Wednesday, July 31, 2019

ધારીનાં માલસીકામાં નિરણ વાઢવા ગયેલા યુવાન પર દિપડાનો હુમલો

DivyaBhaskar News Network

Jul 21, 2019, 05:55 AM IST
અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં હિંસક દિપડાઓ દ્વારા માણસ પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. આજે 24 કલાકમાં આવી બે ઘટના બની હતી. ધારી તાલુકાના માલસીકા ગામના દિનેશ બાઘાભાઇ કાતરીયા (ઉ.વ. 22) નામના યુવાન પર દિપડાએ પાછળથી હુમલો કર્યો હતો. આ યુવાન ગૌશાળા માટે નિરણ વાઢવા માટે ગયો હતો ત્યારે દિપડાએ હુમલો કરતા દેકારો મચ્યો હતો. જેને પગલે તેના મોટાબાપુ ધનજીભાઇ જીણાભાઇ કાતરીયા પાવડો લઇ દિપડાની પાછળ દોડ્યા હતાં. જેથી દિપડો યુવકને પડતો મુકી નાસી ગયો હતો. ઘાયલ યુવકને સારવાર માટે અમરેલી સિવીલમાં ખસેડાયો છે.

આવી જ એક અન્ય ઘટના બગસરા તાલુકાના મુંજીયાસર ગામે બની હતી. અહિંની ખેત મજુર પરિવારની એક આઠ વર્ષીય બાળકી પર અચાનક દિપડાએ હુમલો કરી દીધો હતો. જો કે પરિવારજનોએ હાંકલા પડકારા કરતા દિપડાએ બાળકીને છોડી મુકી હતી. ઘાયલ બાળકીને સારવાર માટે દવાખાને ખસેડાઇ છે. વન વિભાગે અહિં હિંસક દિપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-guess-the-attack-on-a-young-man-who-was-sentenced-to-die-in-malasiika-055516-5050204-NOR.html

No comments: