DivyaBhaskar News Network
Jul 14, 2019, 05:55 AM IST
આમ
તો ઘણા પરિવારો પોતાના ઘરે કાચબો રાખતા હોય છે. જો કે રાજકોટના ત્રણ શખ્સો
પોતાની કારમા કાચબો લઇ રાજુલાના ચાંચબંદર તરફ આવી રહ્યાં હતા ત્યારે ડુંગર
પોલીસે કારને અટકાવી તલાશી લેતા તેમાથી કાચબો મળી આવતા વનવિભાગને જાણ કરી
હતી. વનવિભાગે અહી દોડી આવી રૂપિયા 75 હજારનો દંડ ફટકાર્યો હતો. રાજકોટના
દોલતભાઈ ડોડીયા, પીયૂષભાઈ પરમાર, ધર્મેશભાઈ રોજારા ત્રણેય રાજુલાના
ચાંચબંદર તરફ આવતા હતા અને કાચબાને ઠંડી હવા મળી રહે તે માટે એન્જોય કરવા
માટે ઇકો સ્પોટ કારમા સાથે લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન ડુંગર પીએસઆઈ
પંડ્યા અને પોલીસ સ્ટાફ વિકટર નજીક ચેકીંગમા હતા ત્યારે કારને અટકાવી તલાશી
લેવામા આવી હતી.
કારમાથી કાચબો નીકળતા પોલીસે વનવિભાગને જાણ કરી હતી. જેને પગલે રાજુલા
રેન્જના આરએફઓ રાજલ પાઠકે તપાસ કરી પૂછપરછ શરૂ કરી હતી અને ત્યારબાદ
વન્યપ્રાણી સંરક્ષણ અધિનયમ મુજબ કલમ 9 હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. જેમા
રૂપીયા 75 હજારનો દંડ ફટકારતા ફફડાટ વ્યાપી ગયો હતો. અને રાજુલા વનવિભાગ
દ્વારા કાચબાને કબ્જે લઈ બાબરકોટ નર્સરી ખાતે ખસેડવામા આવ્યો હતો. આમ આ
શખ્સોને કાચબો ભારે પડી ગયો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-rajkot-youth-gets-tortured-to-death-in-car-75-thousand-rupees-fine-055515-4993944-NOR.html
No comments:
Post a Comment