Saturday, June 30, 2018

વન્ય પ્રાણીના આંટા ફેરા વધતા દામોદર કુંડ, મંદિરે ફેન્સીંગ લગાવો

DivyaBhaskar News Network | Last Modified - Jun 21, 2018, 02:50 AM IST

વન્ય પ્રાણીના આંટા ફેરા વધતા દામોદર કુંડ, મંદિરે ફેન્સીંગ લગાવોવન્ય પ્રાણીના આંટા ફેરા વધતા દામોદર કુંડ, મંદિરે ફેન્સીંગ લગાવો
જૂનાગઢના દામોદર કુંડ અને રાધા દામોદરજી મંદિર ખાતે છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીના આંટા ફેરા વધી ગયા છે. ત્યારે આ જંગલી પ્રાણીઓ કોઇ યાત્રી પર હુમલો કરે તે પહેલા સરાઉન્ડીંગ ફેન્સીંગ કરવા માંગ ઉઠી છે. આ અંગે રાધા દામોદરજી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે પવિત્ર દામોદર કુંડ અને રાધા દામોદરજી મંદિર ફરતે ગાઢ જંગલ આવેલ છે. અહિંયા અવાર નવાર સિંહ, દિપડા જેવા હિંસક પ્રાણીઓ ધસી આવે છે.ત્યારે કોઇ યાત્રી પર ખુંખાર પ્રાણીઓ હુમલો કરે તે પહેલા કુંડ અને મંદિર ફરતે સરાઉન્ડીંગ ફેન્સીંગ કરવામાં આવે તે જરૂરી છે. સ્થાનિક કક્ષાએ નાયબ વન સંરક્ષક અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુધી રજૂઆત કરવા છતાં કોઇ કામગીરી થઇ ન હોય મુખ્યમંત્રી કક્ષાએથી કામગીરીના આદેશ કરવા માંગ કરાઇ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-025002-2010154-NOR.html

No comments: