Wednesday, July 31, 2019

વૃક્ષો અર્પણ કરી પર્યાવરણના જતન માટે પ્રતિજ્ઞા કરાવાઇ

DivyaBhaskar News Network

Jul 31, 2019, 06:40 AM IST
જૂનાગઢમાં સમસ્ત વઘાસીયા પરિવાર દ્વારા પ્રથમ વખત શહેરમાં તેજસ્વી બાળકો અને વિશિષ્ટ પ્રતિભાઓને સન્માનિત કરવાનું આયોજન કરાયું હતું. જેમાં કે.જી.થી ઉચ્ચ અભ્યાસ કરનાર 148 તેજસ્વી વિદ્યાર્થીઓને તથા જુદા જુદા ક્ષેત્રની નવ જેટલી વિશિષ્ટ પ્રતિભાઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. તેમજ મહિલા દાતાઓના હસ્તે જરૂરીયાતમંદ બહેનોને સિલાઇ મશીન અર્પણ કરાયા હતાં. કાર્યક્રમની શરૂઆતમાં નાની બાળાઓ દ્વારા ઇષ્ટદેવનું સ્મરણ અને સ્વાગત ગીત રજુ કરાયું હતું. દરેક સન્માનિત વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ પ્રતિભાઓને, મહેમાનોને એક એક વૃક્ષનો છોડ આપી પર્યાવરણના જતન માટે પ્રતિજ્ઞા કરાવવામાં આવી હતી. સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઇ વઘાસીયાએ આ તકે માર્મિક ટકોર કરી હતી. પ્રિતિબેન વઘાસીયાએ મહિલાઓને સમાજસેવા અને રાષ્ટ્રની સેવા માટે આગળ આવીને યથાયોગ્ય યોગદાન આપે તેવી અપિલ કરી હતી. આ તકે જ્ઞાનભારતી સ્કૂલના સંચાલક રસિકભાઇ વઘાસીયા, જેન્તીભાઇ તેમજ મોટી સંખ્યામાં પરિવારના સભ્યો હાજર રહ્યાં હતાં. કાર્યક્રમને સફળ બનાવવા યોગેશભાઇ વઘાસીયા, અશોકભાઇ, મનિષ ભાઇ, ભાવેશભાઇ, અશ્વિનભાઇ, અનિલભાઇ, આશિષભાઇ, રાકેશ ભાઇ, કુમનભાઇ, વિશાલભાઇ સહિતના સભ્યો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-the-trees-were-pledged-to-protect-the-environment-064008-5130416-NOR.html

No comments: