રૂપિયા દોઢ લાખનાં ખર્ચે પગથિયા બાંધવાનું શરૂ થયું હતું. ઇ.સ. 1908માં આ કામ પૂર્ણ થયું હતું. (માહિતી - નરસૈયાની નગરી જૂનાગઢ,પુસ્તક)

https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-the-process-of-renovation-of-110-year-old-girnar-step-will-start-in-two-months-gujarati-news-5906324-PHO.html?seq=3
15 દિ'ના બે બચ્ચાંને તરછોડી દીપડી નાસી ગઇ, વનતંત્ર દ્વારા માતાની શોધખોળ
DivyaBhaskar.com | Last Modified - Jun 30, 2018, 12:21 PM IST
વિસાવદર: વિસાવદરનાં કાનાવડલાની સીમમાં 15 દિવસનાં બે બચ્ચાંને તરછોડી દીપડી નાસી જતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. વિસાવદરનાં કાનાવડલામાં રહેતા ભવાનભાઇ નાનજીભાઇ વાલાની સીમમાં આવેલા પોતાનાં ખેતરમાં કામ કરી રહયાં હતાં ત્યારે ઓપનરની નીચે દીપડીનાં બે બચ્ચાં નજરે પડતાં ચોંકી ગયાં હતાં. પરોઢીયે 5 વાગ્યાની આસપાસ તેમને દીપડી પણ નજરે પડી હતી. સવાર સુધીમાં દીપડી બચ્ચાં પાસે ફરી ન આવતાં વનતંત્રને જાણ કરતાં સ્ટાફે સ્થળ પર દોડી જઇ દીપડીની શોધખોળ હાથ ધરી છે.
વનતંત્રને આશા છે કે રાત્રીનાં દીપડી અહીંયા આવી બંને બચ્ચાંને લઇ જશે. પરંતુ જો દીપડી ન આવે તો સ્ટાફે દુધ, પાણી અને દવાની વ્યવસ્થા કરી બચ્ચાંને બે-ચાર દિવસ ખેતરમાં જ રાખવા પડે તેમ છે.
બંને બચ્ચાંને સાસણ હોસ્પિટલે મોકલી અપાશે
દીપડી નહીં આવે તો તેનાં બચ્ચાંને સાસણ એનિમલ કેર હોસ્પિટલમાં મોકલી મોટા કરવા પડશે. જોકે વનતંત્રનાં સ્ટાફ દ્વારા માતા સાથે બચ્ચાંનું મિલન થઇ જાય એ માટે દીપડીનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરવામાં આવી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-15-of-the-two-young-ones-fled-to-leppd-explore-mother-through-forestry-in-visavadar-gujarati-news-5906534-PHO.html

રાજ્યમાં પશુપાલન એક સ્વતંત્ર વ્યવસાય તરીકે વિકસી રહ્યો છે.
DivyaBhaskar News Network | Last Modified - Jun 01, 2018, 02:00 AM IST
રાજ્યમાં પશુપાલન એક સ્વતંત્ર વ્યવસાય તરીકે વિકસી રહ્યો છે. અને રાજ્ય સરકાર દ્વારા પશુપાલન વ્યવસાયના વિકાસમાં વધુ ગતિ લાવવા ઘનિષ્ઠ પ્રયાસ કરી રહી છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં સરળતાથી રોજગારી ઊભી થઈ શકે તે માટે રાજ્યના પશુપાલન ખાતા દ્વારા દુધાળા પશુઓના ફાર્મની સ્થાપના માટે મહત્વકાંક્ષી યોજના અમલમાં મુકવામાં આવી છે. જેનો લાભ લેવા ખેડૂત પોર્ટલ પર તા.5 જુલાઈ સુધી ઓનલાઇન અરજી કરી શકશે.
આ તમામ ઘટકોના પેકેજની સહાય દ્વારા રોજગારી ઊભી કરવાનો નવતર પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. જેના માટે રાજ્યસરકારે બજેટમાં સમગ્ર રાજ્ય માટે કુલ રૂ. 140 કરોડની જોગવાઇ કરી છે. આ યોજના અંતર્ગત 12 દુધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના કરવા માટે પશુઓની ખરીદી પરની લોન પર પાંચ વર્ષ સુધી 7.5 ટકા વ્યાજ સહિત તબેલાના બાંધકામ ખર્ચના 50 ટકા અથવા મહત્તમ રૂ. 1.50 લાખ સુધીની સહાય જ્યારે મિલ્કીંગ મશીન પર મહત્તમ રૂ.33,750 વિગેરે સહાય આપવામાં આવે છે.
લાભાર્થીએ બેન્કમાંથી પશુ ખરીદી માટે ધિરાણ મેળવ્યા બાદ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. 12 દુધાળા પશુઓના ફાર્મની સ્થાપના માટેની નવી યોજના માટે આઇ ખેડુત પર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા. 5 જુલાઈ સુધી રહેશે. અમરેલી જિલ્લાના પશુપાલકોની આ યોજનાનો લાભ લેવા નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત અમરેલી યાદીમાં જણાવાયું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020002-1845448-NOR.html

સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામની સીમમા ગઇકાલે વનતંત્રને એક કુવામાથી
DivyaBhaskar News Network | Last Modified - Jun 03, 2018, 02:00 AM IST
સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામની સીમમા ગઇકાલે વનતંત્રને એક કુવામાથી સિંહ તથા 10 નિલગાયના મૃતદેહ મળી આવ્યા બાદ સિંહનુ મોત તાર ફેન્સીંગમા મુકેલા વિજશોકથી તથા નિલગાયોનુ મોત ઝેરી પાણી પીવાથી સ્પષ્ટ થયુ હતુ અને મૃતદેહોને બાદમા ઢસડીને અહી નાખી દેવાયા હોય વનવિભાગે આ અંગે વાડી માલિક પિતા પુત્ર સહિત પાંચ શખ્સોને ઉઠાવી લઇ આગવીઢબે પુછપરછ શરૂ કરી છે.
અમરેલી જિલ્લાનુ વનતંત્ર હાલમા નિલગાય અને સિંહના હત્યારા કોણ છે ? અને તેના મૃતદેહોના નિકાલનો તથા પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામા કોણે કોણ મદદગારી કરી ? તે જાણવા પ્રયાસો હાથ ધર્યા છે. ગઇકાલે સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામના નનુભાઇ મુળજીભાઇ સુહાગીયાની વાડીના 50 ફુટ ઉંડા કુવામાથી વનતંત્રને આ મૃતદેહો મળી આવ્યા હતા. વનતંત્રએ આ તમામ મૃતદેહોને બહાર કઢાવી પીએમ કરાવતા સિંહનુ મોત તાર ફેન્સીંગમા મુકેલા વિજશોકથી તથા નિલગાયનુ મોત ઝેરી પાણી પીવાથી થયુ હોવાનુ બહાર આવ્યું હતુ.
સિંહ અને નિલગાયનુ મોત પ્રથમ દ્રષ્ટિએ જ આસપાસના વિસ્તારમા થયુ હોવાનુ જણાતુ હતુ. આ ઉપરાંત અહી પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ થયો હોય વનતંત્રએ વાડી માલિક નનુભાઇ મુળજીભાઇ સુહાગીયા તથા તેના પુત્ર અરવિંદને ગઇકાલે સાંજે જ ઉપાડી લઇ પુછપરછ શરૂ કરી હતી. દરમિયાન આજે આ બારામા શંકાના આધારે વધુ ત્રણ શખ્સોને ઉઠાવી લેવાયા હતા. જે પૈકી બે શખ્સો બાજુના ખેતરમા ભાગીયા તરીકે કામ કરે છે. જયારે અન્ય એક શખ્સ વાડી માલિકનો નજીકનો સંબંધી છે. તંત્રને સમગ્ર ઘટનાનો ભેદ ખુબ જ ઝડપથી ઉકેલાઇ જવાની આશા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020002-1865151-NOR.html

સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામની સીમમાં ચાર દિવસ પહેલા નનુ
DivyaBhaskar News Network | Last Modified - Jun 05, 2018, 02:05 AM IST
સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામની સીમમાં ચાર દિવસ પહેલા નનુ મુળજી સુહાગીયાની વાડીના કુવામાંથી 10 નીલગાય અને એક સિંહનો મૃતદેહ મળી આવ્યા બાદ આ બારામાં વનતંત્રએ વાડી માલિક પિતા પુત્રની ધરપકડ કરી છે અને આગામી 6 તારીખ સુધી રિમાન્ડ પર લીધા છે.
સાવરકુંડલા રેન્જના ભેંકડાવીડીની બાજુમાં લીખાળાની સીમમાં નનુ મુળજી સુહાગીયાની વાડીના પાણી ભરેલા કુવામાંથી ગત 31મી તારીખે વનતંત્રને એક સિંહ તથા 10 નિલગાયના મૃતદેહો મળી આવ્યા હતા. ખેડૂત દ્વારા વાડીના તાર ફેન્સીંગમાં વિજ શોક મુકવામાં આવતા આશરે 5 વર્ષની ઉંમરના એક સિંહનું વિજ શોકથી મોત થયું હતું. આવી જ રીતે વાડીમાં ઝેરી પાણી રાખવામાં આવ્યું હોય તે પીવાથી 10 નિલગાયના પણ મોત થયા હતા. આ ઘટના એક જ સમયે બની હતી.
આ તમામ મોતને છુપાવવા સિંહ અને નિલગાયના મૃતદેહોને ઢસડીને વાડીના કુવામાં નાખી દેવાયા હતા. સમગ્ર ઘટના બહાર આવ્યા બાદ વનતંત્રની ટીમે ઘટના સ્થળે દોડી જઇ તમામ મૃતદેહો કબ્જે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ પ્રકરણમાં પ્રથમથી જ વાડી માલીક શંકાના દાયરામાં હતો. દરમ્યાન ગઇકાલે આ પ્રકરણમાં વાડી માલીક નનુ મુળજી સુહાગીયા આને તેના પુત્ર અરવિંદ નનુની ધરપકડ કરવામાં આવી હતી. બંનેને ગઇકાલે અદાલતમાં રજૂ કરવામાં આવતા અદાલતે તેમને આગામી તારીખ 6/6ના રોજ કોર્ટ ખુલતા સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. વનતંત્રની તપાસમાં એવું ખુલ્યું હતું કે તેમની વાડીમાં જ સિંહ અને નિલગાયનું મોત થયું હતું. સમગ્ર ઘટના કંઇ રીતે બની હતી તેના અંકોડા મેળવવા રિમાન્ડ દરમીયાન પુછપરછ શરૂ કરાઇ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020502-1878033-NOR.html

અમરેલી | ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી સમગ્ર અમરેલી જિલ્લામાં
DivyaBhaskar News Network | Last Modified - Jun 07, 2018, 02:05 AM IST
અમરેલી | ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી સમગ્ર અમરેલી જિલ્લામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. ત્યારે પ્રદેશ યુવા ભાજપની સૂચના અનુસાર અમરેલી તાલુકા યુવા ભાજપના હોદ્દેદારો તેમજ આગેવાનો દ્વારા અમરેલીમાં મહાપુરુષ મૂર્તિની સફાઈ કરી તેમને ફુલહાર કરવામાં આવ્યા હતા. પ્રદેશ યુવા ભાજપની સૂચના અનુસાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમરેલી તાલુકા યુવા ભાજપના હોદ્દેદારો તેમજ આગેવાનો દ્વારા કોલેજ સર્કલ ખાતે આવેલ મહાપુરુષોની પ્રતિમાઓની સફાઈ કરી તે પ્રતિમાઓને ફૂલહાર કરવામાં આવ્યા હતા. તસ્વીર- જયેશ લીંબાણી
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020502-1895041-NOR.html

અમરેલીમાં 7000 કાપડની થેલીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું
DivyaBhaskar News Network | Last Modified - Jun 10, 2018, 02:00 AM IST
અમરેલી | અમરેલીમાં લાયન્સ કલબ ઓફ રોયલ તથા ડાયનેમિક ગ્રુપ દ્વારા પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો અભિયાન હેઠળ...
અમરેલી | અમરેલીમાં લાયન્સ કલબ ઓફ રોયલ તથા ડાયનેમિક ગ્રુપ દ્વારા
પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો અભિયાન હેઠળ લાયન્સ કલબના પ્રમુખ વસંતભાઇ
મોવલીયાની અધ્યક્ષતામાં તથા ડાયનેમિક ગ્રુપ અમરેલીના પ્રમુખ હરેશ બાવીશીએ
ચીફ ઓફિસર વસાવાની ઉપસ્થિતિમાં 7000 કાપડની થેલીનું વિનામૂલ્યે વિતરણ કરી
લોકોને પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા અપીલ કરવામાં આવી હતી. આજરોજ અમરેલી
ખાતે લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ તથા ડાયનેમિક ગ્રુપના સંયુક્ત ઉપક્રમે
પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો ઝુંબેશનો પ્રારંભ વેપારીઓ તથા નગરના લોકોને
વિનામૂલ્યે કાપડની થેલીનું વિતરણ કરાયું હતું. તસ્વીર-જયેશ લીંબાણી
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020002-1919881-NOR.html
અમરેલી | અમરેલીમાં લાયન્સ કલબ ઓફ રોયલ તથા ડાયનેમિક ગ્રુપ દ્વારા પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો અભિયાન હેઠળ...
અમરેલીમાં 7000 કાપડની થેલીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020002-1919881-NOR.html
ગેરકાયદે સિંહ દર્શન મુદ્દે મંત્રીનો એક જ પ્રત્યુત્તર રહ્યો કડક કાર્યવાહી થશે
DivyaBhaskar News Network | Last Modified - Jun 11, 2018, 02:00 AM IST
સિંહણને મરઘી ખવડાવવાનાં વિડીયોએ માત્ર પ્રજાને નહીં પરંતુ સરકારને પણ
હચમચાવી નાંખી છે. આ ઘટના બાદ અગ્રમુખ્ય સચિવ જૂનાગઢ દોડી આવ્યા હતા. બાદ
રવિવારે વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા પણ જૂનાગઢ, અમરેલી, સાસણની
મુલાકાત લીધી હતી અને વન વિભાગ, રેવન્યુ વિભાગ તથા પોલીસ વિભાગ સાથે બેઠકો
યોજી હતી. જૂનાગઢમાં આવેલ વનમંત્રીએ દરેક સવાલોનો એક જ જવાબ આપતા કહ્યુ
હતું કે કડક કાર્યવાહી થશે. ગેરકાયદેસર સિંહ દર્શનમાં કયાંયને કયાંય વન
તંત્રનાં કર્મચારીઓની પણ ભૂમિકા નજરે પડે છે. પરંતુ કાર્યવાહી નથી થઈ. વન
મંત્રીને પુછવામાં આવેલા સવાલોમાં તેમણે કહ્યું હતું કે અધિકારીઓની કે
કર્મચારીઓને સંડોવણી સામે આવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
કોઇપણ કેસમાં અધિકારી હશે તો તેની સામે રાજ્ય સરકાર પગલા ભરશે. તેમજ
વનમંત્રીએ એનજીઓ અને હોટલ એસોસીએશન સાથે પણ બેઠક કરી હતી અને દરેક હોટલોમાં
રિસેપ્શન પર ગેરકાયદેસર સિંહને લઇ માહિતી મુકવામાં આવશે. તેની સાઇટ ઉપર
માહિતી પ્રસિદ્ઘ કરાશે. પરંતુ ઉનાની ઘટનામાં હોટલનાં વેઇટરની જ સંડોવણી
સામે આવી છે. સાસણ વિસ્તારમાં પણ કેટલાક હોટલ સંચાલકો ગેરકાયદેસર સિંહનો
ગોરખધંધો કરી રહ્યા છે. ત્યારે હવે સરકાર તેમના પર ભરોસો મુકી રહી છે.
સિંહણને મરઘી ખવડાવતા વિડીયોથી ગુજરાતને કલંક લાગ્યું
વાહન માલિકનાં લાયસન્સ રદ કરી સેન્ચ્યુરીમાં પ્રતિબંધ મુકાશે
ગેરકાયદેસર સિંહ દર્શનની ઘટનામાં વાહન માલિકની કે ડ્રાઇવરની સંડોવણી સામે આવશે તો વાહન માલિકનાં અને ડ્રાઇવરનાં લાયસન્સ અને આઇડી રદ કરી સેન્ચ્યુરી એરીયામાં પ્રતિબંધ મુકવામાં આવશે.
દિપડાનાં સૌથી વધુ હુમલા સૌરાષ્ટ્રમાં, પાર્ક બનશે સુરત-ડાંગમાં
વન મંત્રીને પુછવામાં આવ્યું હતું કે દિપડાઓનાં હુમલા વધી રહ્યા છે ત્યારે વન મંત્રીએ કહ્યુ હતું કે તેને લઇ સરકાર ગંભીર છે અને સુરત જિલ્લામાં અને ડાંગ જિલ્લામાં દિપડા માટે પાર્ક બનાવવામાં આવશે. જોકે સૌથી વધુ દિપડાઓનાં હુમલાઓની ઘટના જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી જિલ્લો સહિત સૌરાષ્ટ્રમાં બની રહી છે ત્યારે અહીંયા પણ દિપડા માટે પાર્ક બનવું જોઈએ.
મંત્રીએ કહ્યુ હતું કે પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક મિડીયામાં આવેલા સમાચારથી ગુજરાતને કલંક લાગ્યો છે. જે તે સ્થળની મુલાકાત લેવામાં આવી છે. માત્ર સરકાર નહીં ગુજરાતની પ્રજા પર સિંહનાં સંવર્ધન અને રક્ષણને લઇ સહકાર આપી રહી છે.
રોજમદારોને અન્યાય થયો નથી
જૂનાગઢમાં રોજમદારો એવી રજુઆત કરી રહ્યા છેકે સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન હોવા છતાં પણ તેમને પુરતુ ભથ્થુ મળતુ નથી. આ અંગે વન વિભાગનાં અધિકારીઓએ કહ્યું હતું કે, યોગ્ય કાર્યવાહી થઇ છે કોર્ટની ગાઇડ લાઇન મુજબ કોઇને અન્યાય થયો નથી.
રજુઆત કરવા આવેલાને ધક્કા મારી બહાર કઢાયો
વન વિભાગ સાથે જોડાયેલા કિશોર મહિડાએ જણાવ્યુ હતું કે હું આજે વન મંત્રીને ગેરકાયદેસર પ્રવૃતિને લઇ રજુઆત કરવા આવ્યો હતો પરંતુ મને મળવા દેવામાં આવ્યો ન હતો. ધક્કા મારી બહાર કઢાયો હતો. https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020002-1927454-NOR.html
ગેરકાયદે સિંહ દર્શનને લઇ સરકાર હવે સફાળી જાગી : અગ્રમુખ્ય સચિવ બાદ મંત્રી પણ ગીરમાં કેટલાક હોટલ માલિકોની...

નાના માચિયાળાની શાળામાં નોટબુક વિતરણ અને વૃક્ષારોપણ કરાયું
DivyaBhaskar News Network | Last Modified - Jun 16, 2018, 02:00 AM IST
લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ દ્વારા દેવરાજીયા પ્રાથમિક શાળામાં વિનામૂલ્યે નોટબુક વિતરણ કર્યા બાદ નાના માચિયાળા પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને જરૂરિયાત મુજબ નોટબૂક આપવામાં આવી હતી. આ શાળામાં 1500થી વધુ નોટબૂક ભેટમાં આપવામાં આવી હતી.
આ નોટબૂક વિતરણના આર્થિક સહયોગી તરીકેની જવાબદારી લાયન્સ સદસ્ય ઉદયરાજભાઈ, વનરાજભાઈ કોઠીવાળે નિભાવી હતી. જેમણે ધોરણ 1થી 8નાં વિદ્યાર્થીઓને નોટબૂક આપી હતી. જયારે ધોરણ 9અને 10ના નોટબૂકનાં દાતા ઘનશ્યામભાઈ કરડ હતા. નોટબુક વિતરણની સાથે પર્યાવરણને ધ્યાનમાં રાખી આ શાળાના પટાંગણમાં લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ દ્વારા વૃક્ષારોપણ કર્યું હતું. વૃક્ષોની જાળવણી થાય એ માટે ટ્રી ગાર્ડ પણ લગાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મામલતદાર પાદરિયા, લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલના પ્રમુખ વસંત મોવલિયા, મુકેશ કોરાટ, દિનેશ કાબરિયા, અરુણ ડેર, રાકેશ નાકરાણી, દિવ્યેશ વેકરીયા, કિશોરભાઈ નાકરાણી, ઉદયરાજભાઈ કોઠીવાળ, વનરાજભાઈ કોઠીવાળ, ગામના સરપંચ વનરાજભાઈ ડાંગર, વિજયભાઈ ડાંગર, ઉપસરપંચ બી.કે.કોઠીવાળ, ઘનશ્યામભાઈ કરડ, બહાદુરભાઈ વાળા, શાળાના આચાર્યે,વિશાલભાઈ ભટ્ટ શિક્ષકો સહિત ગ્રામજનો હાજર રહ્યાં હતાં.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020002-1967282-NOR.html

ખાંભા તુલશીશ્યામ રેંજના ગઢીયા ગામે ગતરાત્રીના શિકારની શોધમા એક
DivyaBhaskar News Network | Last Modified - Jun 18, 2018, 02:00 AM IST
ખાંભા તુલશીશ્યામ રેંજના ગઢીયા ગામે ગતરાત્રીના શિકારની શોધમા એક ડાલામથ્થો સાવજ ગામમા આવી ચડયો હતો. અહી સાવજે એક...
ખાંભા તુલશીશ્યામ રેંજના ગઢીયા ગામે ગતરાત્રીના શિકારની શોધમા એક ડાલામથ્થો સાવજ ગામમા આવી ચડયો હતો. અહી સાવજે એક ઘરની નવ ફુટ ઉંચી દિવાલ કુદી ફળીયામા વાછરડાનુ મારણ કરતા ગ્રામજનોમા ફફડાટ ફેલાયો હતો.
ગીરકાંઠાના ગામડાઓમા અવારનવાર સાવજો શિકારની શોધમા છેક ગામ સુધી ઘુસી જાય છે. ત્યારે ગતરાત્રીના પણ ખાંભા તુલશીશ્યામ રેંજના ગઢીયા ગામે અહી રહેતા જગુભાઇ બચુભાઇ ધાખડાના રહેણાંક મકાનની નવ ફુટ દિવાલ કુદી ફળીયામા ઘુસી ગયો હતો. અહી સાવજે એક વાછરડાનુ મારણ કર્યુ હતુ. ગઢિયા ગામે અવારનવાર સિંહો ગામમા ઘુસી જતા હોય છે. અને ગામમાં જ પશુઓના મારણ કરતા હોય છે.
ગામના જગુભાઈ ધાખડાએ જણાવ્યું હતું કે એક મહિનામા મારા રહેણાંકમા સિંહ બે વખત ઘૂસી મારણ કર્યું હતું. પહેલા પાડીનું મારણ કર્યું અને ગતરાત્રીના ઘરમા બાંધેલ વાછરડાનું મરણ કરી નાખ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અવારનવાર સાવજો શિકારની શોધમા ગામમા આવી ચડે છે જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020003-1982650-NOR.html

ચિખલકુબામા નવો ટુરીઝમ ઝોન બનશે
DivyaBhaskar News Network | Last Modified - Jun 20, 2018, 02:05 AM IST
ચિખલકુબામા નવો ટુરીઝમ ઝોન બનશે ગીર પુર્વના અમરેલી વિસ્તાર હેઠળ આવતા ચિખલકુબા વિસ્તારમા નવો ટુરીઝમ ઝોન...
ચિખલકુબામા નવો ટુરીઝમ ઝોન બનશે
ગીર પુર્વના અમરેલી વિસ્તાર હેઠળ આવતા ચિખલકુબા વિસ્તારમા નવો ટુરીઝમ ઝોન વિકસાવવામા આવશે. સાસણની જેમ અહી વધુને વધુ પ્રવાસીઓ ખેંચવા પ્રયાસ થશે. આવી જ રીતે ગીરનાર પર્વત અભ્યારણ્યમા પણ સિંહ દર્શન શરૂ કરાશે.
આંબરડીમાં વધુ સગવડતાઓ ઉભી કરાશે
સરકાર દ્વારા આંબરડી પાર્ક તથા સાસણ પાર્કમા માળખાગત સુવિધાઓ અને પ્રવાસીઓ માટે વધુ સગવડ ઉભી કરવા 30 કરોડનો ખર્ચ કરાશે. પ્રવાસન વિભાગ દ્વારા આ માટેના કામો ઝડપથી પુર્ણ કરાશે.
કન્ઝર્વેશન રિઝર્વ જાહેર કરાશે
અમરેલી તથા ભાવનગર જિલ્લામા 109 ચો.કિમી વિસ્તારમા સાવજોની રક્ષા મહત્વની છે. સિંહોના રહેઠાણ અને અવરજવરવાળા જંગલ તથા સરકારી પડતર વિસ્તારને કન્ઝર્વેશન રિઝર્વ તરીકે જાહેર કરવામા આવશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020502-2001483-NOR.html

હાલમાં મર્યાદિત સાવજોને લગાવાયા છે રેડીયો કોલર
DivyaBhaskar News Network | Last Modified - Jun 20, 2018, 02:05 AM IST
હાલમાં મર્યાદિત સાવજોને લગાવાયા છે રેડીયો કોલર અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા ક્રાંકચ પંથકમા વસતી એક...

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા ક્રાંકચ પંથકમા વસતી એક સિંહણે વર્ષોથી રેડીયો કોલર લગાવાયો છે જે હાલમા બંધ હાલતમા છે છતા તેના ગળામા લટકે છે. અત્યારે ગણ્યાં ગાંઠયા સાવજોને જ રેડીયો કોલર લાગેલા છે.
સાવજો સાથે દુર્ઘટના અંગે જાણકારી મળશે
જો રેડીયો કોલર કોઇ સાવજને એક જ સ્થળે લાંબો સમય સુધી દર્શાવે તો તે ગંભીર સ્થિતિ દર્શાવે છે. સાવજ સાથે કોઇ પણ પ્રકારની ઘટના બની હોય શકે છે અથવા બિમાર હોય શકે છે. જેનાથી તંત્રને રેડીયો કોલર મારફત ઝડપથી જાણકારી મળી શકે છે. સાવજોના કમોત બાદ એક સ્થળેથી બીજા સ્થળે નાખી જવાની ઘટનાઓ પણ તાજેતરમા બની હતી. આવા કિસ્સામા પણ ઉપયોગી જાણકારી મળી શકે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020502-2001481-NOR.html

2015મા સાવજોની વસતી 523 જેટલી હતી. પરંતુ હાલમા વધીને
DivyaBhaskar News Network | Last Modified - Jun 20, 2018, 02:05 AM IST
2015મા સાવજોની વસતી 523 જેટલી હતી. પરંતુ હાલમા વધીને 600 જેટલી થઇ ગઇ છે. સાવજોના અકુદરતી મોતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે...
2015મા સાવજોની વસતી 523 જેટલી હતી. પરંતુ હાલમા વધીને 600 જેટલી થઇ ગઇ છે. સાવજોના અકુદરતી મોતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સરકાર દ્વારા હવે ગીર જંગલ તથા આસપાસમા વસતા તમામ સાવજોને રેડીયો કોલર પહેરાવવા પર વિચારણા કરવામા આવી રહી છે. આ માટે બે કરોડની વધુનો ખર્ચ થશે પરંતુ તેનાથી એક એક સાવજની મુવમેન્ટ પર તંત્રની નજર રહેશે.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમા યોજાયેલી રીવ્યુ બેઠકમા સાવજોની રક્ષા, ગીર તથા આસપાસમા ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ પર અંકુશ તથા આ વિસ્તારમા પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે અનેક નિર્ણયો લેવાયા હતા. તથા સાવજોની રક્ષા માટે અમુક નિર્ણયો અંગે ગંભીરતાથી વિચારણા કરવામા આવી હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર ગીર અભ્યારણ્ય તથા આસપાસના વિસ્તારમા વસતા તમામ સાવજોને રેડીયો કોલર લગાવવા અંગે પણ વિચારણા કરવામા આવી હતી.
2015મા વસતી ગણતરી વખતે અહી 500થી વધુ સાવજો નોંધાયા હતા. પરંતુ હાલમા આ સાવજોની વસતી 600 પર પહોંચી ગઇ છે. ત્યારે તમામ સાવજોને 600 રેડીયો કોલર લગાવાય તો બે કરોડથી વધુનો ખર્ચ આવવાની શકયતા છે. જો કે તેનાથી દરેક સાવજોની મુવમેન્ટ અંગે તંત્રને સચોટ જાણકારી મળતી રહેશે. જો કે આવા કોઇ નિર્ણયને અમલમા મુકતા પહેલા તંત્રને અનેક મુદાઓ વિચારણામા લેવા પડશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020502-2001482-NOR.html

એક સમયે માત્ર ગીર જંગલની શાન ગણાતા સાવજો હાલમા
DivyaBhaskar News Network | Last Modified - Jun 20, 2018, 02:05 AM IST
એક સમયે માત્ર ગીર જંગલની શાન ગણાતા સાવજો હાલમા અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારની પણ શાન છે. કારણ કે વસતી વધતા...
એક સમયે માત્ર ગીર જંગલની શાન ગણાતા સાવજો હાલમા અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારની પણ શાન છે. કારણ કે વસતી વધતા ખુબ મોટી સંખ્યામા સાવજો અહી વસી રહ્યાં છે ત્યારે હવે રાજય સરકારે અમરેલીમા વનતંત્રનુ નવુ ડિવીઝન ઉભુ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેમા અમરેલી ઉપરાંત ભાવનગર જિલ્લાને પણ આવરી લેવાશે.
અમરેલી જિલ્લામા વસતા સાવજોની દેખરેખ, સુરક્ષા અને પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા અમરેલી ખાતે વનતંત્રનુ એક નવુ ડિવીઝન ઉભુ કરવા રાજય સરકારની ગઇકાલે મળેલી રીવ્યુ બેઠકમા નિર્ણય લેવામા આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓ અને વનમંત્રીની ઉપસ્થિતિમા મુખ્યમંત્રીની અધ્યક્ષતામા આ બેઠક યોજાઇ હતી. ગીર અભ્યારણ્ય બહાર વસતા સાવજો પર દેખરેખ માટે હવે નવા ડિવીઝનની આવશ્યકતા જણાય છે.
અમરેલી ડિવીઝનમા અમરેલી જિલ્લાના અમરેલી, લીલીયા, કુંકાવાવ, જાફરાબાદ, રાજુલા તથા ભાવનગર જિલ્લાના મહુવા, જેસર, પાલિતાણા અને તળાજા તાલુકા વિસ્તારને આવરી લેવામા આવશે. અભ્યારણ્ય સિવાયના આ વિસ્તારમા નવા થાણા, નવા નાકા ઉભા કરવામા આવશે. અને વાયરલેસ નેટવર્ક પણ ઉભુ કરવામા આવશે. આ વિસ્તારમા વન્યપ્રાણી મિત્રો અને ટ્રેકર્સની નિમણુંક કરવામા આવશે. વન્ય અધિકારીને વધુ સગવડતાઓ આપી સાવજોની રક્ષા સુદ્રઢ કરાશે.
રેવન્યુ વિસ્તારમા સાવજોની સંખ્યા વધી રહી છે અને હવે આવનારો વધારો પણ રેવન્યુ વિસ્તારમા જ હશે ત્યારે સિંહ સંરક્ષણ પ્રત્યે લોકોની જાગૃતિ કેળવવા પણ અનેકવિધ પગલાઓ લેવામા આવશે. આ માટે નેચર એજયુકેશન કેમ્પ જેવા પગલા લેવાશે. અને વનમંત્રીના અધ્યક્ષસ્થાને સાવજોની રક્ષા માટે સ્ટીયરીંગ કમિટીની રચના કરવામા આવશે. જિલ્લા સ્તરે આ માટે કલેકટરની અધ્યક્ષતામા મોનીટરીંગ કમિટી બનાવાશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020502-2001484-NOR.html

વરસાદની રાહ... મોરની કળા સોળે કળાએ ખીલી ઉઠી, અદભૂત નજારો
DivyaBhaskar.com | Last Modified - Jun 28, 2018, 02:29 PM IST
મરેલીના ધારી પંથકમાં મોરની કળા સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવો વીડિયો વાયરલ થયો છે
અમરેલી: અમરેલી સહિત સૌરાષ્ટ્રભરમાં જગતનો તાત આકાશ સામે મીટ માંડી વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યો છે. ત્યારે પશુ-પક્ષીઓ પણ મેઘરાજાના આગમનની રાહ જોઇ રહ્યા છે. વરસાદના આગમનને લઇને રાષ્ટ્રીય પક્ષી મોર કળા કરે ત્યારે અદભૂત નજારો જોવા મળતો હોય છે. ત્યારે અમરેલીના ધારી પંથકમાં મોરની કળા સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવો વીડિયો વાયરલ થયો છે અને તેમાં કળાનો અદભૂત નજારો કેદ થયો છે.
for video click;https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-monsoon-in-amreli-has-led-scenic-beauty-at-its-best-with-greenery-and-peacock-dance-gujarati-news-5905029-PHO.html

Subscribe to:
Posts (Atom)