Saturday, June 30, 2018

ગિરનાર અભયારણ્યમાં પણ સિંહ દર્શન શરૂ કરાશે

DivyaBhaskar News Network | Last Modified - Jun 20, 2018, 04:40 AM IST
ગિરનાર પર્વતનાં અભયારણ્યમાં 35 થી વધુ સિંહોનો વસવાટ છે. આથી હવે અહીં પણ સિંહ દર્શન શરૂ કરવામાં આવનાર છે. અગાઉ સરકાર આ અંગેની જાહેરાત કરી ચૂકી છે. જોકે, તેનાં ટેક્નિકલ પાસાં અંગેની વિગતો બાદમાં બહાર આવી નહોતી. આ સાથે હાલ સિંહનો રહેઠાણ વિસ્તાર વન્ય પ્રાણી વર્તુળ-જૂનાગઢ, જૂનાગઢ ક્ષેત્રીય વર્તુળ અને રાજકોટ વર્તુળ હેઠળ છે. તેમાં ફેરફાર કરીને સિંહોના રહેઠાણનો તમામ વિસ્તાર હવેથી વન્ય પ્રાણી વર્તુળ જૂનાગઢ હેઠળ લાવવામાં આવશે. આ અંગેનો નિર્ણય ગઇકાલ તા. 18 જુને મુખ્યમંત્રીનાં અધ્યક્ષસ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ સહિતનાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં વનમંત્રી, વનવિભાગનાં અધિક મુખ્ય સચિવ, અન્ય ઉચ્ચ અધિકારીઓ, રાજ્યનાં પોલીસ વડા, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભગનાં અધિક મુખ્ય સચિવ, ગુજરાત પ્રવાસન નિગમનાં એમડી સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સિંહોનાં લાંબા ગાળાના સંરક્ષણ, ગે.કા. લાયન શો, સિંહો પાછળ વાહન દોડાવી સિંહોને રંજાડવા, ગે.કા. વિડીયો ઉતારવા જેવા ગુનાઓમાં 7 વર્ષ સુધીની સજા થઇ શકે એવી કલમો લગાડવાનો નિર્ણય લેવાયો હતો. તો અભયારણ્ય સિવાયના સિંહના રહેઠાણ, અવરજવરવાળા વિસ્તારમાં નવા થાણાં, નાકા અને વાયરલેસ નેટવર્ક ઉભું કરાશે. આવા વિસ્તારમાં વન્ય પ્રાણી મિત્રો તેમજ ટ્રેકર્સની નિમણૂંક કરી તેઓને સેન્ચ્યુરીની જેમજ ટ્રેનીંગ અપાશે.

નેચર એજ્યુકેશન કેમ્પો પર ભાર મૂકાશે

ગિરની બહારનાં બૃહદ ગિર તરીકે ઓળખાતા વિસ્તારોમાં નેચર એજ્યુકેશન પર ભાર મૂકાશે.

સિંહ દર્શન માટે કઇ સુવિધા વધશે ?

- સાસણમાં સિંહ દર્શન માટેની પરમીટ શનિ-રવિમાં 50 થી વધારે 60 અને અન્ય દિવસોમાં 30 થી વધારી 50 કરાશે.

- સાસણ ટુરિઝમ રૂટમાં હાલ 10 રૂટ છે. જેમાં નવા રૂટો ઉમેરાશે. એ માટે ટેક્નિકલ અભ્યાસ કરાશે. 
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-044003-2006557-NOR.html

No comments: