DivyaBhaskar News Network
Jul 08, 2019, 06:40 AM IST
વંથલીમાં
સહી પોષણ દેશ રોશન આહવાનને ચરીતાર્થ કરવા સુપોષણ ચિંતન સમારોહ યોજાયો હતો.
તેમજ જૂનાગઢ જિલ્લા ઘટક કક્ષાનાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને
માતા યસોદા એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમજ બહેનોને સાડીનું વિતરણ કરવામાં
આવ્યું હતું. આ કાર્યક્રમ વંથલી માર્કેટીંગ યાર્ડમાં યોજાયો હતો. અહીં
બહેનો માટે ભારતીય બેઠક વ્યવસ્થા રાખવામાં આવી હતી. આંગણવાડી બહેનો નીચે
બેઠા હતા. કાર્યક્રમની શરૂઆત થાય એ પહેલા જ એક દોઢેક ફૂટનો સાપ બહેનો વચ્ચે
નિકળ્યો હતો. જેને લઈ બહેનોમાં નાસભાગ મચી હતી. ભયને લઈ બહેનો ઉભા થઈને
ભાગ્યા હતા. તે દરમિયાન અહીં હાજર જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી ત્યા
પહોંચી ગયા હતા અને સાપને પકડી લીધો હતો. ત્યારે દિનેશ ખટારીયા અહી દોડી
આવ્યા હતા તેમણે ડીડીઓ પાસેથી સાપ લઈ દૂર મુકી આવ્યા હતા. આ કાર્યક્રમ
દરમિયાન એક બહેનને ચક્કર આવતા તેમને સારવારમાં ખસેડ્યા હતા. ત્યારે તેમને
સાપ કરડ્યાની અફવા પણ વહેતી થઈ હતી. જેને લઈ બહેનોમાં ગભરાટ ફેલાયો હતો.
બાદ રાબેતા મુજબ કાર્યક્રમ શરૂ થયો હતો. આ કાર્યક્રમમાં તાલુકા ઘટનાં 12
આંગણવાડી કેન્દ્રનાં વર્કરને 21 હજાર તથા 8 તેડાગર બહેનોને 11 હજાર લેખે
કુલ રૂપિયા 3.84 લાખનાં ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત
જિલ્લાનાં 1378 આંગણવાડી વર્કર બહેનો અને 1318 હેલ્પર બહેનોને સાડી આપવામાં
આવી હતી.
કેટલાક બહેનો ઘરે ભાગી આવ્યા
કાર્યક્રમ દરમિયાન સાપ નિકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
ત્યારે આંગણવાડીનાં કેટલાક બહેનો પાછળથી ઘરે ભાગી આવ્યા હતા. તો બીજી તરફ
સુપરવાઈઝર બહેનોએ અન્ય આંગણવાડીનાં બહેનોને પાછા બેસાડ્યા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-anandwadi-workers-get-stampede-ddo-snake-get-one-and-a-half-feet-snake-064017-4946973-NOR.html
No comments:
Post a Comment