Wednesday, July 31, 2019

ગીરકાંઠે આપમેળે ઉગી નિકળતા કંટોલા અમરેલીની શાકમાર્કેટમાં 130ના કિલો

DivyaBhaskar News Network

Jul 19, 2019, 08:35 AM IST
જિલ્લાના ગીરકાંઠાના વિસ્તારમા કંટોલા આમ તો આપમેળે જ ઉગી નીકળે છે. પરંતુ અમરેલીની શાકમાર્કેટમા કંટોલા કિલોના 130ના ઉંચા ભાવે વેચાઇ રહ્યાં છે. કારણ કે એક તરફ ઓછા વરસાદના કારણે કંટોલા સહિતનુ શાકભાજી પુરતા પ્રમાણમા ઉગ્યુ નથી. અને બીજી તરફ આવક પણ ઓછી છે. ગીરકાંઠાના ગામોના લોકોને તો કંટોલાનુ શાક વિનામુલ્યે પણ મળી રહે છે. જો શાકભાજી વેચવાનુ કામ કરતો માણસ કંટોલા વિણી લાવી ગ્રામ્ય વિસ્તારમા વેચે તો નજીવા ભાવે વેચાતુ હોય છે. પરંતુ અમરેલીની બજાર સુધી પહોંચતા કંટોલાના ભાવ આસમાને પહોંચી ગયા છે. અહી આવતા કંટોલા ખાંભા અને તાલાળા પંથકના ગીરકાંઠેથી આવે છે. દરરોજ ત્રણથી ચાર મણ કંટોલાની આવક થઇ રહી છે. જો કે માત્ર કંટોલા જ નહી તમામ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. આમ તો આવુ ચિત્ર દર વર્ષે ચોમાસાની શરૂઆતમા હોય છે. કોબી, દુધી, ગુવાર, મરચા, તુરીયા, રીંગણા, ટમેટા, ગાજરથી લઇ ટીંડોરાના ભાવ આસમાને છે. અહી મોટાભાગનુ શાક અમદાવાદ, વડોદરા પંથકમાથી આવી રહ્યું છે.

કોથમીરના ભાવ આસમાને | શાકભાજીના ભાવ ખુબ જ ઉંચા છે એવી જ રીતે કોથમીરના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. આજે શાકમાર્કેટમા કોથમીર 200 રૂપિયા કિલો વેચાઇ હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-price-of-130-kg-in-kashmirala-amreli39s-vegetable-market-getting-automatically-started-by-the-girikanth-083512-5033677-NOR.html

No comments: