Saturday, June 30, 2018

ધો. 7ના છાત્રો ભણશે ખેડૂત-સિંહની દોસ્તીનો પાઠ

DivyaBhaskar News Network | Last Modified - Jun 29, 2018, 02:45 AM IST
પ્રાણી પ્રેમ | સિંહ વિશે વિદ્યાર્થીકાળથી જ્ઞાન મળી રહે તે માટે ધો.7 ના ગુજરાતી વિષયમાં alt147 સિંહની દોસ્તી alt145 ના...
અેજયુકેશન રીપોર્ટર | વિસાવદર

વિસાવદર તાલુકાના ખેડૂત દરબાર અને સિંહ વચ્ચેનો સંબંધ વિખ્યાત છે. પરંતુ સિંહના સામાજીક પણા અંગે વિદ્યાર્થીકાળથી જ જ્ઞાન મળી રહે તે માટે ધો.7 ના ગુજરાતી દ્રિતીય સત્રના પાઠ નં.16 માં "સિંહની દોસ્તી’ નો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સિંહ અને મોટીમોણપરીના ખેડૂત વચ્ચે કેવી રીતે સંબંધ બંધાયો અને જીવનભર સિંહે આ નાતો નિભાવી અેક સામાજીક પ્રાણી તરીકેની ફરજ બજાવી હોવાનો પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સિંહ હિંસક હોવાની સાથે સિંહ એક સામાજીક પ્રાણી પણ છે. આ રોયલ પ્રાણી વિશે હાલમાં પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સિંહની તથા તેની પ્રકૃતિ વિશે માહિતગાર થઇ શકે તે માટે ધો.7 ના પાઠ્યપુસ્તકમાં ઉપરોક્ત વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના કવિ ભાણભાઇ ગીડાએ લખેલ. સિંહની દોસ્તીમાં મોટીમોણપરીના માત્રાવાળા દરબાર નામના ખેડૂત ગામમાંથી પસાર થતી નદીના કાંઠે આવેલ તેના ખેતરમાં બેઠા હતાં. તેવામાં અચાનક સિંહ અને સિંહણ "બેલાડ ‘સામાથે નદીમાં પાણી પીવા માટે ચાલ્યુ આવતું હતું અને સિંહણ પાણી પીતી હતી. તેવામાં પાણીમાં રહેલ મગરે સિંહણને પકડી અંદર ઢસડી લઇ ગયો અને તેને બચાવવા માટે સિંહે અનેક પ્રયાસ કર્યા, પરંતુ સિંહણને મગરે મારી નાખી.

જેથી રઘવાયો થયેલ સિંહ શું કરે તે જોવા માટે માત્રાવાળા દરબાર તેની સામે જ ચાર-પાંચ દિવસ બેઠા રહ્યા અને સિંહ પણ સિંહણનો વેર વાળવા માટે ખુંખાર બન્યો હતો. તેવામાં એક દિવસ સિંહ પાણી પીવા જાય તે દરમિયાન સિંહણનો હત્યારો મગર સામે આવ્યો અને સિંહ અને મગર વચ્ચે એક કલાક સુધી જીવ સટોસટનો જંગ જામ્યો હતો.

આ દ્રશ્ય જોવા માટે આખુ ગામ એકઠું થયું હતું અને અંતે સિંહે મગરને મારી નાખ્યો. બાદમાં સિંહ પણ ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને બચાવવા માટે માત્રાવાળા નજીક ગયા અને તેની જાતે જ સારવાર કરી, પાણી આપ્યું બે-ચાર દિવસ બાદ સિંહ શસક્ત થઇ ગયા બાદ માત્રાવાળાની સાથે તેની દોસ્તી થઇ ગઇ અને તેની સાથે ઘરે પણ જાતો થઇ ગયો.

એક દિવસ ઘરે ચોર આવ્યા અને સિંહ તેને પણ ફાડી ખાધા હતાં. બાદમાં અચાનક એક દિવસ માત્રાવાળા દરબારનું મૃત્યું થતાં સિંહ સ્મશાન યાત્રામાં ચાલીને સ્મશાન સુધી સાથે ગયો અને અંતીમ ક્રિયા સુધી સાથે રહ્યો હતો. બાદમાં ત્યાંથી દુર ચાલ્યો ગયો હતો.

મોટીમોણપરીનાં સિંહપ્રેમી ખેડૂતની કથા

આ સત્ય હકીકતો વિદ્યાર્થીઓથી અજાણ ન રહે અને સિંહ વિશે વિદ્યાર્થીકાળથી જ જાગૃતતા આવે કે સિંહ માત્ર હિંસક પ્રાણી જ નહીં પરંતુ એક સામાજીક પ્રાણી પણ છે. તે માટે ધો.7 ના પાઠ્યપુસ્તકમાં ઉપરોક્ત હકીકતનો સમાવેશ કરવામાં આવતાં ગુજરાતભરના વિદ્યાર્થીઓ મોટીમોણપરીના ખેડૂત અને સિંહની દોસ્તીથી વાકેફ થશે અને સિંહની સામાજીકતા અંગે જાણકારી મેળવશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-div-news-024503-2076985-NOR.html

No comments: