Wednesday, July 31, 2019

જૂનાગઢ ઝૂમાં હિમાલયન કાળા રીંછનું આગમન

DivyaBhaskar News Network

Jul 28, 2019, 06:45 AM IST
એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગમાંથી સિંહ સહિતના પ્રાણી-પક્ષીઓ ભારતના અન્ય ઝુને આપવામાં આવે છે. તો સાથો સાથ આ અન્ય ઝુમાંથી વિવિધ પ્રાણી-પક્ષીઓ લઇ આવવામાં આવે છે. સક્કરબાગ ઝુમાં થોડા સમય પહેલા બાયસન, કાળા હંસ લઇ આવવામાં આવ્યા હતા ત્યારે વધુ એક વખત હિમાલીયન કાળા રીંછની જોડી લઇ આવવામાં આવ્યા છે. જૂનાગઢ સક્કરબાગ ઝુ અને આસામનાં ગુવાહટી ઝુ વચ્ચે સિંહ અને રીંછની અદલાબદલીનો કાર્યક્રમ નક્કી થયો હતો જે અંતર્ગત 15 દિવસ પહેલા સક્કરબાગ ઝુમાંથી બે સિંહને ટ્રેન મારફતે આસામના ગુવાહાટી લઇ ગયા હતા.

જ્યારે ગુરૂવારના દિવસે ગુવાહાટીથી હિમાલીયન કાળા રીંછની જોડી લઇ આવવામાં આવી છે. આ નર, માદા રીંછને સક્કરબાગ ઝુમાં રાખવામાં આવ્યા છે.

સક્કરબાગની મુલાકાતે આવતા લોકો માટે સિંહ, દિપડા સાથો સાથ હિમાલીયન રીંછ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. હાલ આ રીંછને અહીંનુ હવામાન અનુકળ આવે ત્યાં સુધી કવોરન્ટાઇનમાં રખાયા છે. અહીંનું વાતાવરણ માફક આવી ગયા બાદ તેને પ્રવાસીઓ જોઇ શકે એ માટે ડીસ્પ્લે કરાશે. રીંછને ડીસ્પ્લેમાં મુકાયા બાદ તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

એશિયન કાળા રીંછની પેટાજાતિ પણ કહેવાય છે

હિમાલય કાળા રીંછ એ એશિયન કાળા રીંછની પેટાજાતિ છે. જે ભારત, તિબેટ, નેપાળ, ચીન અને પાકિસ્તાનના હિમાલયમાં જોવા મળે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-himalayan-black-bear-arrives-at-junagadh-zoo-064508-5108109-NOR.html

No comments: