Saturday, October 20, 2007

ઈલેકટ્રીક કરંટથી તરફડતા બચ્ચાને બચાવા જતા ત્રણે સિંહણો પણ ભોગ બની ગઈ હશે

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

જૂનાગઢ,તા.૧૯
ગીર જંગલના ધારી પંથકમાં ફરી રહેલા નવ સિંહોના ગ્રુપમાંથી માત્ર ચાર બચ્ચાઓ જ વધતા શંકાના આધારે હાથ ધરેલી વનખાતાની કવાયતમાં બહાર આવેલ આ હત્યાકાંડ વિશે એક નિવૃત વન અધિકારીના જણાવ્યા અનુસાર વિજય વાયરોને અડકી જતા ઈલેકટ્રીક કરંટથી તરફડી રહેલા બચ્ચાઓને બચાવવા જતા ત્રણે સિંહણોનું પણ મૃત્યુ થયુ હોવુ જોઈએ.

આ વિશે વનખાતાના એક નિવૃત અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે શંકા વ્યકત કરતા જણાવ્યુ છે કે ૮ વિઘાના ખેતરે ફરતુ ચાલુ વિજપ્રવાહવાળા ગોઠવાયેલા વિજ વાયરોમાં અડકી જઈ તરફડી રહેલા બે બચ્ચાઓને માતૃભાવની લાગણીથી તણાઈને ત્રણે સિંહણોએ બચાવવાનો પ્રયાસ કર્યો હશે. પરંતુ માનવસર્જીત વિજ પ્રવાહથી અજાણ્યા એવા એ બે બચ્ચાઓની સાથે ત્રણે સિંહણો પણ ચાલુ વિજપ્રવાહ વાળા વાયરોને અડકી ગઈ હશે અને પાંચેયના તરફડી તરફડીને મૃત્યુ થયા હશે.

બીજી તરફ વનસુત્રોના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળે પણ આજુબાજુમાં નજીકના સ્થળોએથી સિંહણો અને બચ્ચાઓના મૃતદેહો મળી આવ્યા હોવાથી કંઈક આવો જ બનાવ બન્યો હોવાની વાતને પુષ્ટી આપે છે.

સમગ્ર મામલો પ્રકાશમાં
આ વા પાછળ સુત્રોના જણાવ્યા અનુસાર ધારી પંથકમાં ત્રણ સિંહણો અને છ બચ્ચાઓ મળી કુલ નવ સિંહણોનું ગ્રુપ ફરી રહ્યુ હતુ. જેની જાણ વનખાતાને હતી. પરંતુ થોડા સમયથી માત્ર ચાર બચ્ચાઓ અચાનક જ એકલા નજરે પડતા અને વારંવાર ઘટનાસ્થળે જોવા મળતા વનખાતાએ બાકીના બચ્ચા અને સિંહણોને શોધવા કવાયત હાથ ધરી હતી. આ દરમ્યાન ઘટનાસ્થળ નજીક માખીઓ બણબણતી હોવાને લીધે અને તીવ્ર વાસને લીધે વનખાતાને શંકા જતા કરેલી તપાસમાં સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થવા પામ્યો છે.

No comments: