Saturday, June 30, 2018

વન મહોત્સવ પહેલા કચેરીઓ પાસેથી વૃક્ષની સંખ્યા મંગાવાઇ

DivyaBhaskar News Network | Last Modified - Jun 30, 2018, 03:45 AM ISTજૂનાગઢમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, જોકે વન મહોત્સવને લઇ તારીખ હજુ નકકી થઇ નથી. પરંતુ વન વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જૂનાગઢમાં આવેલી જુદી-જુદી સરકારી કચેરીઓ પાસેથી વિગત માંગવામાં આવી છે,જેમાં કયાં પ્રકારનાં વૃક્ષો જોઇએ છેω, કેટલા વૃક્ષ જોઇઅે છેω, કેટલા પીંજરા જોશે ω સહિતની વિગત એકઠી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જૂનાગઢમાં કેટલીક કચેરીઓમાં તો વૃક્ષા રોપણને લઇ ખાડા પણ ખોદી નાખવામાં આવ્યાં છે. દર વર્ષે વન મહોત્સવને લઇ લાખોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર અને રોપાનું વિતરણ કરવામાં આવે છે. વન મહોત્સવમાં સામાજીક સંસ્થાઓની સાથે શાળા,કોલેજને પણ જોડવામાં આવે છે. ચાલુ વર્ષે વન મહોત્સવની હજુ તારીખ આવી નથી. પરંતુ વન વિભાગે તૈયારીઓ શરૂકરી દીધી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-034503-2086503-NOR.html

No comments: