Saturday, June 30, 2018

સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામની સીમમાં ચાર દિવસ પહેલા નનુ

DivyaBhaskar News Network | Last Modified - Jun 05, 2018, 02:05 AM IST
સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામની સીમમાં ચાર દિવસ પહેલા નનુ મુળજી સુહાગીયાની વાડીના કુવામાંથી 10 નીલગાય અને એક સિંહનો મૃતદેહ મળી આવ્યા બાદ આ બારામાં વનતંત્રએ વાડી માલિક પિતા પુત્રની ધરપકડ કરી છે અને આગામી 6 તારીખ સુધી રિમાન્ડ પર લીધા છે.

સાવરકુંડલા રેન્જના ભેંકડાવીડીની બાજુમાં લીખાળાની સીમમાં નનુ મુળજી સુહાગીયાની વાડીના પાણી ભરેલા કુવામાંથી ગત 31મી તારીખે વનતંત્રને એક સિંહ તથા 10 નિલગાયના મૃતદેહો મળી આવ્યા હતા. ખેડૂત દ્વારા વાડીના તાર ફેન્સીંગમાં વિજ શોક મુકવામાં આવતા આશરે 5 વર્ષની ઉંમરના એક સિંહનું વિજ શોકથી મોત થયું હતું. આવી જ રીતે વાડીમાં ઝેરી પાણી રાખવામાં આવ્યું હોય તે પીવાથી 10 નિલગાયના પણ મોત થયા હતા. આ ઘટના એક જ સમયે બની હતી.

આ તમામ મોતને છુપાવવા સિંહ અને નિલગાયના મૃતદેહોને ઢસડીને વાડીના કુવામાં નાખી દેવાયા હતા. સમગ્ર ઘટના બહાર આવ્યા બાદ વનતંત્રની ટીમે ઘટના સ્થળે દોડી જઇ તમામ મૃતદેહો કબ્જે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ પ્રકરણમાં પ્રથમથી જ વાડી માલીક શંકાના દાયરામાં હતો. દરમ્યાન ગઇકાલે આ પ્રકરણમાં વાડી માલીક નનુ મુળજી સુહાગીયા આને તેના પુત્ર અરવિંદ નનુની ધરપકડ કરવામાં આવી હતી. બંનેને ગઇકાલે અદાલતમાં રજૂ કરવામાં આવતા અદાલતે તેમને આગામી તારીખ 6/6ના રોજ કોર્ટ ખુલતા સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. વનતંત્રની તપાસમાં એવું ખુલ્યું હતું કે તેમની વાડીમાં જ સિંહ અને નિલગાયનું મોત થયું હતું. સમગ્ર ઘટના કંઇ રીતે બની હતી તેના અંકોડા મેળવવા રિમાન્ડ દરમીયાન પુછપરછ શરૂ કરાઇ છે. 
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020502-1878033-NOR.html

No comments: