- દીપડાના આતંકથી ગ્રામજનો ભયભીત : વન વિભાગ દીપડાને પકડે તેવી માંગ
દિવ્ય ભાસ્કર
Jul 29, 2020, 04:00 AM ISTઅમરેલી. અમરેલી તાલુકાના ફતેપુર ગામે દીપડાના આંતકથી લોકો ભયભીત બન્યા છે. અહીં ગામની ભાગોળે આવેલા ઘોઘાભાઈ ભલાભાઈ મુંધવાના વાડામાં ગતરાત્રીના બે કલાકે દીપડો ઘુસ્યો હતો. વાડામાં રહેલા ઘેટા - બકરામાં નાસભાગ મચી હતી. અહીં દીપડાએ ત્રણ ઘેટા અને બે બકરા પર હુમલો કર્યો હતો. જેમાં ત્રણ ઘેટાના મોત થયા હતા. તેમજ બે બકરા ઘાયલ થયા હતા. ફતેપુરના ઘોઘાભાઈ મુંધવાએ જણાવ્યું હતું કે, મધરાત્રે ઘેટા બકરાના વાડામાં દીપડો ત્રાટક્યો હતો.
હું અહીંયા જ હતો. દીપડો ઘુસતા જ વાડામાં માલની નાસભાગ મચી ગઇ હતી. હાકલા પડકારા કરતા દીપડો એક ઘેટાને લઈ નાસી ગયો હતો. તેમજ વાડામાં રહેલા બે ઘેટાનું મારણ કર્યું હતું અને બે બકરાને ઘાયલ કર્યા હતા. વન વિભાગ દ્વારા વહેલી તકે નુકશાનીની સહાય ચૂકવાઈ અને પાંજરૂ ગોઠવી દીપડાને પકડે તેવી માંગ છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/panther-breaks-into-sheep-pen-in-fatehpur-amreli-kills-three-sheep-127560952.html
No comments:
Post a Comment