- વન વિભાગની ટીમે આઠ ફૂટ લાંબા મગરનું રેસ્ક્યૂ કર્યું
દિવ્ય ભાસ્કર
Jul 24, 2020, 04:00 AM ISTજૂનાગઢ. જૂનાગઢના ગિરનાર દરવાજા સ્થિત રોડ પર બુધવારની મોડી રાત્રે એક મગર ચડી આવ્યો હતો. આ અંગેની જાણ કરતા વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી બાદમાં મગરને સહિ સલામત રીતે છોડી મૂક્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ ગિરનાર દરવાજા સ્થિત રોડ પર મગર જોવા મળતા લોકોમાં ભય ફેલાયો હતો. આ અંગે કૃણાલભાઇ જોશીએ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના પી.સી. ભટ્ટને જાણ કરી હતી.
પી.સી. ભટ્ટે વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટર જે.એચ. ચોટલીયા અને સ્ટાફના
વી.ડી. ગોલાધર, નલાભાઇ ટ્રેકર, ફિરોજભાઇ વગેરેની ટીમ તુરત દોડી આવી હતી અને
દિલધડક રેસ્કયુ હાથ ધર્યું હતું. કાર નીચે છુપાયેલા 8 ફૂટ લાંબા મગરને મહા
મહેનતે બહાર કાઢી પાંજરે પુર્યો હતો બાદમાં મગરને સુરક્ષિત સ્થળે સહિ
સલામત રીતે છોડી મૂક્યો હતો. આ તકે અસ્તેયભાઇ પુરોહિત, હરિઓમભાઇ પંચોલી પણ
રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/a-crocodile-came-up-late-at-night-near-girnar-gate-of-junagadh-127544439.html
No comments:
Post a Comment