Tuesday, October 2, 2007

તાલાલા પંથકમાં રૂા. એક કરોડના વિકાસ કામોનું લોકાર્પણ- ખાતમૂહુર્ત

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

તાલાલા, તા.૧
તાલાલા પંથકમાં બે દિવસમાં રૂા. એક કરોડના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત મહેસુલ મંત્રીના હસ્તે થયુ હતુ આ તકે ગીર પંથકના ધારાસભ્ય, સહિત આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજયમાં માત્ર શહેરોનો જ વિકાસ નહી પરંતુ છેવાડાના ગામોમાં પણ પ્રાથમિક સુખાકારી તમામ સુવિધાઓ રાજય સરકાર દ્વારા ઉપલબ્ધ કરી સમગ્ર રાજયનો સર્વાગી વિકાસ હાથ ધરવાની નેમ આ સરકારની છે. તેમ મહેસુલ રાજયમંત્રી કૌશીકભાઈ પટેલે તાલાલા તાલુકાના ગુંદરણ,રાતીધાર,હડમતિયા, મંડોરણા, આંકોલવાડી અને આંબળાશ અને બોરવાવ, વડાળા અને સેમરવાવ ગામે વણથંભી વિકાસ યાત્રા દરમિયાન પ્રજાજનોને સંબોધન કરતા જણાવ્યુ હતુ. મંત્રી પટેલે જણાવ્યુ હતુ કે વણથંભી વિકાસ યાત્રાના પ્રથમ તબક્કા દરમ્યાન અભૂતપૂર્વ જનપ્રતિસાદ સાથે જ અનેકવિધ લોક ઉપયોગી કામો સાથે રાજય સરકારે કન્યા કેળવણી ચિરંજીવી યોજના માતૃવંદના, જયોતિગ્રામ યોજના-કૃષી મહોત્સવ અંતર્ગત ખેડૂતોને મુલ્યવર્ધિત ખેતી તરફના અભિગમ સાથે ખેડૂત સમૃધ્ધ બને તેવી સાચી દિશા અને માર્ગદર્શન સાથે વ્યકિત સમાજ પણ સર્વાગી વિકાસના યશ ભાગીદાર બને તે માટેની આ સરકારે સમગ્ર દેશમાં પહેલ કરી છે.

વણથંભી વિકાસ યાત્રા દરમ્યાન મંત્રીએ વિકાસકીય કામોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે પાંચ વર્ષ દરમ્યાન સતત લોકોની વચ્ચે રહી કરેલ કામગીરી અને આપેલ સહકારની છણાવટ કરી હતી.

આ પ્રવાસ દરમ્યાન તાલુકા પંચાયતના સદસ્યો, વિવિધ ગામોના સરપંચઓ, ગ્રામ પંચાયતના સદસ્યો, સરકારી મંડળીઓના પ્રમુખોે, અગ્રણીઓ નરસીભાઈ મકવાણા, ચુનીભાઈ રાખોલીયા, અધિકારીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsCatID=20&NewsID=25550&Keywords=Sorath%20gujarati%20news

No comments: