DivyaBhaskar News Network | Last Modified - Jun 03, 2018, 02:00 AM IST
સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામની સીમમા ગઇકાલે વનતંત્રને એક કુવામાથી સિંહ
તથા 10 નિલગાયના મૃતદેહ મળી આવ્યા બાદ સિંહનુ મોત તાર ફેન્સીંગમા મુકેલા
વિજશોકથી તથા નિલગાયોનુ મોત ઝેરી પાણી પીવાથી સ્પષ્ટ થયુ હતુ અને મૃતદેહોને
બાદમા ઢસડીને અહી નાખી દેવાયા હોય વનવિભાગે આ અંગે વાડી માલિક પિતા પુત્ર
સહિત પાંચ શખ્સોને ઉઠાવી લઇ આગવીઢબે પુછપરછ શરૂ કરી છે.
અમરેલી જિલ્લાનુ વનતંત્ર હાલમા નિલગાય અને સિંહના હત્યારા કોણ છે ?
અને તેના મૃતદેહોના નિકાલનો તથા પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામા કોણે
કોણ મદદગારી કરી ? તે જાણવા પ્રયાસો હાથ ધર્યા છે. ગઇકાલે સાવરકુંડલા
તાલુકાના લીખાળા ગામના નનુભાઇ મુળજીભાઇ સુહાગીયાની વાડીના 50 ફુટ ઉંડા
કુવામાથી વનતંત્રને આ મૃતદેહો મળી આવ્યા હતા. વનતંત્રએ આ તમામ મૃતદેહોને
બહાર કઢાવી પીએમ કરાવતા સિંહનુ મોત તાર ફેન્સીંગમા મુકેલા વિજશોકથી તથા
નિલગાયનુ મોત ઝેરી પાણી પીવાથી થયુ હોવાનુ બહાર આવ્યું હતુ.
સિંહ અને નિલગાયનુ મોત પ્રથમ દ્રષ્ટિએ જ આસપાસના વિસ્તારમા થયુ હોવાનુ
જણાતુ હતુ. આ ઉપરાંત અહી પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ થયો હોય વનતંત્રએ
વાડી માલિક નનુભાઇ મુળજીભાઇ સુહાગીયા તથા તેના પુત્ર અરવિંદને ગઇકાલે સાંજે
જ ઉપાડી લઇ પુછપરછ શરૂ કરી હતી. દરમિયાન આજે આ બારામા શંકાના આધારે વધુ
ત્રણ શખ્સોને ઉઠાવી લેવાયા હતા. જે પૈકી બે શખ્સો બાજુના ખેતરમા ભાગીયા
તરીકે કામ કરે છે. જયારે અન્ય એક શખ્સ વાડી માલિકનો નજીકનો સંબંધી છે.
તંત્રને સમગ્ર ઘટનાનો ભેદ ખુબ જ ઝડપથી ઉકેલાઇ જવાની આશા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020002-1865151-NOR.html
Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment