- સાવજના ધામાથી ખેડૂતોમાં ફફડાટ
દિવ્ય ભાસ્કર
Jul 09, 2020, 04:00 AM ISTજાફરાબાદ. તાલુકાના ટીંબી ગામની સીમમા સાવજોના કાયમી ધામા છે. અને આજે વહેલી સવારે તાલુકા યુવા ભાજપના મહામંત્રીની વાડીમા સાવજે ગાયનુ મારણ કરતા આ અંગે વનતંત્રને જાણ કરાઇ હતી. વરસાદની સિઝનના કારણે માલધારીઓ સીમમા માલઢોર ચરાવતા ન હોય અને રેઢીયાર પશુઓ પણ આશરો શોધી બેસી ગયા હોય સાવજોને મારણ મેળવવામા મુશ્કેલી પડે છે. ત્યારે જાફરાબાદના ટીંબીની સીમમા પણ આવુ જ બન્યું છે. તાલુકા યુવા ભાજપના મહામંત્રી રમેશભાઇ કાનાભાઇ બાંભણીયા ગઇકાલે સવારે છએક વાગ્યાના સુમારે પોતાની વાડીએ ગાયને ફરજામાથી બહાર કાઢી પાણી પીવા માટે લઇ જઇ રહ્યાં હતા. ત્યારે અચાનક અહી શિકારની શોધમા નીકળેલો સાવજ સામે આવી ગયો હતો. ગાય ભડકીને દુર ભાગી હતી પરંતુ સાવજે આ ગાયને મારી નાખી હતી. અહી સીમમા સાવજના કાયમી ધામા હોય ખેડૂતો પોતાના માલઢોરની ચિંતામા ફફડી રહ્યાં છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/jafrabad/news/savje-killed-a-cow-at-timba-village-in-jafrabad-127491627.html
No comments:
Post a Comment