- 10 દિવસ પહેલા સિંહનું મોત થયું હતું , ડીસીએફ સહિતનો વન વિભાગનો સ્ટાફ શોધખોળમાં લાગ્યો હતો
દિવ્ય ભાસ્કર
Jul 19, 2020, 04:00 AM ISTરાજુલા. અમરેલી જીલ્લામા રાજુલા જાફરાબાદ તથા પીપાવાવ પોર્ટ જેવા ઉધોગ ગૃહોના સહિત વિસ્તારમા સિંહોની સંખ્યા વધુ છે. દરિયા કાંઠાના વિસ્તારમા સિંહોએ પોતાનુ નિવાસ સ્થાન બનાવ્યુ છે. તેવા સમયે આ એશિયાટિક સિંહોની સુરક્ષા વધારવી જરૂરી છે. 3 દિવસથી શેત્રુંજી ડીવીઝનના 24 ટ્રેકરો વિવિધ માંગ લઈને હડતાળ પર ઉતરી ગયા છે અને જેના કારણે વનવિભાગ અને ટ્રેકરો વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. ટ્રેકરો સિંહોના સતત લોકેશન પર નજર રાખતા હોય છે. તેવા સમયે વનવિભાગની મુશ્કેલી ત્યારે વધી ગઈ હતી જ્યારે સિંહનો કોહવાયલી હાલતમા મૃતદેહ પડ્યો હોવાનો વિડીયો સામે આવ્યો.
મૃતદેહ ક્યાં છે તેની તંત્રને કોઈ જાણ ન હતી. કોવાયા આસપાસ મૃતદેહ હોવાની શકયતા હતી. જેને ડીસીએફ નિશા રાજે આ મામલે ગંભીરતા લઈ તપાસના આદેશ આપ્યા હતા. ત્યાર બાદ રાજુલા અને જાફરાબાદ બંને રેન્જની ટીમો કોહવાયેલ મૃતદેહની શોધખોળમાં કામે લાગ્યા હતા. રાત દિવસ શોધખોળ કરતા હતા પરંતુ મૃતદેહ શોધવામા સતત નિષફળતા મળતી હતી. ડી.સી.એફ. પણ ઘટના મામલે દોડી આવ્યા હતા.
આખરે 24 કલાક બાદ રાજુલા અને જાફરાબાદ બંને રેન્જની બોડર નજીકથી આ મૃતદેહ મળી આવ્યો હતો. વનવિભાગના જણાવ્યા પ્રમાણે 10 દિવસ આસપાસ પહેલાનો મૃતદેહ હોય શકે છે. મૃતદેહ બાબરકોટ નર્સરી ખાતે પી.એમ. માટે ખસેડવામા આવ્યો છે. મૃતદેહ મળતા વનવિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. આમ, વધુ એક સિંહ મોતને ભેટ્યો હતો.
ઇનફાઈટના કારણે સિંહનું મોત : ડીસીએફ
ડીસીએફ નિશા રાજે જણાવ્યુ હતુ કે સિંહનો મૃતદેહ મળી ગયો છે. પીએમની કાર્યવાહી કરાઇ છે. 10 દિવસ આસપાસનો મૃતદેહ લાગી રહયો છે. કોવાયા નજીકથી મૃતદેહ મળ્યો છે. ઇનફાઇટના કારણે સિંહનુ મોત થયુ છે.> નિશા રાજ, ડીસીએફ
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/rajula/news/twenty-four-hours-later-the-forest-found-the-lions-carcass-the-cause-of-death-in-infinity-being-rebuked-127526358.html
No comments:
Post a Comment