Thursday, July 30, 2020

તુલસીશ્યામમાં જન્માષ્ટમીનો મહોત્સવ મોકૂફ

  • કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ટ્રસ્ટએ નિર્ણય લીધો, વિવિધ કાર્યક્રમો પણ નહી યોજાઇ

દિવ્ય ભાસ્કર

Jul 27, 2020, 04:00 AM IST

રાજુલા. મધ્યગીરમાં આવેલ તુલસીશ્યામ મંદિર ખાતે આ વર્ષે જન્માષ્ટમી મહોત્સવ બંધ રાખવામાં આવ્યો છે. અહીં કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી તુલસીશ્યામ ટ્રસ્ટ દ્વારા તમામ કાર્યક્રમ મોકૂક રાખવાનો નિર્ણય કર્યો હતો. ગીરના જંગલમાં સુપ્રસિદ્ધ તુલસીશ્યામ મંદિર આવેલું છે.

અહીં દર વર્ષે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. જન્માષ્ટમીમાં બે દિવસમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન અર્થે લાહવો લેતા હતા. મંદિર પરિષદમાં જન્માષ્ટમીના તહેવાર નિમિતે લોકડાયરો, શ્યામ મંદિરનું શણગાર, ધ્વજારોહણ, મહાપ્રસાદ અને સત્યનારાયણની કથા જેવા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પણ આ વર્ષે કોરોના મહામારીથી તુલસીશ્યામ મંદિરમાં દર્શન વ્યવસ્થા બંધ રાખવામાં આવી છે. અમરેલી જિલ્લામાં પણ કોરોના વાયરસના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. જેના કારણે તુલસીશ્યામ મંદિરમાં જન્માષ્ટમી નિમિતે યોજાતા તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે. તુલસીશ્યામ ટ્રસ્ટના પ્રતાપભાઈ વરૂએ જણાવ્યું હતું કે, આ વર્ષે તુલસીશ્યામ મંદિર ખાતે કોરોના કાળમાં જન્માષ્ટમી મહોત્સવ બંધ રાખવામાં આવ્યો છે. લોકોને આ નિર્ણયમાં સહકાર આપવા વિનંતી છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/rajula/news/janmashtami-festival-postponed-in-tulsishyam-127554306.html

No comments: