- વન વિભાગ નિંદ્રામાં, અકસ્માતનો ભય
દિવ્ય ભાસ્કર
Jul 31, 2020, 04:00 AM ISTજૂનાગઢ. ચોમાસાના વરસાદ બાદ ગિરનારના જંગલમાં હરીયાળી જોવા મળે છે. તેમજ જંગલમાં નાના મોટા પાણીના સ્ત્રોત પણ વહેતા રહે છે. આ સ્ત્રોતમાં ન્હાવા લોકો પહોંચી જતા હોય છે. ત્યારે કોરોનાની મહામારી હોવા છતાં પણ લોકો સમજતા નથી અને જંગલમાં જવાની તેમજ પાણીના સ્ત્રોતમાં ન્હાવાની મનાઇ હોવા છતાં પણ લોકો પહોંચી જાય છે અને જોખમી જગ્યા પર ન્હાવા પહોંચી જાય છે.
વન વિભાગ ઉંઘતું હોય
તેમ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જૂનાગઢ તેમજ તેની આજુબાજુના જંગલ
વિસ્તાર જેમ કે, ગિરનાર, દાતાર તથા રામનાથ નજીની જગ્યાઓ પર ચોમાસામાં નાના
મોટા પાણીના સ્ત્રોતો અને નાના ટેકરીઓના દ્દશ્યો રમણિય હોય છે જેનાથી
યુવાનો તેમજ એડવેન્ચરના શોખીન કોઇ પણ ડર રાખ્યા વગર જ ત્યાં ફરવા અને
ન્હાવા પહોંચી જાય છે. પરંતુ તે ખરેખર જોખમી છે અને મનાઇ હોવા છતાં ત્યાં
પહોંચી જાય છે. આવી જગ્યાઓ પર વન વિભાગના કર્મચારીઓ જોવા મળતા નથી. ત્યારે
વન વિભાગ દ્વારા આવા વિસ્તારોમાં પેટ્રોલીંગ કરવું જરૂરી છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/people-bathing-in-a-dangerous-water-source-in-a-forest-area-127567993.html
No comments:
Post a Comment