Saturday, June 30, 2018

ગેરકાયદે સિંહ દર્શન મુદ્દે મંત્રીનો એક જ પ્રત્યુત્તર રહ્યો કડક કાર્યવાહી થશે

DivyaBhaskar News Network | Last Modified - Jun 11, 2018, 02:00 AM IST
ગેરકાયદે સિંહ દર્શનને લઇ સરકાર હવે સફાળી જાગી : અગ્રમુખ્ય સચિવ બાદ મંત્રી પણ ગીરમાં કેટલાક હોટલ માલિકોની...
ગેરકાયદે સિંહ દર્શન મુદ્દે મંત્રીનો એક જ પ્રત્યુત્તર રહ્યો કડક કાર્યવાહી થશે
ગેરકાયદે સિંહ દર્શન મુદ્દે મંત્રીનો એક જ પ્રત્યુત્તર રહ્યો કડક કાર્યવાહી થશે
સિંહણને મરઘી ખવડાવવાનાં વિડીયોએ માત્ર પ્રજાને નહીં પરંતુ સરકારને પણ હચમચાવી નાંખી છે. આ ઘટના બાદ અગ્રમુખ્ય સચિવ જૂનાગઢ દોડી આવ્યા હતા. બાદ રવિવારે વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા પણ જૂનાગઢ, અમરેલી, સાસણની મુલાકાત લીધી હતી અને વન વિભાગ, રેવન્યુ વિભાગ તથા પોલીસ વિભાગ સાથે બેઠકો યોજી હતી. જૂનાગઢમાં આવેલ વનમંત્રીએ દરેક સવાલોનો એક જ જવાબ આપતા કહ્યુ હતું કે કડક કાર્યવાહી થશે. ગેરકાયદેસર સિંહ દર્શનમાં કયાંયને કયાંય વન તંત્રનાં કર્મચારીઓની પણ ભૂમિકા નજરે પડે છે. પરંતુ કાર્યવાહી નથી થઈ. વન મંત્રીને પુછવામાં આવેલા સવાલોમાં તેમણે કહ્યું હતું કે અધિકારીઓની કે કર્મચારીઓને સંડોવણી સામે આવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઇપણ કેસમાં અધિકારી હશે તો તેની સામે રાજ્ય સરકાર પગલા ભરશે. તેમજ વનમંત્રીએ એનજીઓ અને હોટલ એસોસીએશન સાથે પણ બેઠક કરી હતી અને દરેક હોટલોમાં રિસેપ્શન પર ગેરકાયદેસર સિંહને લઇ માહિતી મુકવામાં આવશે. તેની સાઇટ ઉપર માહિતી પ્રસિદ્ઘ કરાશે. પરંતુ ઉનાની ઘટનામાં હોટલનાં વેઇટરની જ સંડોવણી સામે આવી છે. સાસણ વિસ્તારમાં પણ કેટલાક હોટલ સંચાલકો ગેરકાયદેસર સિંહનો ગોરખધંધો કરી રહ્યા છે. ત્યારે હવે સરકાર તેમના પર ભરોસો મુકી રહી છે.

સિંહણને મરઘી ખવડાવતા વિડીયોથી ગુજરાતને કલંક લાગ્યું

વાહન માલિકનાં લાયસન્સ રદ કરી સેન્ચ્યુરીમાં પ્રતિબંધ મુકાશે

ગેરકાયદેસર સિંહ દર્શનની ઘટનામાં વાહન માલિકની કે ડ્રાઇવરની સંડોવણી સામે આવશે તો વાહન માલિકનાં અને ડ્રાઇવરનાં લાયસન્સ અને આઇડી રદ કરી સેન્ચ્યુરી એરીયામાં પ્રતિબંધ મુકવામાં આવશે.

દિપડાનાં સૌથી વધુ હુમલા સૌરાષ્ટ્રમાં, પાર્ક બનશે સુરત-ડાંગમાં

વન મંત્રીને પુછવામાં આવ્યું હતું કે દિપડાઓનાં હુમલા વધી રહ્યા છે ત્યારે વન મંત્રીએ કહ્યુ હતું કે તેને લઇ સરકાર ગંભીર છે અને સુરત જિલ્લામાં અને ડાંગ જિલ્લામાં દિપડા માટે પાર્ક બનાવવામાં આવશે. જોકે સૌથી વધુ દિપડાઓનાં હુમલાઓની ઘટના જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી જિલ્લો સહિત સૌરાષ્ટ્રમાં બની રહી છે ત્યારે અહીંયા પણ દિપડા માટે પાર્ક બનવું જોઈએ.

મંત્રીએ કહ્યુ હતું કે પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક મિડીયામાં આવેલા સમાચારથી ગુજરાતને કલંક લાગ્યો છે. જે તે સ્થળની મુલાકાત લેવામાં આવી છે. માત્ર સરકાર નહીં ગુજરાતની પ્રજા પર સિંહનાં સંવર્ધન અને રક્ષણને લઇ સહકાર આપી રહી છે.

રોજમદારોને અન્યાય થયો નથી

જૂનાગઢમાં રોજમદારો એવી રજુઆત કરી રહ્યા છેકે સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન હોવા છતાં પણ તેમને પુરતુ ભથ્થુ મળતુ નથી. આ અંગે વન વિભાગનાં અધિકારીઓએ કહ્યું હતું કે, યોગ્ય કાર્યવાહી થઇ છે કોર્ટની ગાઇડ લાઇન મુજબ કોઇને અન્યાય થયો નથી.

રજુઆત કરવા આવેલાને ધક્કા મારી બહાર કઢાયો

વન વિભાગ સાથે જોડાયેલા કિશોર મહિડાએ જણાવ્યુ હતું કે હું આજે વન મંત્રીને ગેરકાયદેસર પ્રવૃતિને લઇ રજુઆત કરવા આવ્યો હતો પરંતુ મને મળવા દેવામાં આવ્યો ન હતો. ધક્કા મારી બહાર કઢાયો હતો. https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020002-1927454-NOR.html

No comments: