Saturday, June 30, 2018

કરેણીની સીમમાં બકરાં ચારતા યુવાન પર દીપડાનો હુમલો

DivyaBhaskar News Network | Last Modified - Jun 28, 2018, 03:00 AM IST

કરેણીની સીમમાં બકરાં ચારતા યુવાન પર દીપડાનો હુમલો
કરેણીની સીમમાં બકરાં ચારતા યુવાન પર દીપડાનો હુમલો
ગીરગઢડા તાલુકાના કરેણી ગામે રહેતા દિપકભાઇ વિજાભાઇ વેગડ (ઉ.વ.20) પોતાના પરિવારની રોજી રોટી રડવા સીમ વિસ્તારમાં બકરા ચારતો હોય એ વખતે અચાનક દીપડો આવી ચડતા દીપકભાઇ પર હુમલો કરતા હાથના ભાગે ગંભીર ઇજા પહોચાડી હતી. ખૂંખાર દીપડાના હુમલાથી યુવાન રાડારાડ કરવા લાગતા નજીકના વાડી વિસ્તારમાં કામ કરતા ગોવિંદભાઇ શિંગડને અવાજ આવતા દોડી જતાં દીપડો નાશી છુટ્યો હોય અને ગંભીર ઇજા ગ્રસ્ત યુવાન લોહીલુહાણ હાલતમાં જોતા ઇમરજન્સી 108ને જાણ કરતા ઇએમટી સ્મીતાબેન મકવાણા અને પાઇલોટ હરીભાઇ ડોડીયાએ તાત્કાલીક સારવાર અર્થે ઉના સરકારી હોસ્પીટલે ખસેડેલ અને તબીબએ વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરેલ હતા. જ્યારે આ બનાવ નજીક વાડીમાં આવેલ કુંડામાં 4 સિંહ પરીવાર પાણી પીવા હોવાનું જાણવા મળેલ છે. ત્યારે દિવસે પણ લોકોને બહાર નિકળવું મુશ્કેલ બની ગયુ હોય વનવિભાગ દ્વારા પાંજરૂ મુકવામાં આવે તેવી માંગ ઉઠવા પામેલ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-030002-2068899-NOR.html

No comments: