Saturday, June 30, 2018

બાદલપુરનાં 250 ઘરમાં પાણી અને ચકલીનાં ચણનાં કુંડા મૂકાયા

DivyaBhaskar News Network | Last Modified - Jun 29, 2018, 03:00 AM IST
જૂનાગઢનાં બાદલપુર ગામમાં પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. બાદલપુર ગામનાં 250 ઘરમાં ચકલી માટે પાણી અને ચણનાં કુંડા અને માળાનું વિતરણ કરવામાં આવ્યું છે.

માળા ગરબા અને કાગળનાં ખોખામાંથી બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત ગામનાં યુવાનો દ્વારા ગામને હરિયાળુ બનાવવા માટે 1000 વૃક્ષનું વાવેતર કર્યુ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા સરપંચ રમેશભાઇ ભીમાણી, મગનભાઇ માથુકીયા, રામજીભાઇ કાપડીયા, મુકેશભાઇ માથુકીયા, કમલેશભાઇ શેખડા, ભોવાનભાઇ ભીમાણી, અશોકભાઇ સોજીત્રા, છગનભાઇ સોજીત્રા, હિતેષભાઇ દવેએ જહેમત ઉઠાવી હતી. તસ્વીર-ભાસ્કર
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-030003-2076991-NOR.html

No comments: