Wednesday, July 31, 2019

સક્કરબાગ ઝુમાં 1 મહિના પહેલાં આવેલા બાયસનનું મોત, અધિકારીઓનું મૌન

એક મહિના પહેલા આવેલા બાયસનનું મોત
એક મહિના પહેલા આવેલા બાયસનનું મોત

  • મૈસુરનાં સ્વામી રાજેન્દ્ર ઝુમાંથી ત્રણ બાયસન લાવ્યા હતાં
  • બાયસનનાં મોત મુદ્દે ઝુનાં અધિકારીઓનું મૌન

Divyabhaskar.com

Jul 30, 2019, 10:38 AM IST
જૂનાગઢ: એક માસ પહેલા મૈસુરના સ્વામી રાજેન્દ્ર ઝુમાંથી 3 બાયસન લાવવામાં આવ્યા હતાં. પરંતુ બાયસનની જાળવણીમાં બેદરકારી રહી ગઇ હોવાને કારણે એક માસ પહેલા આવેલા બાયસનનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. વિશ્વમાં પાંચમાં સૌથી વજનદાર પ્રાણી તરીકે ઓળખાતુ બાયસન ભારત, દક્ષિણ પૂર્વ એશીયામાં જોવા મળે છે. જ્યારે આ પ્રાણી જૂનાગઢ ઝુમાં પણ જોવા મળી રહ્યા છે.
બાયસનને વાતાવરણ અનુકુળ ન આવતાં મોત નિપજ્યુ હોવાનું સામે આવ્યું
સક્કરબાગ પાસે ત્રણ બાયસન હતા અને વધુમાં એક મહિના પહેલા મૈસુરના સ્વામી રાજેન્દ્ર પ્રસાદ ઝુમાંથી એક નર અને બે માદા બાયસન લઇ આવવામાં આવ્યા હતા અને સક્કરબાગ ઝુમાં રખાયા હતાં. પરંતુ તેમાંથી એકને વાતાવરણ અનુકુળ ન આવ્યું હોવાને લીધે મોત નિપજ્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આ બાબતે સક્કબાગ ઝુ ના સત્તાધીશો મૌન સેવી રહ્યાં છે. એશીયાઇ સિંહોનું ઘર એટલે ગિર. આ સિંહોને જોવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ સક્કરબાગની મુલાકાતે આવે છે. જો કે, એનિમલ પ્રોગ્રામ એક્સચેન્જ હેઠળ અન્ય ઝુને સિંહ આપવામાં આવી રહ્યા છે જેની સામે જીરાફ, ઝીબ્રા, વરૂ, હિમાલયન રીંછ તેમજ બાયસન સહિતના પ્રાણીઓ લઇ આવવામાં આવે છે. પરંતુ જાળવણીના અભાવે તેમનાં મોત થઇ રહ્યા છે.
બાયસનના મોતનું કારણ રહસ્યમય
મૈસુર ઝુમાંથી ત્રણ બાયસન લાવવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી એકનું મોત થયું છે. પરંતુ ક્યાં કારણસર બાયસનનું મોત થયું છે તે અંગે સક્કરબાગ ઝુના અધિકારીઓએ જણાવ્યું ન હતું અને બાયસનના મોતનું કારણ રહસ્યમય છે. જોકે, બાયસનને જૂનાગઢ સક્કરબાગ ઝુ નું વાતાવરણ અનુકુળ આવ્યું નથી તેની જાળવણીમાં ખામી રહી ગઇ છે તેવા સવાલો ઉઠ્યા છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/bison-killed-in-sakkarbagh-zoo-1-month-ago-1564463135.html

No comments: