Thursday, July 30, 2020

વન વિભાગના શેત્રુંજય ડિવિઝનના તમામ 24 ટ્રેકરો હડતાલ પર ઉતર્યા


કર્મચારીઓ ગેઇટ બહાર ડિસટન્સ જાળવી વિરોધ કર્યો.
કર્મચારીઓ ગેઇટ બહાર ડિસટન્સ જાળવી વિરોધ કર્યો.

  • વર્ષોથી કામ કરતા ટ્રેકરોને આઉટસોર્સિંગમાં નખાયા

દિવ્ય ભાસ્કર

Jul 17, 2020, 04:00 AM IST

અમરેલી. વનવિભાગના પેધી ગયેલા કેટલાક કર્મચારીઓ કામ કરતા નથી. સાવજોની રક્ષાને બદલે કોન્ટ્રાક્ટના કામોમાં અને ભ્રષ્ટાચારમાં વ્યસ્ત રહે છે. સાવજોની સાચી રક્ષાનું કામ ટ્રેકરો કરી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં ક્યાંય નહીં અને માત્ર પાલીતાણા શેત્રુંજય ડિવિઝનના ટ્રેકરોને અચાનક આઉટસોર્સિંગ એજન્સીમાં નાંખી દેવાયા છે. જેને પગલે આ ડિવિઝનમાં કામ કરતાં તમામ 24 ટ્રેકરો આજથી હડતાલ પર ઉતરી ગયા હતા. આ વિસ્તારમાં સાવજોની સંખ્યા ખૂબ મોટી છે. અને રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, લીલીયા, જેસર, તળાજા વિગેરે વિસ્તારમાં આ ટ્રેકર સાવજોના લોકેશન પર નજર રાખવાનું અને સાવજોની રક્ષા કરવાનું કામ કરે છે. જે એક રીતે અટકી પડ્યું છે.

આજ ડીવિઝન નીચે સાવજો સાથે રેલમાર્ગ અને સડક માર્ગ પર સતત અકસ્માતો પણ થતા રહે છે. 24 ટ્રેકરને વનવિભાગ દ્વારા છેલ્લા ચાર માસથી પગાર પણ ચૂકવવામાં આવ્યો નથી. જેના પગલે ટ્રેકરોએ આજથી હડતાલ પર ઉતરી તમામ કામગીરી ઠપ્પ કરી દીધી હતી. 
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/all-the-24-trekkers-of-the-shetrunjay-division-of-the-forest-department-went-on-strike-127519254.html

No comments: