Saturday, October 27, 2007

પ્રકૃતિનું નિકંદન થતું અટકે તોજ જીવન શક્ય : બહુગુણા


Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

વડોદરા, શુક્રવાર
પ્રક્રૃતિનું નિકંદન થતું અટાકવીને ધરતીને પ્રદુષણ સહિતના દુષણોથી બચાવી શકાય તેમ આજે મકરપુરા જી.આઇ.ડી.સી. સ્થિત ખાનગી કંપનીના નવા સંકુલના ઉદઘટાન સમારોહમાં હાજર રહેલા ચિપકો આંદોલનના પ્રણેતા સુંદરલાલ બહુગુણાએ જણાવ્યું હતું.

ભારતના ઇતિહાસમાં પર્યાવરણને બચાવવાની પહેલ સમાન શરૂ કરાયેલા * ચિપકો આંદોલન* ના પ્રણેતા ૮૦ વર્ષીય સુંદરલાલ બહુગુણા તથા તેમના પત્ની વિમલાબેન આજે શહેરના મહેમાન બન્યા હતા. તેઓએ પત્રકારોને જણાવ્યું હતું કે હાલની પરીસ્થિતીમાં પર્યાવરણની જાળવણી કરવી એજ પ્રાથમિકતા છે. આજના સમયમાં જ્યાં કોંક્રીેટના જંગલો વધી રહ્યા છે ત્યારે માત્ર ખેતીથી પર્યાવરણ બચાવવું શક્ય નથી પરંતું હવે વૃક્ષોની ખેતી કરવાનો સમય આવી ગયો છે. આ ઉપરાંત પાણીનો બચાવ કરવો જરુરી છે.

પ્રકૃતિની જાળવણી થાય તોજ માનવીનું ભાવી જોખમાય નહી. તેમણે સ્ત્રી શક્તિની પ્રશંશા કરતા જણાવ્યું હતું કે જીવન તરફ લઇ જતી દરેક શક્તિનું પ્રતિનિધિત્વ સ્ત્રી શક્તિ કરે છે જ્યારે મોત તરફનું પુરુષ. જે આંદોલનમાં સ્ત્રી શક્તિની ભાગીદારી હોય તે આંદોલન જરુર સફળતા પ્રાપ્ત કરે છે. કારણ કે સ્ત્રીઓમાં પોતાના કામ પ્રત્યેનું સમર્પણ, નિશ્ચય અને એકગ્રતા સંપુર્ણ હોય છે. ભારતમાં સ્ત્રી શિક્તિને મહત્વ આપવામાં આવતું નથી જે ગંભીર બાબત છે.

આ ઉપરાંત નર્મદા સરોવાર ખાતેના વિસ્થાપિતોએ પોતાનું ઘર અને જમીન જે ડેમ માટે ઉપયોગમાં લેવામાં આવી છે. તેને ભૂલીને હવે જે જગ્યા તેમને ફાળવવામાં આવી છે તેને ઉપયોગમાં લઇ વૃક્ષોની ખેતી શરુ કરવી જોઇએ તેમ ઉમેર્યું હતું.

Source: http://www.sandesh.com/article.aspx?NewsCatID=44&NewsID=31205&Keywords=Baroda%20city%20gujarati%20news

No comments: