- કેશોદના પરિવારને 18 વર્ષથી પક્ષીઓ સાથે નાતો, કયો ખોરાક ક્યારે આપવો તેનું આયોજન
દિવ્ય ભાસ્કર
Jul 27, 2020, 04:00 AM ISTકેશોદ. કેશાેદમાં રહેતા હરસુખભાઇ ડાેબરિયા છેલ્લા 18 વર્ષથી પક્ષીઓ સાથે નાતાે ધરાવે છે તેથી પક્ષીઓને કયાં સમયે ખાેરાક શાેધવામાં મુશ્કેલી પડે છે, તેમને કયાે ખાેરાક વધારે પસંદ આવે, કઇ રીતે નિરાંતે ચણ ચણી શકે જે માટે તેમની પાસે બહાેળાે અનુભવ હોય જેથી જુલાઇ મહિનામાં તેમને આંગણે 4000 પાેપટ તેમજ 50-50 ની સંખ્યામાં કુલ મળી 700 થી 800 જુદા જુદા પક્ષી જેવા કે કાબર, બુલબુલ બાજરાની ચણ અને મગફળીના બી ચણવા આવે છે.પક્ષીઓ શાંતિપૂર્ણ માહોલમાં ચણી શકે તે માટે લાેખંડના પાઇપની ફ્રેમ તૈયાર કરી છે જેમાં ખાના જોવા મળે છે.
જેમાં
બાજરાના ડુંડા રાખી દેવામાં આવે છે. આ પરીવાર પક્ષીઓ માટે વર્ષે દાળે 1.5
લાખની કિંમતના ડુંડા અને મગફળીના બીજ ખરીદ કરે છે આમ તેમના આંગણે વહેલી
સવારે 5000 પક્ષીઓ અઢી કલાક માટે ચણવા આવે છે પરંતુ લાેકડાઉનના કારણે
પ્રકૃતિમાં કાેઇ બદલાવ આવ્યાે હાેય તેમ દર વર્ષ કરતાં આ વર્ષે પક્ષીઓ 15
મિનિટ વહેલાં આવે છે અને 30 મિનિટ માેડા જાય છે મતલબ પાેણાેે કલાક વધુ સમય
ચણે છે. જેના બે કારણાે કાંતાે પક્ષીઓ વધુ ભૂખ્યા થતાં હશે અથવા તાે
ચાેમાસામાં એક સાથે પાકનુું વાવેતર હાેવાનું માનવામાં આવે છે. આમ પક્ષીઓને
ચણ સહિતની કામગીરીમાં હરસુખભાઇના પત્નિ રમાબેન, દિકરા પ્રકાશભાઇ, પુત્રવધુ
ચંદ્રીકાબેન, પાૈત્ર ક્રિપાલભાઇ, પાૈત્રવધુ નમ્રતાબેન તમામ પરીવારના
સદસ્યાે મદદરૂપ થાય છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/keshod/news/5-thousand-birds-are-fed-15-lakh-food-per-year-127554801.html
No comments:
Post a Comment