- સક્કરબાગ ઝૂમાં જ જન્મેલા 30 સિંહ અપાશે
- અત્યાર સુધીમાં 7 સિંહ અપાયા
- 4 મૈસુર, 2 આસામ અને 1 સિંહ રાજસ્થાનને આપવામાં આવ્યો
Divyabhaskar.com
Jul 23, 2019, 02:28 AM ISTસક્કરબાગ ઝૂ પાસે માત્ર 24 સિંહ રહેશે
એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ ઝૂમાંથી દેશના 13 ઝૂને સિંહ આપવામાં આવી રહ્યા છે. જેની સાથે અન્ય પ્રાણી, પક્ષીઓ લઇ આવવામાં આવી રહ્યા છે. જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય પાસે 54 સિંહ છે પરંતુ એનીમલ એક્સચેજ પ્રોગ્રામ હેઠળ આ વર્ષે દેશના અલગ અલગ 13 ઝૂને 30 સિંહની સાથો સાથ તૃણભક્ષી પાણી અને પક્ષીઓ સહિત કુલ 96 પ્રાણી-પક્ષીઓ આપવાના છે. આ 30 સિંહો સક્કરબાગ ઝૂમાં જ જન્મેલા હોવાનું ઝૂ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. અન્ય ઝૂને 30 સિંહો આપ્યા બાદ સક્કરબાગ ઝૂ પાસે માત્ર 24 સિંહ રહેશે. જો કે 13 ઝૂને 30 સિંહ સહિત 96 પ્રાણી-પક્ષીઓ આપ્યા બાદ ત્યાંથી ઝીરાફ, ઝીબ્રા, હિમાલીયન કાળા રીંછ, અજગર, મોટી ખિસકોલી, વરૂ, હીપોપોટેમસ, બિલાડી જેવો દીપડો સહિત પ્રાણી અને પક્ષી સહિત કુલ 141 પ્રાણી-પક્ષીઓ સક્કરબાગ ઝૂમાં લાવવામાં આવશે.
આ 13 ઝૂને સક્કરબાગ સિંહો આપશે
છતબીર ઝૂ - પંજાબ
માઇસોર ઝૂ - કર્ણાટક
તિરુપતિ ઝૂ - તામિલનાડુ
વિશાખાપટ્ટણમ ઝૂ - આંધ્રપ્રદેશ
જયપુર ઝૂ - રાજસ્થાન
આસામ ઝૂ
નય્યર સફારી પાર્ક - કેરળ
બરોડા ઝૂ - ગુજરાત
ગોપાલપુર ઝૂ - હિમાચલ પ્રદેશ
અલીપોર ઝૂ, કોલકાતા - પ. બંગાળ
મુંબઇ ઝૂ - મહારાષ્ટ્ર
ગોરખપુર ઝૂ - ઉ.પ્ર.,
રાંચી ઝૂ - બિહાર
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/junagadh-sakkarbaug-zoo-will-give-30-lions-to-another-zoo-1563829657.html
No comments:
Post a Comment