- ગીરના સિંહોમાં કૃમિ જોવા મળતા વનવવિભાગ એક્શનમાં
Divyabhaskar.com
Jul 09, 2019, 11:12 AM ISTઅગમચેતીના ભાગરૂપે વન વિભાગે કાર્યવાહી હાથ ધરી
થોડા સમય પહેલાં મેંદરડા વિસ્તારમાં કૃમિના કારણે ત્રણ સિંહોના મોત થયા હતા. જેને લઈને વનવિભાગે કાર્યવાહી હાથ ધરી છે. વનવિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ચોમાસાની ઋતુ દરમિયાન વાતાવરણમાં પરિવર્તન આવતા સિંહો પર પણ તેની અસર જોવા મળે છે. ચોમાસાની ઋતુમાં સિંહોને કૃમિની સમસ્યા સર્જાતી હોય છે. સિંહોના મારણમાં દવા નાંખી અને તેને કૃમિના રોગથી બચાવવાની કામગીરી કરવામાં આવી છે. ગત વર્ષે ગીરના સિંહોને કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ લાગ્યો હતો જેના કારણે 23 સિંહોના મોત નીપજ્યા હતા ત્યારે અગમચેતીના ભાગરૂપે વનવિભાગે આ કાર્યવાહી હાથ ધરી છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/worm-problem-in-lions-so-forest-deparment-start-of-drug-doses-in-the-antidote-1562651052.html
No comments:
Post a Comment