Saturday, June 30, 2018

ખાંભા તુલશીશ્યામ રેંજના ગઢીયા ગામે ગતરાત્રીના શિકારની શોધમા એક

DivyaBhaskar News Network | Last Modified - Jun 18, 2018, 02:00 AM IST
ખાંભા તુલશીશ્યામ રેંજના ગઢીયા ગામે ગતરાત્રીના શિકારની શોધમા એક ડાલામથ્થો સાવજ ગામમા આવી ચડયો હતો. અહી સાવજે એક...
ખાંભા તુલશીશ્યામ રેંજના ગઢીયા ગામે ગતરાત્રીના શિકારની શોધમા એક ડાલામથ્થો સાવજ ગામમા આવી ચડયો હતો. અહી સાવજે એક ઘરની નવ ફુટ ઉંચી દિવાલ કુદી ફળીયામા વાછરડાનુ મારણ કરતા ગ્રામજનોમા ફફડાટ ફેલાયો હતો.

ગીરકાંઠાના ગામડાઓમા અવારનવાર સાવજો શિકારની શોધમા છેક ગામ સુધી ઘુસી જાય છે. ત્યારે ગતરાત્રીના પણ ખાંભા તુલશીશ્યામ રેંજના ગઢીયા ગામે અહી રહેતા જગુભાઇ બચુભાઇ ધાખડાના રહેણાંક મકાનની નવ ફુટ દિવાલ કુદી ફળીયામા ઘુસી ગયો હતો. અહી સાવજે એક વાછરડાનુ મારણ કર્યુ હતુ. ગઢિયા ગામે અવારનવાર સિંહો ગામમા ઘુસી જતા હોય છે. અને ગામમાં જ પશુઓના મારણ કરતા હોય છે.

ગામના જગુભાઈ ધાખડાએ જણાવ્યું હતું કે એક મહિનામા મારા રહેણાંકમા સિંહ બે વખત ઘૂસી મારણ કર્યું હતું. પહેલા પાડીનું મારણ કર્યું અને ગતરાત્રીના ઘરમા બાંધેલ વાછરડાનું મરણ કરી નાખ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અવારનવાર સાવજો શિકારની શોધમા ગામમા આવી ચડે છે જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020003-1982650-NOR.html

No comments: