Friday, July 31, 2020

સક્કરબાગ ઝૂમાં લાવવામાં આવનાર ઝીબ્રા અને સારસને લોકડાઉન નડ્યું

  • ચંદીગઢ ઝૂ અને બોમ્બે ઝૂને સિંહ, વરૂ, ચિંકારા અને પક્ષી આપવાના હતા

દિવ્ય ભાસ્કર

Jul 21, 2020, 04:00 AM IST

જૂનાગઢ. એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ ઝૂમાંથી સિંહ, વરૂ, ચિંકારા સહિતના પ્રાણી, પક્ષીઓ અન્ય ઝૂને આપી ત્યાંથી વિવિધ પ્રાણી, પક્ષીઓ લાવવામાં આવે છે. આ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વર્ષ 2019માં દેશના વિવિધ ઝૂને સિંહ સહિતના પ્રાણી, પક્ષીઓ આપી ત્યાંથી અન્ય પ્રાણી, પક્ષીઓ લાવવામાં આવ્યા હતા. પરંતુ વર્ષ 2020માં આ એક્સચેન્જ પ્રોગ્રામને લોકડાઉન નડ્યું હોય તેમ ચંદીગઢ અને બોમ્બે ઝૂમાંથી લાવવામાં આવનાર ઝીબ્રા અને સારસ પક્ષી આવ્યા નહીં અને અહીંયાથી સિંહ, ચિંકારા સહિતના પ્રાણી, પક્ષીઓ પણ મોકલવામાં આવ્યા નથી. લોકડાઉનને કારણે સક્કરબાગ ઝૂ માર્ચ મહિનાથી બંધ છે અને રાખવામાં આવેલ પ્રાણી, પક્ષીઓમાં પણ વાઇરસ ન ફેલાય તે માટે તકેદારીઓ રાખવામાં આવે છે. ત્યારે એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ બાકી રહેલા સારસ અને ઝીબ્રા અત્યારે લાવવામાં નહીં આવે અને તેની સાથે તે ઝૂને સિંહ, વરૂ અને ચિંકારા પણ આપવામાં આવશે નહીં. 

ઉડી શકે તેવું સૌથી ઉચુ પક્ષી સારસની રાહ
વર્ષ 2019ના એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ પંજાબના ચંદીગઢ ઝૂને વરૂ, શીંકારા અને અન્ય પક્ષીઓ આપી ત્યાંથી સારસની જોડી લાવવાની છે. ઝૂમાં માત્ર એક નર સારસ પક્ષી છે. સારસ પક્ષી ઉડી શકે તેવું સૌથી ઉચુ પક્ષી છે.

મુંબઇ ખાતેનાં બોમ્બે ઝૂને સિંહની જોડી આપી ઝીબ્રા લાવવાના છે
મુંબઇ ખાતેના બોમ્બે ઝૂને સિંહની જોડી આપી તેની સામે ઝીબ્રાની જોડી લાવવાની બાકી છે તે હવે ક્યારે આવશે તેની રાહ છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/zebras-and-storks-to-be-brought-to-sakkarabagh-zoo-were-locked-down-127533217.html

No comments: