રેવન્યુ વિસ્તારમાં ફરતો દિપડો યુનિ. કેમ્પસમાં આવી જતા વિદ્યાર્થીઓમાં ફેલાયો ભય
એગ્રીકલ્ચર યુનીવર્સિટીના કેમ્પસની એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટમાં દિપડો
ઘુસી આવ્યો હતો. જેથી વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાતા સિક્યુરીટી
સુપરવાઈઝર સહિત એક સિક્યુરીટી ગાર્ડને દિપડાને ભગાડવા માટે બોલાવવામાં
આવ્યા હતા. દરમિયાન ઉશ્કેરાયેલા દિપડાએ સિક્યુરીટી સુપરવાઈઝર પર હુમલો કરી
દેતા તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ
ખસેડવામાં આવ્યા હતા. જોકે બાદમાં વન વિભાગ દ્વારા દિપડાને રેસ્ક્યુ કરી
પાંજરે પૂરી દેવામાં આવ્યો હતો. હાલ દિપડાને જૂનાગઢ સક્કરબાગ ઝુમાં
રાખવામાં આવ્યો છે . આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢ એગ્રીકલ્ચર
યુનીવર્સિટીના કેમ્પસમાં સિક્યુરીટી સુપરવાઈઝર તરીકે કામ કરતા ફિરોજભાઈ
અબ્દુલભાઈ કુરેશીને યુનિવર્સિટી કેમ્પસમાં સવારે 8.30 વાગ્યે દિપડો ઘુસી
આવ્યો હોવાથી તેમને ફોન કરી બોલાવવામાં આવ્યા હતા. જેથી ફિરોજભાઈ અન્ય એક
સિક્યુરીટી ગાર્ડ સાથે દિપડાને કેમ્પસમાં બહાર કાઢવા માટે ગયા હતા. જોકે
ઉશ્કેરાયેલા દિપડાએ ફિરોજ પર હુમલો કરી દિધો હતો. જેમાં ફિરોજભાઈને માથા
તેમજ અન્ય ભાગમાં ગંભીર ઈજાઓ પહોચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં
આવ્યા હતા. સમગ્ર ઘટના બાદ વનતંત્રને જાણ કરવામાં આવી હતી. જેથી
ઉશ્કેરાયેલા દિપડાને શાંત કરી વનતંત્ર દ્વારા 40 મિનિટની અંદર જ રેસ્ક્યુ
કરી પાંજરે પુર્યા બાદ સક્કરબાગ ઝુમાં રાખવામાં આવ્યો છે. જેને થોડા સમયમાં
જંંગલમાં છોડી દેવામાં આવશે. રેસ્ક્યુ કરી પાંજરે પુર્યા બાદ સક્કરબાગ ઝુમાં રાખવામાં આવ્યો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-031503-2061146-NOR.html
No comments:
Post a Comment