Saturday, June 30, 2018

નાના માચિયાળાની શાળામાં નોટબુક વિતરણ અને વૃક્ષારોપણ કરાયું

DivyaBhaskar News Network | Last Modified - Jun 16, 2018, 02:00 AM IST
લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ દ્વારા દેવરાજીયા પ્રાથમિક શાળામાં વિનામૂલ્યે નોટબુક વિતરણ કર્યા બાદ નાના માચિયાળા પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને જરૂરિયાત મુજબ નોટબૂક આપવામાં આવી હતી. આ શાળામાં 1500થી વધુ નોટબૂક ભેટમાં આપવામાં આવી હતી.

આ નોટબૂક વિતરણના આર્થિક સહયોગી તરીકેની જવાબદારી લાયન્સ સદસ્ય ઉદયરાજભાઈ, વનરાજભાઈ કોઠીવાળે નિભાવી હતી. જેમણે ધોરણ 1થી 8નાં વિદ્યાર્થીઓને નોટબૂક આપી હતી. જયારે ધોરણ 9અને 10ના નોટબૂકનાં દાતા ઘનશ્યામભાઈ કરડ હતા. નોટબુક વિતરણની સાથે પર્યાવરણને ધ્યાનમાં રાખી આ શાળાના પટાંગણમાં લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ દ્વારા વૃક્ષારોપણ કર્યું હતું. વૃક્ષોની જાળવણી થાય એ માટે ટ્રી ગાર્ડ પણ લગાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મામલતદાર પાદરિયા, લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલના પ્રમુખ વસંત મોવલિયા, મુકેશ કોરાટ, દિનેશ કાબરિયા, અરુણ ડેર, રાકેશ નાકરાણી, દિવ્યેશ વેકરીયા, કિશોરભાઈ નાકરાણી, ઉદયરાજભાઈ કોઠીવાળ, વનરાજભાઈ કોઠીવાળ, ગામના સરપંચ વનરાજભાઈ ડાંગર, વિજયભાઈ ડાંગર, ઉપસરપંચ બી.કે.કોઠીવાળ, ઘનશ્યામભાઈ કરડ, બહાદુરભાઈ વાળા, શાળાના આચાર્યે,વિશાલભાઈ ભટ્ટ શિક્ષકો સહિત ગ્રામજનો હાજર રહ્યાં હતાં.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020002-1967282-NOR.html

No comments: