દિવ્ય ભાસ્કર
Jul 21, 2020, 04:00 AM ISTજૂનાગઢ. ગિર
જંગલમાં બે વર્ષ પહેલાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસને લીધે અનેક સાવજો મોતને
ભેટ્યા હતા. જેથી વનવિભાગે અમેરિકાથી તેની સામે રક્ષણ આપતી રસી મંગાવી
સાવજોને તેના ડોઝ આપ્યા હતા. ત્યારે ફરી સિંહોને વાયરસ સામે રક્ષણ આપવા વધુ
1 હજાર ડોઝ મંગાવ્યા હતા. જે હવે આજે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં આવી ગયા છે.
જોકે, આ ડોઝ હાલ પૂરતા પાંજરામાં રખાયેલા સાવજોનેજ અપાશે. એમ સીસીએફ ડિ.
ટી. વસાવડાએ જણાવ્યું હતું. આ 1 હજાર ડોઝની કિંમત 5 લાખ રૂપિયા અંદાજાઇ રહી
છે. દિલ્હીથી આવેલી ટીમની ભલામણના આધારે આ રસી મંગાવાઇ છે. એવા સવાલના
જવાબમાં વનવિભાગે જણાવ્યું હતું કે, આ રસીનો ઓર્ડર એ પહેલાંથીજ અપાઇ ચૂક્યો
હતો. અને 2018 બાદ પણ અમે આ રસી મંગાવી હતી.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/more-than-1000-vaccines-were-given-to-protect-lions-from-the-virus-127533239.html
No comments:
Post a Comment