Wednesday, July 31, 2019

અમરેલીમાં બંજર જમીનમાં 1000 વૃક્ષનું રોપણ કરાશે

DivyaBhaskar News Network

Jul 27, 2019, 05:55 AM IST
અમરેલી લાયન્સ ઓફ રોયલ દ્વારા ઠેબી નદીના કાંઠે પડેલી બંજર જમીનની સફાઈ કરી 1000 વૃક્ષનું વાવેતર કર્યું હતું. અહીં આગામી સમયમાં ખંડેર જમીનને વનવગડો બનાવવા માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવશે.

અમરેલી લાયન્સ કલબ ઓફ રોયલના એન્વાર્યમેન્ટ પ્રોજેકટ ચેરમેન લાયન રાકેશ નાકરાણી અને અમિત સોજીત્રાએ પ્રથમ ઠેબી નદીના કાંઠે બંજર જમીનની સફાઈ હાથ ધરી હતી. અનેક મહિનાઓની મહેનત બાદ જમીન ફાળદ્રુપ બનાવી હતી. જેબાદ મૂળ ભારતીય પણ જાપાની ફરીથી જીવંત કરાયેલી પધ્ધતિથી 1000 વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આ વૃક્ષ પક્ષીઓ માટે હિતાવહ રહેતા પીપળો, વડ, લીમડો, હરડે, આમળા, ખેર, ટીંબી, ટીંબ્રુ, અને કાચનાર વિગેરે રોપા રોપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ખેડૂત મિત્ર અજય સમગ્ર જવાબદારી નિભાવી હતી.તેમજ જરૂર પડે રોપાને પાણી પીવડાવવાની રહીમભાઈ જવાબદારી નિભાવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વસંતભાઈ મોવલિયા, રમેશભાઈ કાબરીયા, દિવ્યેશ વેકરિયા અને રિતેશભાઈ સોની વિગેરે જહેમત ઉઠાવી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-1000-trees-will-be-planted-in-waste-land-in-amreli-055508-5099665-NOR.html

No comments: