Thursday, July 30, 2020

કેશોદમાં 50 અને અમરેલીનાં હરસુરપુર દેવળીયામાં બોરમાંથી 15 ફૂટ ઉંચો પાણીનો ફૂવારો છૂટ્યો

  • હરસુરપુર દેવળીયામાં અચાનક જમીનમાંથી પાણીનો ધોધ વહેતો થયો

દિવ્ય ભાસ્કર

Jul 16, 2020, 04:26 PM IST

રાજકોટ. આજે વહેલી સવારે ભૂકંપ આવ્યા બાદ અમરેલીનાં હરસુરપુર દેવળીયા અને જૂનાગઢનાં કેશોદમાં બોરમાંથી પાણીનાં ફૂવારા છૂટ્યા હતાં. અમરેલી જિલ્લામાં લાઠીનાં હરસુરપુર દેવળીયા ગામમાં બોરમાંથી 15 ફૂટ ઉંચા પાણી ફુવારા થયા હતા. જ્યારે જૂનાગઢના કેશોદમાં 50 ફૂટ ઉંચા પાણીનાં ફુવારો છૂટતા કેમેરામાં કેદ થયો હતો. 

જમીનમાં પાણીનાં તળ ઉંચા આવ્યા હોવાનું અનુમાન
અમરેલી જિલ્લામાં લાઠીનાં હરસુરપુર દેવળીયા ગામમાં બોરમાંથી અચાનક પાણીનાં ફુવારા છુટતા લોકોમાં ભારે કૌતુક જોવા મળ્યું હતું. લાઠીનાં હરસુરપુર દેવળીયા ગામમાં રહેતા દીલીપભાઈ પડસાલાની વાડીનાં બોરમાંથી આપ મેળે પાણી ઉછળીને બહાર આવી રહ્યું હતું. બોરમાંથી 15 ફૂટ જેટલા ઉંચા પાણીનાં ફુવારા છુટતા લોકોમાં કૌતુક જોવા મળ્યું હતું. પાણીનાં ફુવારા છૂટતા ખેતરમાં પાણી ભરાય ગયું હતું. જિલ્લામાં સતત વરસાદથી જમીનનાં પાણી ઉપર આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

જૂનાગઢનાં કેશોદમાં 50 ફૂટ ઉંચો ફૂવારો છૂટકા કેમેરામાં કેદ
ભૂકંપ આવ્યા બાદ જૂનાગઢનાં કેશોદમાં રાણીકપરા ગામમાં બોરમાંથી 50 ફૂટ ઉંચો ફુવારો છૂટતા લોકોમાં ભારે અચરજ જોવા મળી હતી. લોકોએ દૂરથી 50 ફૂટ ઉંચા પાણીનાં ફૂવારાને કેમેરામાં કેદ કરી લીધી હતાં.
(રાજુ બસિયા-બાબરા, અતુલ મહેતા-જૂનાગઢ)
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/in-harsurpur-devlia-a-waterfall-suddenly-flowed-from-the-ground-127518351.html

No comments: