DivyaBhaskar News Network
Jul 10, 2019, 06:40 AM ISTપ્રતિ વર્ષ કારતક સુદ અગિયારસથી ગરવા ગિરનાર ફરતેની લીલી પરિક્રમા યોજાઇ છે. આ પરિક્રમામાં લાખ્ખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. દરમિયાન આ પરિક્રમાને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ કરાતી હોય છે. પરંતુ મનપાના નવનિયુકત કમિશ્નર તુષાર સુમેરાએ 4 મહિના અગાઉથી લીલી પરિક્રમા અંગેના આયોજનની તૈયારી શરૂ કરી દીધી છે. તેમણે મનપાના વિર સાવરકર હોલમાં પરિક્રમાને સલંગ્ન તમામ શાખા અધિકારીઓ સાથે બેઠક કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી. બેઠકમાં ઉપસ્થિત શાખા અધિકારીઓની શું જવાબદારી હોય છે, તેમાં શું વ્યવસ્થા કરવાની હોય છે, શું મુશ્કેલી આવે છે , તેનું સરળરીતે નિરાકરણ કઇ રીતે લાવી શકાય તે તમામ બાબતે સલાહ મશ્વરા કરી આગામી સમયમાં યોજાનાર લીલી પરિક્રમા ભાવિકો માટે વધુ સુવિધારૂપ બની રહે તે માટે તૈયારી કરવા જણાવ્યું હતું. આમ, નવનિયુકત કમિશ્નર તુષાર સુમેરાએ લીલી પરિક્રમા અંગે જાણકારી મેળવી તેમાં કોઇ મુશ્કેલી ન પડે તેવા આયોજન અંગે અગાઉથી જ પ્લાનીંગ કરવા સલંગ્ન શાખા અધિકારીઅોને જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-lily-of-girnar-dining-around-kartak-sud-eleven-064021-4961969-NOR.html
No comments:
Post a Comment